• Gujarati News
  • UK Witnesses 21 Pc Drop In Study Visas To Indians In 2013

UK: ભારતીય યુવાનોને અન્યાય, સ્ટુડન્ટ વિઝામાં 21 ટકાનો ઘટાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક ભારતીય વિદ્યાર્થીની હત્યા અને કડક નીતિઓ તેમજ કરન્સીના મૂલ્યમાં ઘડાટાને પગલે બ્રિટન દ્વારા ભારતીયોને 2013માં ઇશ્યુ કરાયેલા સ્ટડી વિઝામાં 21 ટકાનો ઘટાડો થયો છે.
બ્રિટને 2013માં ભારતીય નાગરિકોને 13608 સ્ટડી વિઝા ઈશ્યુ કર્યા હતા, જે અગાઉના વર્ષ કરતાં 21 ટકા ઓછા છે.

આ અંગેના કારણો દર્શાવતા ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર જેમ્સ બેવાને જણાવ્યું હતું કે આ માટે કોઈ એક જવાબ નથી. અમુક તો માત્ર ભ્રમ છે. અમુક વિચારે છે કે અભ્યાસ માટે બ્રિટન જવું મુશ્કેલ છે. અમુક સ્ટડી વિઝા મેળવવા મુશ્કેલ હોવાનુ માને છે. અમુક વિચારે છે કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ નોકરી કરી શકશે નહીં.

2013માં બ્રિટને બધા શૈક્ષણિક સેક્ટરોમાં કુલ 14762 અરજીઓ મેળવી હતી, જે 2012 કરતા 27 ટકા ઓછી હતી. આમાંથી યુનિવર્સિટી દ્વારા સ્પોન્સર કરવામાં આવેલી અરજીઓ 12832 હતી, જે 7 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રનાં પૂણેના રહેવાસી અનુજ બિદવેની 26 ડિસેમ્બર, 2011નાં રોજ એક સ્થાનિક ફેક્ટરીનાં કામદારે ગોળી મારી હત્યા કરી ત્યારથી આ સંખ્યામાં ઘટાડો થયો છે.