તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UK: ચેરિટી માટે કરાયું ડિનરનું આયોજન, ગુજરાતીના તાલે ડોલ્યા VVIPs

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે બ્રેન્ટ કાઉન્સિલરના મેયર પરવેઝ અહમદ દ્વારા ચેરિટી ફંડ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરિટી માટે સપોર્ટ કરી રહેલા ભારતીયોનું સન્માન કરવામાં આવ્યું હતું. પરવેઝ અહમદે વધુ ભંડોળ ઊભુ કરવા માટે વિવિધ ઈવેન્ટનું આયોજન કરવાનું જણાવ્યું હતું. આ ઈવેન્ટમાં સાંસદો, અલગ અલગ પ્રાંતના મેયર સહિત વીઆઈપી મહેમાનો હાજર રહ્યા હતા.
 
સામાન્ય રીતે પોતાના કાર્યકાળ પૂર્ણ થવાના છેલ્લા વર્ષે મેય આ પ્રકારની ઈવેન્ટનું આયોજન મેયર કરતા હોય છે. ત્યારે બ્રેન્ટ કાઉન્સિલરના મેયર પરવેઝ અહમદે પણ ડિનરનું આયોજન કર્યું હતું. ઈવેન્ટમાં ચેરિટી ફંડ પણ એકઠું કરવામાં આવ્યું હતું. આ ભંડોળ કોઈ એનજીઓ સંસ્થાને આપવામાં આવશે. કાર્યક્રમમાં અમદાવાદ મૂળની અને સર્જન નર્તન એકેડમી ઈન્ડિયા એન્ડ યુકેની આર્ટિસ્ટ ડિરેક્ટર નેહા પટેલે પણ ડાન્સ રજૂ કર્યો હતો. ઉપરાંત સંગીત સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, કાર્યક્રમની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો