• Home
  • NRG
  • USA
  • Dimple Ajmera accepted Vaibhav Bajajs proposal, made in Hollywood style

USમાં ગુજરાતી યુવતીને સિટી કાઉન્સિલની મીટિંગમાં પ્રપોઝ કર્યુ

ડિમ્‍પલ અજમેરા અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલા ચાર્લોટ સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલી પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે

divyabhaskar.com | Updated - Jul 26, 2018, 04:09 PM
ન્યૂજર્સીમાં રહેતો વૈભવ બજાજ બોસ્ટનમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)
ન્યૂજર્સીમાં રહેતો વૈભવ બજાજ બોસ્ટનમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

એનઆરજી ડેસ્કઃ સિટી કાઉન્સિલની મીટિંગ્સ સામાન્ય રીતે કંટાળાજનક રહેતી હોય છે પરંતુ અમેરિકાના ચાર્લોટ્ટ શહેરમાં આવી જ એક મીટિંગ ગુજરાતી મૂળના સિટી કાઉન્સિલ મેમ્બર ડિમ્પલ અજમેરા માટે યાદગાર બની રહી. બન્યું એવું કે મીટિંગ દરમિયાન જ એક સ્પેશિયલ સ્પીકરે તેમના ઘૂંટણિયે બેસીને ફિલ્મી સ્ટાઇલમાં ડિમ્પલને પ્રપોઝ કર્યું. તે સ્પેશિયલ સ્પીકર હતા બોસ્ટનના ડેન્ટિસ્ટ વૈભવ બજાજ. તેમની પ્રપોઝલ ડિમ્પલે હરખભેર સ્વીકારી પણ લીધી. બજાજે મીટિંગના અંતે વક્તવ્ય આપવાનું હતું. વક્તવ્ય દરમિયાન જ તેમણે ડિમ્પલ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને પછી મંચની પાછળ જઇને ઘૂંટણિયે બેસીને ડિમ્પલને રિંગ આપી.

ડિમ્પલે કરી ટ્વીટ


- ચાલુ મીટિંગમાં પ્રપોઝલ બાદ ડિમ્પલે ટ્વીટર પર તસવીરો પોસ્ટ કરી હતી. ડિમ્પલે ટ્વીટમાં લખ્યું કે, આ પ્રપોઝલ મુદ્દે કોઇને વાંધો છે? કારણ કે વૈભવ બજાજને દ્વિપક્ષીય એગ્રીમેન્ટ વધારે પસંદ છે. હકીકતમાં હું પરિવારને મહત્વ આપતો, પ્રેમાળ જીવનસાથી મેળવીને ખૂબ જ ખુશ છું.
- ડિમ્પલનો પરિવાર ગુજરાતથી અમેરિકા સ્થાયી થયો હતો, તે સમયે તે હાઇસ્કૂલમાં હતા. ડિમ્પલે સાઉથ કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે.
- આઠ વર્ષ પહેલાં તે ચાર્લેટ ટીઆઇએએમાં ફાઇનાન્શિયલ સર્વિસ જોબ માટે આવી હતી. આ પહેલાં તેણે લોસ એન્જલસની સીપીએમાં કામ કર્યુ છે.

- ડિમ્‍પલ અજમેરા અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલા ચાર્લોટ સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલી પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ડિમ્પલ અજમેરા અને વૈભવ બજાજની વધુ તસવીરો...

ચાલુ મીટિંગમાં પ્રપોઝલ બાદ ડિમ્પલે ટ્વીટર પર તસવીરો પોસ્ટ કરી હતી.  (તસવીર સૌજન્યઃ ફેસબુક)
ચાલુ મીટિંગમાં પ્રપોઝલ બાદ ડિમ્પલે ટ્વીટર પર તસવીરો પોસ્ટ કરી હતી. (તસવીર સૌજન્યઃ ફેસબુક)
ડિમ્પલનો પરિવાર ગુજરાતથી અમેરિકા સ્થાયી થયો હતો, તે સમયે તે હાઇસ્કૂલમાં હતા.  (તસવીર સૌજન્યઃ ફેસબુક)
ડિમ્પલનો પરિવાર ગુજરાતથી અમેરિકા સ્થાયી થયો હતો, તે સમયે તે હાઇસ્કૂલમાં હતા. (તસવીર સૌજન્યઃ ફેસબુક)
X
ન્યૂજર્સીમાં રહેતો વૈભવ બજાજ બોસ્ટનમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)ન્યૂજર્સીમાં રહેતો વૈભવ બજાજ બોસ્ટનમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)
ચાલુ મીટિંગમાં પ્રપોઝલ બાદ ડિમ્પલે ટ્વીટર પર તસવીરો પોસ્ટ કરી હતી.  (તસવીર સૌજન્યઃ ફેસબુક)ચાલુ મીટિંગમાં પ્રપોઝલ બાદ ડિમ્પલે ટ્વીટર પર તસવીરો પોસ્ટ કરી હતી. (તસવીર સૌજન્યઃ ફેસબુક)
ડિમ્પલનો પરિવાર ગુજરાતથી અમેરિકા સ્થાયી થયો હતો, તે સમયે તે હાઇસ્કૂલમાં હતા.  (તસવીર સૌજન્યઃ ફેસબુક)ડિમ્પલનો પરિવાર ગુજરાતથી અમેરિકા સ્થાયી થયો હતો, તે સમયે તે હાઇસ્કૂલમાં હતા. (તસવીર સૌજન્યઃ ફેસબુક)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App