તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી યુવતીનું UKમાં મેયર દ્વાર સન્માન, ફેલાવી રહી છે પોતાના કલ્ચરની સુવાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): ગુજરાતની સંસ્‍કૃતિને લંડનની ધરતી પર જીવંત રાખનારી અમદાવાદની નેહા પટેલને બ્રેન્ટ કાઉન્સિલરના મેયર પરવેઝ અહમદ દ્વારા ચેરિટી વર્કને સપોર્ટ કરવા બદલ સન્માનિત કરવામાં આવી છે. વિવિધ ઈવેન્ટ્સનું આયોજન કરીને નેહા લંડનમાં કલ્ચર ઈન્ડિયન ડાન્સ વિશે સમજાવી રહી છે. બે વર્ષ પહેલા અમદાવાદથી યુકે સ્થાયી થઈ હતી. 
 
કોણ છે નેહા પટેલ?

નેહા પટેલ સર્જન નર્તન એકેડમી ઈન્ડિયા એન્ડ યુકેની આર્ટિસ્ટ ડિરેક્ટર છે. તેણે પોતાના ભારતનાટ્યમ-અલંકાર(ડાન્સમાં MA) સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. આ ઉપરાંત ભારતીય ફોક ડાન્સમાં, બોલિવૂડ અને ફિટનેશ કાર્યક્રમમાં કુશળતા પ્રાપ્ત કરી છે. અમદાવાદની ઉચ્ચ પ્રતિષ્ઠિત ડાન્સ એકેડમી સરગમ નર્તન એકેડમીમાંથી નેહાએ વર્ષો સુધી ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યોમાં તાલીમ મેળવી છે. શરૂઆતના દિવસોમાં નેહાની ઉંમર માત્ર 5 વર્ષની જ હતી અને અત્યાર સુધી પોતાની નૃત્ય શૈલીને અન્ય નૃત્ય શૈલીને અનુરૂપ બનાવી અને ભારતીય નૃત્ય સાથે મિશ્રણ કરીને પ્રેમ અને ભારતીય કળાની પૂજા કરવા અંગે જ્ઞાન ફેલાવ્યું છે.
 
કેવી રીતે નેહા કરે છે કામ?

ગુજરાતી નેહા કડવા પાટીદાર સમાજ, કચ્છ લેવા પટેલ સમાજ અને ઘણા બધા મંદિરો અને સંગઠનો તેમજ યુકે ટોપરોમોટ ગુજરાતી આર્ટ અને કલ્ચર સાથે મળીને ક્લોઝલી કામ કરે છે. લોકોને ક્લચર ઈન્ડિયન ડાન્સ વિશે સમજાવવા માટે સ્કૂલ્સ, સમુદાયિક સેટિંગ અને મંદિરોમાં વર્કશોપનું આયોજન કરીને સખત મહેનત કરે છે. પરફોર્મન્સ મીટ ધ પરફેક્શન, જ્યારે નેહા ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં ફોક ડાન્સ શીખવાડે છે. 
 
આગળ વાંચોઃ કયા ડાન્સ કરવા ગમે છે નેહાને?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો