તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલ્ટન ડ્યુઓઃ નાલિશા પટેલ અને હાસિબ હમીદને એશિયન ક્રિકેટ પુરસ્કાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલ્ટનઃ બે ટોચના બોલ્ટન ક્રિકેટની પ્રતિભાઓની ઉપલબ્ધિઓને રાષ્ટ્રિય એશિયાઈ ક્રિકેટ પુરસ્કારોથી સન્માનિક કરવામાં આવ્યા છે. યુકેના સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં લંકાશાયર સ્ટાર હસીબ હમીદ અને મૂળ ગુજરાતી નાલિશા પટેલને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નાલિશા પટેલની વાત કરીએ તો પટેલે લંકાશાયર મહિલાઓની એક દિવસીય ટીમ અને લંકાશાયર થંડર ટી-20 માટે રમે છે, સંયુક્ત રૂપે ક્રિકેટમાં મહિલાઓની નિયુક્તિ કરવામાં આવી હતી.
આવી રહી અત્યાર સુધીની સફર

બંન્ન ખેલાડી જુનિયર કાઉન્ટી લંકાશાયર ક્રિકેટ બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમોના માધ્યમથી આવ્યા છે. ઓફ સ્પિનર નાલિશા પટેલ ગત વર્ષે જ્યારે લંડનમાં રોયલ અંડર -17 કાઉન્ટી કપ જીતી ત્યારે તેની આ સત્રમાં કપ્તાની અને લંકશાયરનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કરી દીધું હતું.
શું કહ્યું નાલિશાએ?

મૂળ ગૂજરાતી નાલિશાએ કહ્યું કે, મને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી મને અદભૂત અહેસાસ થઈ રહ્યો છે. યુવા ખેલાડીઓ માટે, હું કહી શકું છું કે, આત્મવિશ્વાસ જ તમને અહીં સુધી પહોંચાડશે. હું ઘણા લોકોને મળી, ઘણા મિત્રો સાથે મુલાકાત કરી,. મુસાફરી કરવાની તક હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, હસીબ હમીદની તસવીર...
અન્ય સમાચારો પણ છે...