UK: ગુજરાત-રાજસ્થાનના બ્રિટિશ હાઈ કમિશનરે સ્વામિ. મંદિરમાં કર્યા હિંડોળા દર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): ગુજરાત અને રાજસ્થાનના ડેપ્યુટી બ્રિટિશ હાઈ કમિશનર જોફ વેઇને નોર્થ વેસ્ટ લંડનની મુલાકાત કરી હતી. તેમણે કિંગ્સબરીના વિશ્વના પ્રથમ ઈકો ટેમ્પલ એવા સ્વામિનારાયણ મંદિરના હિંડોળોના દર્શન કર્યા હતા. જોફ વેન મંદિરને જોઈને ખુશ થઈ ગયા હતા અને તેમને જાણવા મળ્યું કે આ મંદિરને સિવિક ટ્રસ્ટ અને એલપીએ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. મુલાકાત દરમિયાન તેઓએ મંદિર ફરતે રાઉન્ડ માર્યો હતો અને મંદિર વિશે જાણ્યું હતું. તથા શ્રદ્ધાળુ સાથે વાતચીત કરી હતી. તેઓ કેટલાક શ્રદ્ધાળુઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...