UK: જરા યાદ કરો ઉનકી કુરબાની, મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડની શ્રદ્ધાંજલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇ.સ. 1939ની 1લી સપ્ટેમ્બરે શરૂ થયેલ બીજા વિશ્વયુદ્ધને વિશ્વનું સૌથી ભીષણ જંગ મનાય છે. એ મહાસંગ્રામે ધરતનીના તમામ ખૂણાને વધતા-ઓછા અંશે અસર કરી હતી. છ વર્ષ સુધી આખી દુનિયાને ભાલાની અણી પર રાખનારા બીજા વિશ્વયુદ્ધને સમાપ્ત થયે 72 વર્ષ થયા.
આ યુદ્ધમાં 10 કરોડથી વધુ લોકો જોડાયા હતા અને 7 કરોડથી વધુ લોકો ભીષણ જંગમાં માર્યા ગયા હતા. વર્ષ 1945માં યુદ્ધનો અંત આવ્યો અને યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયત યુનિયનનો વૈશ્વિક મહાસત્તા તરીકે ઉદય થયો.
વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોને સામૂહિક શ્રદ્ધાંજલી અર્પવા માટે યુકેમાં ખાસ રિમેમ્બ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ખાસ પરેડનું આયોજન કરવામાં આવે છે.
લંડનના એજવેર વિસ્તારમાં આયોજિત પરેડમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડને ખાસ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા.
શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડે કેવી રીતે શ્રદ્ધાંજલી અર્પણ કરી તેની તસવીરો અને રિમેમ્બ્રન્સ ડે અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલતા રહો....
(તસવીરોઃ સૂર્યકાંત જાદવા, લંડન)