તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UK: ઉકેલાયો પટેલ મહિલા મર્ડર કેસ, હત્યારાએ કહ્યું ડેટિંગ સાઇટે મળાવ્યા'તા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એનઆરજી ડેસ્કઃ નોર્થ વેસ્ટ લંડનના ક્રિકલવૂડ વિસ્તારમાં રહેતી 44 વર્ષીય ઉષા પટેલની લાશ ગત ઓક્ટોબર-2015માં તેના જ ઘરમાંથી મળી આવી હતી. ઉષા પટેલ મર્ડર કેસના મુખ્ય આરોપી માઇલ્સ ડોનલીએ આજે પોતાનો ગુનો કબૂલ્યો અને કોર્ટમાં કહ્યું હતું કે, અમે એક ડેટિંગ સાઇટ થકી મળ્યા હતા. નશાની હાલતમાં બંને વચ્ચે રકઝક થતાં માઇલ્સે, ઉષા પટેલની હત્યા કરી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઉષા પટેલ સિંગલ મધર હતી અને તે પોતાના પાંચ વર્ષના દીકરા સાથે રહેતી હતી. ઉષાનો દીકરો ઓટિઝમથી પીડાય છે. એક ઓનલાઇન ડેટિંગ સાઇટ પર ઉષાની મુલાકાત 35 વર્ષના માઇલ્સ ડોનલી સાથે થઇ હતી.
16 વખત માર્યા ચાકૂના ઘા
લગભગ સાત મહિના સુધી બંને ઓનલાઇન ચેટિંગ કરતાં હતા. 7 ઓક્ટોબર, 2015ની સાંજે ઉષા અને માઇલ્સે રાત સાથે વીતાવાનું નક્કી કર્યું. માઇલ્સ રાત્રે ઉષાના ઘરે પહોંચ્યો. પોલીસ અનુસાર, રાત્રે ત્રણ વાગ્યાની આસપાસનો સમય હતો, બંને જણા નિઃવસ્ત્ર હતા ત્યારે માઇલ્સે ઉષા સાથે છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો. પોતાની માગ ન સંતોષાતા ગુસ્સે થયેલા માઇલ્સે ઉષાનું ત્યારે જ ગળું દાબી દીધું. એટલું જ નહીં તેણે 16 વખત ઉષાને ચાકૂના ઘા પણ માર્યા હતા. તે સિવાય ઉષાના માથા પર પણ માઇલ્સે પંચ માર્યા હતા. કોર્ટમાં જણાવ્યાનુસાર, માઇલ્સ જ્યારે ઉષાનું ગળું દબાવી રહ્યો હતો ત્યારે ચીસો પાડતી ઉષાને અટકાવવા તેણે ઉષાના મોં પર પણ હુમલા કર્યા હતા. હત્યા કર્યા પછી માઇલ્સ ભાગીને પોતાની અન્ય એક મહિલા મિત્રના ત્યાં જતો રહ્યો હતો.
સ્લાઇડ્સ બદલોને જાણો, ઉષાનો હત્યારો કેવી રીતે ઝડપાયો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો