ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Snehmiln and felicitation of H R Shah by indian culture society in usa

    US: ઇન્ડીયન કલ્ચરલ સોસાયટી દ્વારા સ્નેહમિલનનું આયોજન, પદ્મશ્રી એચઆર શાહનું કરાયું સન્માન

    divyabhaskar.com | Last Modified - Dec 22, 2017, 11:48 AM IST

    ગણેશની વંદના અને ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ન્યૂજર્સી(નિકેતા વ્યાસ દ્વારા): ઇન્ડીયન કલ્ચરલ સોસાયટી દ્વારા દિવાળી પર્વ નિમિત્તે તાજેતરમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પદ્મશ્રી એચ આર શાહ નું સન્માન કરવામાં આવ્યુ હતું. વર્ષો વર્ષની જેમ આ વર્ષે 12મી નવેમ્બરના રોજ નોર્થ જર્સીમાં વેઇન ખાતે આવેલા ગાંધી હિંદુ ટેમ્પલ ખાતે ખૂબ ધામધુમ સાથે બહોળી જનમેદની વચ્ચે યોજાએલ સ્નેહમિલન કાર્યક્રમની સાથોસાથ આ સન્માનવિધિ કરવામાં આવી હતી. વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની વંદના અને ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

      ઇન્ડીયન કલ્ચરલ સોસાયટીના ચેરમેન જ્યોતીન્દ્રભાઈ પટેલે એમના સ્વાગત પ્રવચનમાં સમારંભના અતિથીઓ ગુજરાત લિટરરી એકેડેમીના અધ્યક્ષ રામ ગઢવી, ચાલો ગુજરાતના પ્રણેતા સુનીલ નાયક, ગુજરાત ટાઈમ્સ અખબારના તંત્રી હસમુખ બારોટ સહીત સૌ ઉપસ્થિતોનો શાબ્દિક આવકાર કરતા જણાવ્યું કે, દિવાળી ઉજવણી અને સન્માન કાર્યક્રમના ઉપલક્ષ્યમાં આયોજિત સ્નેહમિલનમાં લોકોની આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ પ્રોત્સાહક છે અને અવસર સાચા અર્થમાં સાર્થક થયો હોવાની અનુભૂતી થાય છે. જ્યોતીન્દ્ર પટેલે એચ. આર. શાહની સામાજિક નિસ્બતને બિરદાવતા જણાવ્યું કે, અમેરિકન ભારતીય સમુદાયના ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. એમના વડપણ હેઠળ કાર્યરત ટીવી એશિયા દ્વારા શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિનાં સંવર્ધન માટે થતા અથાક પ્રયાસોને સૌએ બિરદાવવા જ રહ્યા. એચ આર. શાહના જીવનની ઉપલબ્ધી જોઈએ તો નાનકડા એક કન્વીનીયન્ટ સ્ટોરથી પ્રાસંભાયેલી એમની જીવનયાત્રા અને એમનો વ્યવસાય એમની લગન, નિષ્ઠા અને પ્રામાણિકતાથી ખૂબ વિસ્તર્યો અને અન્ય ક્ષેત્રે પણ વિસ્તર્યો પરિણામે આજે એ કારોબાર મોટા આમ્પાયરમાં પરિવર્તિત થયો છે. જીવનમાં આવેલી અડચણો ને એમણે ક્યારેય ગણકારી નથી અને સફળતાનો એમને અહંકાર નથી.

      જ્યોતીન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે અત્યંત મિતભાષી, મળતાવડા અને સૌને સહજ ઉપલબ્ધ શ્રી એચ. આર. શાહની કમ્યુનીટી સર્વિસીસની અમેરિકન ભારતીય સમુદાય અને ગુજરાતી સમાજ કદર કરે છે અને ગર્વ સાથે શ્રી એચ. આર. શાહનું સન્માન કરતાં આનંદ અનુભવે છે. સમારંભમાં ઉપસ્થિત એચ.આર. શાહની કમ્યુનીટી સર્વિસીસને બિરદાવવા તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થયેલ પદ્મશ્રી સન્માન બદલ તે દિવસે ઇન્ડીયન કલ્ચરલ સોસાયટી ન્યૂજર્સીનાં હોદ્દેદારો સર્વ જ્યોતીન્દ્ર પટેલ, રામ ગઢવી, સુનીલ નાયક, કેની દેસાઈ, પીયુષ પટેલ, કિરીટભાઈ, તથા દક્ષેશભાઈ પટેલ દ્વારા અત્યંત ઉત્સાહભર્યા સમારંભમાં એચ.આર. શાહને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યો તેમજ શાલ અને પ્લેક અર્પણ કરવામાં આવી હતી.

      સન્માનના પ્રત્યુત્તરમાં પદ્મશ્રી એચ આર શાહે ઇન્ડીયન કલ્ચરલ સોસાયટીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સમારંભ ભાવુક થઇ જવાય એવો સમારંભ છે. આઇસીએસ જેવા સંગઠન દ્વારા થતું સન્માન જીવનમાં આત્મસંતોષનો ભાવ લાવે છે. આઈસીએસનાં આયોજનની તેમણે પ્રશંસા કરતા જણાવ્યું કે, અમેરિકામાં વસતાં અલગ અલગ ભારતીય સમુદાયના લોકો પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમોની આ એક સમયે એક જ છત નીચે રજૂ કરી શકે એવી મોકળાશ કરી આપવામાં આવે છે એ ધન્યવાદને પાત્ર છે અને આવા પ્રયાસોથી ઉપસ્થિત સૌમાં પારિવારિક સદભાવનાના દર્શન થાય છે. તેમણે વધુમાં જે સ્થળે સમારંભ આયોજિત કરાયો હતો એવા વેઇનમાં આવેલા ગાંધી ટેમ્પલની સરાહના કરતા એની સહાયાર્થે સૌને આગળ આવવા અનુરોધ કર્યો હતો. ટીવી એશિયા દ્વારા નિર્મિત પદ્મશ્રી એચ. આર. શાહના જીવન અને કવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું નિદર્શન કરાયું હતું.

      ગાંધી મંદિરમાં યોજાતી સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન અને મેડીકલ ચેકઅપ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત ગાંધી મંદિરમાં પૂજન અર્ચનમાં કાર્યરત એવા અત્યંત સેવાભાવી સત્પુરુષ શાસ્ત્રી અરવિંદભાઈ ભટ્ટ અને એમના પત્નીનાં કાર્યપ્રદાનની સૌએ એક અવાજે સરાહના કરી હતી અને એમના તંદુરસ્ત દીર્ઘાયુ અર્થે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સ્નેહ મિલનના અવસરે મનોરંજન માટે મુંબઈથી આવેલ ઓરકેસ્ટ્રાના કલાકારો દિલીપ પાંડે અને અંકિતા દ્વારા જૂના નવા હિન્દી ફિલ્મોના સુમધુર ગીતો અને સાજીન્દાઓ દ્વારા રજુ થયેલ મેલોડીયસ સંગીતે ઉપસ્થિત સૌને ડોલતા કરી દીધા હતા. સૌના માટે આ પ્રસંગે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Snehmiln and felicitation of H R Shah by indian culture society in usa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top