તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 વર્ષ બાદ શાહી દંપત્તી ભારતની આવશે, 1992માં પ્રિન્સ અને પ્રિન્સેસ આવ્યા'તા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરજી ડેસ્ક: બ્રિટનની શાહી દંપત્તી એપ્રિલમાં ભારત અને ભુતાનના પ્રવાશે આવશે, આ અંગે કેશિંગ્ટન પેલેસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. 1992માં પ્રિન્સ અને પ્રિન્સેસ પણ ભારતનો પ્રવાસ કર્યો હતો.જેમાં ડાયેનાએ તાજમહેલની મુલાકાત લીધી હતી ત્યારે 24 વર્ષ બાદ બ્રિટનની રાજકુમારી કેટ વિલિયમ પણ પોતાના પ્રવાસ દરમિયાન તાજમહેલની મુલાકાત લેશે.
શાહી દંપતી ભારત પ્રવાસે
કેશિંગ્ટન પેલેસના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પ્રિન્સ વિલિયમ અને કેટ વિલિયમ 10 એપ્રિલે મુંબઈ આવશે. 14 એપ્રિલે શાહી દંપત્તી ભુતાન જશે અને ત્યારબાદ 16 એપ્રિલે ફરી ભારત આવશે અને અહીંથી બ્રિટન રવાના થશે. સાથે જ તેઓએ જણાવ્યુ કે સાત દિવસના ટુરને લઈને રાજકુમારી કેટ અને રાજકુમાર વિલિયમ ખુબ ખુશ છે.
24 વર્ષ બાદ ભારત પ્રવાસ
ઉલ્લેખનીય છે કે 1992માં પ્રિન્સ વિલિયમની માતા એટલે રાજકુમારી ડાયેનાએ ભારત પ્રવાસે આવ્યા હતા. એ સમયે તેઓએ તાજમહેલની મુલાકાત કરી હતી. ત્યારે 24 વર્ષ બાદ ફરી એક વાર બ્રિટનની કોઈ રાજકુમારી તાજમહેલની મુલાકાત કરશે. શાહી દંપતીના ભારત પ્રવાસની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતવર્ષે નવેમ્બરમાં કરેલા બ્રિટન પ્રવાસ દરમિયાન કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...