• Home
  • NRG
  • UK
  • indian pharmacist murdered his father with lethal fruit smoothie in uk

UKમાં ગુજરાતી ફાર્માસિસ્ટ પર વૃદ્ધ પિતાની હત્યાનો આરોપ, આપતો મોર્ફિનના ડોઝ

તેણે સ્વીકાર્યું કે, તેના 85 વર્ષીય પિતા ધીરજલાલ દેસાઈને આત્મહત્યા કરવામાં મદદ કરી

divyabhaskar.com | Updated - Nov 08, 2017, 08:34 AM
indian pharmacist murdered his father with lethal fruit smoothie in uk
યુકેઃ ભારતીય મૂળના ફાર્માસિસ્ટે સરેમાં પોતાના ઘરે વૃદ્ધ પિતાને ઘાતક મોર્ફિનનો ડોઝ આપીને હત્યા કરવા બદલ કેસ થયો છે. 59 વર્ષીય બિપિન દેસાઈ પર હત્યાનો અને ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બિપિન દેસાઇ પર હત્યાનો આરોપ

બિપિન દેસાઇ પર તેના વૃદ્ધ પિતા ધીરજલાલ દેસાઇને ટીવી પર ચેમ્પીયન લીગ મેચમાં માન્ચેસ્ટર યુનાઇટેડની મેચ જોયા બાદ તેના પર હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પછી બીજા દિવસે કામ પરથી ઘરે પહોંચ્યા બાદ પિતાને શોધવાનો ઢોંગ કરે છે. 59 વર્ષીય બિપિન દેસાઈ હાલ હત્યાના આરોપ પર સુનાવણીનો સામનો કરી રહ્યા છે.
આત્મહત્યામાં મદદ કરવાનો દાવો

બિપિન દેસાઈએ હત્યાના આરોપનો ઈનકાર કર્યો છે પરંતુ તેણે સ્વીકાર્યું કે, તેના 85 વર્ષીય પિતા ધીરજલાલ દેસાઈને આત્મહત્યા કરવામાં મદદ કરી કારણ કે તેઓ નિરાશ હતા અને પોતાનું જીવન પૂર્ણ કરવા માંગતા હતા. પરંતુ વકીલ વિલિયમ બોયસે ગિલ્ડફોર્ડ ક્રાઉન કોર્ટને સોમવારે જણાવ્યું કે, તે મૃત્યુંને કુદરતી જણાવીને છુપાવવા માંગતો હતો પરંતુ બાદમાં આત્મહત્યામાં મદદ કરવાનો દાવો કર્યો અને તે પણ ત્યારે ખબર પડી જ્યારે તેના પિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.
કાર્યસ્થળેથી ચોરી હતી દવા

'27મી તારીખે ટેબલ પર દેસાઈએ નાસ્તો મૂક્યો હતો પરંતુ પિતા ખાઈ શકતા નહોતા કારણ કે તેમનો શ્વાસ થંભી ગયો હતો. આ લાંબા જૂઠ્ઠાણાની શરૂઆત હતી.' બોયસે અદાલતમાં જણાવ્યું. વધુમાં તેણે જણાવ્યું કે, પછીના દિવસે જ્યારે તે કામ પર જઈ રહ્યો હતો ત્યારે તેને ખબર હતી કે તેના પિતાનું મૃત્યું થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનો અભિનેતા છે. 59 વર્ષીય ફાર્માસિસ્ટે સ્વીકાર્યું કે, તેણે તેના પિતાને ઓગસ્ટ 2015માં મોર્ફિન ફળોનો રસ આપ્યો અને પછી તેને ઘાતક ઈન્સ્યુલિનના ઈન્જેક્શન આપ્યા. તેણે તેના કાર્યસ્થળેથી દવાઓ ચોરી હોવાની વાત પણ સ્વીકારી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

indian pharmacist murdered his father with lethal fruit smoothie in uk
indian pharmacist murdered his father with lethal fruit smoothie in uk
indian pharmacist murdered his father with lethal fruit smoothie in uk
indian pharmacist murdered his father with lethal fruit smoothie in uk
indian pharmacist murdered his father with lethal fruit smoothie in uk
indian pharmacist murdered his father with lethal fruit smoothie in uk
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App