બિઝનેસ કરવા માટે છોડી દીધી કોલેજ, આજે અબજોપતિ છે આ ગુજરાતી યુવક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆરજી ડેસ્કઃ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોઇને 10 વર્ષ પહેલાં કોલેજ છોડી દેનારા ઇન્ડિયન અમેરિકન ઋષિ શાહની કંપનીનું ટર્ન ઓવર આજે કરોડોમાં છે. ઋષિએ વર્ષ 2006માં શિકાગોમાં હેલ્થ કેર ટેક કંપની 'આઉટકમ હેલ્થ'ની સ્થાપના કરી હતી. તે સમયે તેનું વેલ્યુએશન 3,856 કરોડ હતી. આજે તેનું વેલ્યુએશન વધીને 5.6 બિલિયન ડોલર એટલે કે, અંદાજિત 35,990 કરોડથી વધારે છે. ઋષિના પિતા ડોક્ટર છે જેઓ ભારતથી અમેરિકામાં આવીને વસ્યા હતા. ઋષિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે બહેનની પ્રેરણાથી ડોક્ટરોની ઓફિસ માટે કન્ટેન્ટ તૈયાર કરતી કંપની બનાવવાનો વિચાર આવ્યો. 

 

બહેને આપી પ્રેરણા 


- આઉટકમ હેલ્થ કંપની બહારના કોઇ ઇન્વેસ્ટમેન્ટ વગર જ ફિઝિશિયન્સ અને હોસ્પિટલ્સને વીડિયો મોનિટર સર્વિસ વેચે છે. 
- ઋષિની બહેનને ટાઇપ-1 ડાયાબિટીસ છે, તેને ઇન્શ્યુલિન પંપ મળે તો તેનું બ્લડ શુગર કંટ્રોલ થાય છે. ઋષિએ જણાવ્યું કે, આ બ્લડ શુગરની તપાસ વધારે ઇફેક્ટિવ કેવી રીતે કરાવી શકે છે? ડિવાઇસ બનાવતા, ઇન્સ્યુલિન બનાવનાર, બ્લડ ગ્લૂકોમીટર, ડોક્ટર બધાને આ મોનિટર સર્વિસથી ફાયદો થાય છે.  
- ઋષિના કન્ટેન્ટનો સૌથી વધુ ફાયદો દર્દીઓને તો થયો જ છે, પરંતુ તેને બહેનને સૌથી વધારે ફાયદો થયો છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, ઋષિ શાહની બિઝનેસ જર્ની વિશે વધુ વિગતો... 

અન્ય સમાચારો પણ છે...