તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડનના BAPS સ્વામિ. મંદિરમાં ભગવાનના દર્શને પત્ની સાથે પધાર્યા બ્રિટનના PM

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોન અને તેમની પત્ની સમંથા કેમેરોને ચોથી નવેમ્બરે ભારતની બહાર આવેલા સૌથી મોટા હિન્દુ મંદિર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર-નીસ્ડન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
એટલું જ નહીં સ્ટાઇલ આઇકોન તરીકે જાણીતા વડાપ્રધાન ડેવિડ કેમેરોનની પત્ની સમંથા ખાસ બ્રાઉન સાડીમાં તૈયાર થઇને મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા. દિવાળી ઉજવણી નિમિત્તે હજારો સ્વામિનારાયણ ભક્તો મંદિરમાં હાજર રહ્યા હતા.
નોર્થ-વેસ્ટ લંડનમાં આવેલા મંદિરમાં વડાપ્રધાને ભગવાન સ્વામિનારાયણને ધરાવવામાં આવેલા અન્નકૂટના પણ દર્શન કર્યા હતા. બાદમાં વડાપ્રધાન અને સમંથાએ ભગવાનને અભિષેક પણ કરાવ્યો હતો.
ભાવિકોને કેમરોને દિવાળીની શુભકામનાઓ આપવાની સાથે સાથે જય સ્વામિનારાયણ કહેતા જ મંદિર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યુ હતુ.
બાદમાં બ્રિટનના પીએમએ મંદિરની તસવીરો ટ્વિટર પર પોતાના 5,00,000 કરતાં વધુ ફોલોઅર્સ સાથે પણ શેર કરી હતી.
BAPS નીસ્ડન મંદિરમાં બ્રિટનના વડાપ્રધાન અને તેમના પત્નીની વધુ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલો...