Home » NRG » UK » Saree in a gadi London To Leicester unique car rally for a social awareness

લંડનથી લિસેસ્ટરઃ ગુજરાતી મહિલા દ્વારા 'ગાડીમાં સાડી' રેલીનું આયોજન

Divyabhaskar.com | Updated - Jun 20, 2017, 04:45 PM

BMW અને ફેરારી જેવી વૈભવી કારમાં નીકળેલી રેલીએ લંડનથી લિસેસ્ટર સુધી એક દિવસમાં 416 કિમીનો પ્રવાસ કર્યો

 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારુલતાનો જન્મ ગુજરાતના નવસારીના પડઘા ગામમાં થયો છે
  લંડનઃ મૂળ ગુજરાતી અને બ્રિટિશ નાગરિકતા ધરાવતા ભારુલતા કાંબલેએ સરકારના મહત્વપૂર્ણ અભિયાન 'બેટી બચાઓ, બેટી પઢાઓ' માટે જાગૃતિ લાવવા લંડનમાં એક અનોખી અને ઐતિહાસિક કાર રેલીનું આયોજન કર્યું હતું. ભરૂલાતા તથા રેલીમાં ભાગ લેનારી મહિલાઓએ લાલ કલરની સાડી પહેરીને આ મહત્વપૂર્ણ ઝુંબેશને સમર્થન આપ્યું. કાંબલેની આ રેલીને BAPS સંસ્થા દ્વારા પણ ટેકો મળ્યો. BMW અને ફેરારી જેવી વૈભવી કારમાં નીકળેલી રેલીએ લંડનથી લેસ્ટર સુધી એક દિવસમાં 416 કિમીનો પ્રવાસ કર્યો. ભારુલતા હવે ઓથોરિટી સાથે વાતચીત કરીને આ રેલીને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે.
  100 મહિલાઓ પરંપરાગત સાડી અને જ્વેલરીમાં સજ્જ

  રવિવારના રોજ 100 મહિલાઓએ પરંપરાગત લાલ સાડી અને ભારતીય જ્વેલરીમાં સજ્જ થઈને લંડથી લીસેસ્ટર સુધી 'બેટી બચાઓ, બેઠી પઢાઓ'નો મેસેજ ફેલાવ્યો અને મહિલા સશક્તિકરણ અને શિક્ષણનો પ્રચાર કર્યો હતો. ભારુલતા કાંબલેએ આ રેલીની આગેવાની કરી હતી અને BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ટેકો આપવામાં આવ્યો. ગત વર્ષે જ્યારે ભારુલતાએ આર્કટિક સર્કલ અને 32 દેશોનો પ્રવાસ કર્યો ત્યારે પણ સ્વામીનારાયણ મંદિર તેમની સાથે ઉભું રહ્યું હતું. હાલ ફરી એકવાર મંદિરે રેલી 'ગાડીમાં સાડી'નું સ્વાગત કર્યું અને રેલીને શરૂઆતથી અંત સુધી ટેકો આપ્યો.
  આગળ વાંચોઃ કોણે કોણે લીધો રેલીમાં ભાગ?, જુઓ રેલીની વધુ તસવીરો...
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  100 મહિલાઓ પરંપરાગત સાડી અને જ્વેલરીમાં સજ્જ
  કોણે કોણે લીધો રેલીમાં ભાગ?

  કાંબલે જણાવે છે કે, 'આ ઈવેન્ટનો હેતુ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને પ્રોત્સાહન આપવા માટે છે. તેઓ અહીંયા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે અને ભારત તથા તેમના મૂળ વતનના બાળકોને શિક્ષણ માટે ટેકો આપે.' ઇવેન્ટના કોઓર્ડિનેટર આરતી વ્યાસ અને સુલેકા દાવાડાએ જણાવ્યું હતું કે, ઇવેન્ટની યોજના માટે બે મહિના થયા હતા. ભાગ લેનારાઓમાં BAPS મંદિરના મહિલા પાંખના વડા રેના અમીન, અનીતા રૂપેલિયા, બ્રેન્ટ ઇન્ડિયન એસોસિયેશનના ચેરપર્સન અને યુકેમાં પારસી સમુદાયના પ્રતિનિધિ ગુલ બિલીમોરિયાનો સમાવેશ થાય છે.
   
  આગળ વાંચોઃ નીસડેનના BAPS મંદિરથી લેસ્ટર BAPS મંદિર સુધીની રેલી
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ઢોલ-તાસ વગાડી રેલીની કરી શરૂઆત
  નીસડેનના BAPS મંદિરથી લેસ્ટર BAPS મંદિર સુધીની રેલી

  બ્રેન્ટ સેન્ટ્રલ એમપી ડોન બટલરે ઢોલ અને તાસાના અવાજ વચ્ચે રેલીને ફ્લેગ ઓફ કરી હતી. ભાગ લેનારી મહિલાઓએ લંડનમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોને અંજલિ આપી હતી. આ રેલીની લંડનમાં નીસડેનના BAPS સ્વામિનારાયણ મંદિરથી શરૂઆત થઈ અને લેસ્ટર ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. લેસેસ્ટર સિટી કાઉન્સિલના લોર્ડ મેયરે મંદિર ખાતે રેલીનું સ્વાગત કર્યું હતું.
   
  આગળ વાંચોઃ ભારૂલતાના નામે છે આ રેકોર્ડ્સ
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ભરૂલાતાએ તથા રેલીમાં ભાગ લેનારી મહિલાઓએ લાલ કલરની સાડી પહેરીને આ મહત્વપૂર્ણ ઝુંબેશને સમર્થન આપ્યું
  ભારૂલતાના નામે છે આ રેકોર્ડ્સ

  - ભરૂલાતા કાંબલેએ તાજેતરમાં જ યુકેથી ભારતનો 32 દેશોનો પોતાનો વિક્રમી કારનો પ્રવાસ પૂર્ણ કર્યો છે
  - આર્કટિક સર્કલને ફરતે 'બેટી બચાઓ, બેટી પઢાઓ', મહિલા સશક્તિકરણ અને શિક્ષણની ઝુંબેશનો પ્રચાર કર્યો છે. 
  - ભારત સરકારની ''બેટી બચાઓ, બેટી પઢાઓ'', મહિલા સશક્તિકરણ અને શિક્ષણની ઝુંબેશ દ્વારા પ્રેરણા લઈ ભારુલતાએ પર્વતો, દેશો અને બે ખંડની મુસાફરી કરી. 
  - ભારુલતા કાંબલેએ 32,000 કિમી એકલા કાર ડ્રાઈવ કરીને વર્લ્ડ રેકોર્ડ તો સ્થાપી દીધો છે પરંતુ સાથે સાથે આર્કટિક સર્કલને પૂર્ણ કરનારા પ્રથમ મહિલા પણ બન્યા છે.
   
  આગળ વાંચોઃ કોણ છે ભારુલતા?
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારુલતાના લગ્ન મરાઠી પરિવારમાં થયા છે, તેઓ વર્ષોથી યુકેમાં રહે છે.
  કોણ છે ભારુલતા?

  - ભારુલતાનો જન્મ ગુજરાતના નવસારીના પડઘા ગામમાં થયો છે. 
  - તેમણે આ વર્ષની 13મી સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડથી ભારત વાયા આર્કટિક સર્કલથી પ્રવાસ શરૂ કર્યો હતો. 
  - ભારુલતાના લગ્ન મરાઠી પરિવારમાં થયા છે, તેઓ વર્ષોથી યુકેમાં રહે છે. 
  - ભારુલતાના પતિનું વતન રાયગઢના મહદમાં છે.
   
  આગળ જૂઓઃ રેલીની વધુ તસવીરો...
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારુલતાના પતિનું વતન રાયગઢના મહદમાં છે.
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈવેન્ટનો હેતુ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને પ્રોત્સાહન આપવાનો
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારુલતા હવે ઓથોરિટી સાથે વાતચીત કરીને આ રેલીને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  BMW અને ફેરારી જેવી વૈભવી કારનો કાફલો
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારૂલતા કાંબલે
 • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ