• Gujarati News
  • Ed Miliband MP Leader Of Labour Party UK Organised Diwali Party For Labour Ministers

યુકેઃ ભારતીયોને રિઝવવા ટોચના પોલિટિશયનની દિવાળી પાર્ટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લેબર પાર્ટીના ટોચના લીડર અને લીડર ઓફ ઓપોઝિશન એડ મિલિબેન્ડની દિવાળી પાર્ટી)
લંડન. યુકેમાં લેબર પાર્ટીના ટોચના નેતા, એમપી અને લીડર ઓફ ઓપોઝિશન એવા એડ મિલિબેન્ડે સેંટ જેમ્સ સ્થિત કોનરેડ હોટેલ ખાતે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં લેબર પાર્ટીના અન્ય નેતાઓ, બિઝનેસ મેન, ધાર્મિક સંસ્થાઓના આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. યુકે સ્થિત ભારતના હાઇ કમિશનર રંજન મથાઇને પાર્ટીના મુખ્ય મહેમાન હતા.
પાર્ટીની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકો મંત્રોચ્ચાર પણ કર્યો હતો. BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા એડ મિલિબેન્ડને ખાસ હાર મોકલવામાં આવ્યો હતો. જ્યારે સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર તરફથી પણ આગેવાનોએ પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટીમાં ડેપ્યુટી લીડર અને શેડો કલ્ચર હેરિએટ હર્મન, શેડો જસ્ટિસ સેક્રેટરી સાદિક ખાન, સીમા મલ્હોત્રા, એમપી વિરેન્દ્ર શર્મા, બેરી ગાર્ડિનર, કીથ વાઝ તથા આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર ડૉન બટલર અને ઉમા કુમારન પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા.
પાર્ટીમાં ઇન્ડિયન મ્યુઝિકનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
લેબર પાર્ટીના ટોચના લીડર અને લીડર ઓફ ઓપોઝિશન એડ મિલિબેન્ડની દિવાળી પાર્ટીની વધુ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો
(તસવીરો અને અહેવાલઃ સૂર્યકાંત જાદવા, લંડન)