યુકેઃ લિસેસ્ટરમાં ગેરકાયદે રહેતા 10 ભારતીયો ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુએસની જેમ યુકે જવાનું ઘેલું પણ ભારતીયોમાં સામાન્ય છે, જેને કારણે ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યા પણ યુકેમાં વધુ છે. હાલમાં લિસેસ્ટરની એક ફેક્ટરી પર યુકે પોલિસે ધાડ પાડી હતી જેમાં ગેરકાયદે રહેતા 10 જેટલા ભારતીયો ઝડપાયા હતા.
ગુરુવારે સવારે બોર્ડર એજન્સીના અધિકારીઓ અને લિસેસ્ટરના પોલિસ ઓફિસર્સે ફ્રાઇડે સ્ટ્રીટમાં આવેલ સ્પ્રિંગ શેડ્ઝમાં કુલ 20 ઓફિસર્સ ત્રાટક્યા હતા.
પોલિસ ઓફિસર્સ સવારે 6.30 વાગે ત્રાટક્યા હતા. ઓપરેશન શરૂ કરતા પહેલા ફેક્ટરીના બંને ગેટને પોલિસે સીલ કર્યા હતા. તે દરમિયાન પાંચ પોલિસ વેને બિલ્ડિંગને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને અન્ય છ વિહિકલ ગેરકાયદે ઘૂસણખોરોને પકડવા માટે તૈયાર હતા.
લિસેસ્ટરમાં રહેતા ભારતીય ઘૂસણખોરેને પકડવા શરૂ કરેલા ઓપરેશન અંગે જાણવા માટે સ્લાઇડ બદલો....
(તસવીરો સૌજન્યઃ લિસેસ્ટર મરક્યૂરી)