ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» ઇન્ટનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન | in USA New jersey organized international Gujarati film festival

  અમેરિકાના ન્યૂજર્સીમાં ઇન્ટનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

  DivyBhaskar.com | Last Modified - Jun 13, 2018, 05:11 PM IST

  ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર સર્વપ્રથમ ગુજરાતી ફેસ્ટિવલ છે
  • અમેરિકાના ન્યૂજર્સીમાં ઇન્ટનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

   એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં અર્બન ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવનું આયોજન થઈ રહ્યું છે. IGFF ( International Gujarati Film Festival) એ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર સર્વપ્રથમ ગુજરાતી ફેસ્ટિવલ છે. ડિજિટલ મીડિયા પાર્ટનર દિવ્યભાસ્કર.કોમના સહયોગથીઆ કાર્યક્રમ આગામી 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન યોજાશે. IGFFનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાને વ્યાપક ધોરણે પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતી ફિલ્મ જગત પ્રત્યે જેમનું પ્રસંશનીય યોગદાન છે તેઓને શ્રેણીબદ્ઘ પુરસ્કારો દ્રારા પ્રોત્સાહિત કરવાનો છે. આ ફેસ્ટિવલ, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને આંતરરાષ્ટ્રીય સિનેમેટીક જ્ઞાન વધારવાની અને એક વિશાળ નેટવર્ક સાથે સાંકળવાની તક આપે છે જેથી અન્ય ફિલ્મ ઉદ્યોગની સરખામણીમાં પોતાનું એક આગવુ સ્થાન મેળવી શકે.

   IGFF (International Gujarati Film Festival)નો ઉદેશ્ય :

   - ફિલ્મ નિર્માતાઓ અને પ્રાદેશિક સિનેમાને મુખ્ય પાત્ર તરીકે બહાર લાવવાના ઉદેશ્યથી IGFFનું આયોજન થઇ રહ્યું છે.

   - IGFFએ અમેરિકામાં થનાર સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફેસ્ટિવલ છે. જ્યારે દર્શકો મોટેભાગે બોલિવૂડ અને મુખ્યપ્રવાહના સિનેમા સુધી મર્યાદિત રહ્યા છે ત્યારે IGFF એ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે તાજી હવાના એક શ્વાસ તરીકે આવે છે.

   - IGFFનો ધ્યેય એ દર્શાવાવનો છે કે ગુજરાતી સિનેમામાં પણ એવી સિક્રપ્ટો અને ફિલ્મો બનાવવાની ક્ષમતા છે જે કોઇ અન્ય ફિલ્મ ઉદ્યોગ સાથે ખભાથી ખભા મેળવીને ઉભા રહી શકે.

   - આ ફિલ્મ ફેસ્ટિવલની પહેલ શ્રી કૌશલ આચાર્ય - Rostrum Media અને 1947 Production and entertainment Inc. દ્રારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.

   ફેસ્ટિવલ ડિરેકટર ઉમેશ શુકલા કોણ છે :

   - ઉમેશ શુકલા એ ઘણા ગુજરાતી નાટકો અને બોલિવૂડ ફિલ્મો માટે પ્રશંસા પામેલા દિગ્દર્શક, લેખક અને અભિનેતા છે. તેઓએ યુટીવી મોશન પિક્ચર્સ, સાથે દિગ્દર્શકની કારકિર્દીની શરૂઆત કરી હતી.

   - ‘ઓહ માય ગોડ’(OMG) તેમની પ્રથમ દિગ્દર્શક તરીકેની ફિલ્મ હતી .

   - આ ઉપરાંત ‘ઓલ ઇઝ વેલ’ અને તેમની હાલમાં રિલીઝ થયેલી સુપર હિટ ફિલ્મ ‘102 નોટ આઉટ’ છે. જેમાં સદીના મહાનાયક બચ્ચન અને ઋષિકપૂર જેવા કલાકારોએ અભિનય કર્યો છે.

   - તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઓહ માય ગોડ’ તેમના ગુજરાતી નાટક કાનજી વર્સિસ કાનજી પરથી બનાવવામાં આવી હતી. આ ફિલ્મની ત્યારબાદ તેલુગુ અને કન્નડ ભાષામાં રિમેક પણ બની હતી.


   આ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી કોણ છે:

   સૌ પ્રથમ યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરીના સભ્યો ગુજરાતી અને હિન્દી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય હસ્તીઓ છે.

   1. અરુણા ઇરાની: અરુણા ઇરાની સૌથી જાણીતી ફિલ્મ અભિનેત્રી છે . જેમણે હિન્દી, ગુજરાતી અને મરાઠી સિનેમામાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેઓ 57માં ફિલ્મફેર એવોર્ડમાં લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ વર્ષ 2012 સાથે સન્માનિત થયા હતા.

   2. જય વસાડવા: જય વસાડવા સિનેજગતના લોકપ્રિય લેખક, વક્તા અને પ્રખર હિમાયતી છે. વર્ષ 2010માં તેમને ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસ પર તેમના ઉત્કૃષ્ટ લેખનના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

   3. અનુરાગ મહેતા: અનુરાગ મહેતા હાલ લોસએન્જલસમાં સ્થાયી છે અને તેઓ ફિલ્મ નિર્માતા છે. તેઓ ફિલ્મોના લેખન અને દિગ્દર્શન ઉપરાંત જાહેરાત, મ્યુઝિક વીડિયો અને ટીવી માટે પણ લખે છે અને નિર્દેશન કરે છે. તેમની ફિલ્મ અમેરીકન ચાય એ સ્લેમ ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મની શ્રેણીમાં પુરસ્કાર જીત્યો હતો. આ ફિલ્મમાં પરેશ રાવલે એક્ટિંગ કરી છે.

   4. મધુ રાય: મધુ રાય ગુજરાતી નાટ્યલેખક, નવલકથાકાર અને વાર્તા લેખક છે. તેમણે 1960ના દાયકામાં લખવાનું શરૂ કર્યું અને તેમની કથાઓ અને નાટકો માટે જાણીતા બન્યા. તેમના નાટકો ફૂલનું નામ અને કુમારની અગાશીને ઘણી ભાષાઓમાં સ્વીકારવામાં આવ્યા છે. તેમના "પિગ્મેલિયન" અને "સ્લેથ"ના અનુવાદને પ્રશંસા મળી છે. તેમની નવલકથા કિમ્બલે રેવેન્સવુડને હિન્દી ભાષાની ટીવી સિરીઝ મિસ્ટર યોગી માટે અનુવાદિત કરવામાં આવી હતી. ત્યારબાદ તેના પરથી હિન્દી ફિલ્મ ‘વોટ્સ યોર રાશી?’ પણ બની છે. તેમણે તેમના લેખનથી માત્ર લોકોના દિલ જ નહીં, પ્રશંસા અને ઘણા એવોર્ડ્સ પણ જીત્યા છે.

   કોણ ભાગ લઈ શકેઃ

   - પહેલીવાર આંતરરાષ્ટ્રીય ફલક પર યોજાવા જઇ રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં ફિચર ફિલ્મ, શોર્ટ ફિલ્મ એન્ડ ડોક્યુમેન્ટરી ફિલ્મના નિર્માતાઓને પ્રવેશ માટે આમંત્રણ આપે છે.

   - ફેસ્ટિવલમાં ભાગ લેનારી તમામ ફિલ્મની ભાષા ગુજરાતી જ હોવી જોઇએ.

   - આ ફેસ્ટિવલ ‘ફિલ્મફ્રિવે’ પર છે જે વિશ્વ નું સૌથી મોટું ઓનલાઇન પ્લેટફોર્મ છે.

   - તમામ એન્ટ્રીમાંથી પહેલું પૂર્વાલોકન ‘ફિલ્મફ્રિવે’ ઓનલાઇન પોર્ટલ પર થશે ફિલ્મ નિર્માતાઓ માટે વિશ્વનું સૌથી સલામત પ્લેટફોર્મ છે.

   - ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પસંદ કરાયેલી ફિલ્મોનું ન્યૂજર્સીમાં સ્ક્રિનિંગ કરવામાં આવશે. અંતિમ સ્પર્ધા માટે પંસદ કરેલી ફિચર ફિલ્મોને IGFF એવોર્ડ મળશે.

   - અંતિમ ચરણમાં પસંદગી પામેલી ફિચર ફિલ્મના મેકરને રહેવા ઉપરાંત ન્યૂજર્સી આવવા - જવાની 1 રીર્ટન ટિકિટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત IGFFનું સમાપન સમારંભ એવોર્ડ વિતરણ સાથે યોજાશે.


   http://filmfreeway.com/igff


   http://WWW.gujaratifilmfestival.com

   IGFF 2018 -પ્રથમ પસંદગી પામેલા ફિલ્મોનું લિસ્ટઃ

   *Feature Films in the Competition List

   1. Bhawar
   2. Chal Man Jitva Jaiye
   3. Gujju Bhai Most Wanted
   4. Hera Feri Fera Feri
   5. Karsandas
   6. Love Ni Bhavai
   7. Oxygen
   8. Pappa Tamne Nahi Samjay
   9. Ratanpur
   10.Reva
   11.Superstar
   12.Sharato Lagu
   13.Chitkar

   *Special Screenings (Out Of Competition)

   1. Color Of Darkness
   2. Dhaad
   3. Dhh (National Award Winner-2018)

   *Documentaries

   1. Khamma Gir ne
   2. Beheroopi
   3. Mahagamit Sunita

   *Short Films

   1. Rammat Gammat
   2. 90 Seconds
   3. Diary
   4. Selfie in per se

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઇન્ટનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન | in USA New jersey organized international Gujarati film festival
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `