• Gujarati News
  • National
  • Rath Yatra Started From Swaminarayan Mandir Harrow Ended Swaminarayan Mandir Stanmore

લંડનના રસ્તાઓ પર ગૂંજ્યો 'જય જગન્નાથ'નો નાદ, રથયાત્રામાં આવો હતો માહોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા):સમગ્ર વિશ્વમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આખા વર્ષમાં ભક્તજનો પ્રભુના દર્શન કરવા માટે મંદિરમાં જાય છે પરંતુ, રથયાત્રાના દિવસે ખુદ ભગવાન ભક્તોને દર્શન આપવા એક દિવસની નગરયાત્રાએ નીકળે છે. યુકેમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનની રથયાત્રા હેરો ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતેથી સ્ટેનમોર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી.
 
યુકેમાં યોજાયેલી રથયાત્રામાં કુલ ત્રણ રથ હતા. એક રથ પુરુષો માટે એક મહિલાઓ માટે અને એક રથ બાળકો માટે હતો. ત્રણેય રથ ભક્તો દ્વારા ખેંચવામાં આવ્યા હતા. રથયાત્રાને નીહાળવા માટે સેંકડો લોકો રોડની આસપાસ જોવા મળ્યા હતા. જેમાં ભારતીયો ઉપરાંત યુરોપિયન, એશિયન્સ, આફ્રિકન્સ પણ સામેલ હતા. સ્ટેનમોર મંદિરે ખાતે ભગવાનના રથ પહોંચતા તેમની પરંપરાગત આરતી કરવામાં આવી હતી. રથયાત્રાના અંતમાં લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. કાઉન્સીલર અને વિવિધ સમુદાયના લીડર્સને મહેમાન તરીકે રથયાત્રામાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...