• Gujarati News
  • Baladia Leva Patel Sarvodal Diwali Get Together Night

બળદિયા ગામના કચ્છી પટેલોનું યુકેમાં ધમાલ દિવાળી સેલિબ્રેશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વભરમાં ખંતીલા ગુજરાતીઓ વસેલા છે અને ગુજ્જુઓ દરેક તહેવારને હોંશભેર ઉજવવામાં માને. યુકેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને કચ્છના બળદિયા ગામના કચ્છી લેવા પટેલો નોંધપાત્ર સંખ્યામાં વસે છે.
કચ્છના કરોડપતિ ગામના આ રહેવાસીઓ લંડનમાં પોતાના વતનના લોકો સાથે હળીમળીને રહે છે. દિવાળીની દિવસે લોકો પોતાના નજીકના સંબંધીઓ નજીક રહેતા પરિવારજનો સાથે ઉજવણી કરી હતી, પરંતુ ગામના દરેક લોકોને મળવું વ્યસ્તતાને કારણે શક્ય નથી હોતું, આથી બળદિયા લેવા પટેલ સર્વોદલ દ્વારા હેરોના બેયરોન હોલ ખાતે ગામના તમામ લોકો માટે ખાસ ગેટ-ટુ-ગેધર નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.
લંડનમાં વસતા બળદિયા ગામના લોકોએ દિવાળી ગેટ-ટુ-ગેધરમાં ભારે ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
દિવાળી ગેટ-ટુ-ગેધરમાં કચ્છી લેવા પટેલોની ધમાલ અંગે જાણવા માટે સ્લાઇડ બદલતા રહો....
(અહેવાલ અને તસવીરોઃ સૂર્યકાંત જાદવા, લંડન)