• Home
  • NRG
  • UK
  • amdawadi girl and her Healthy Delights a hit in london Harrow

અમદાવાદી યુવતી લંડનમાં કરે છે હેલ્થી કપ કેકનો બિઝનેસ, ગોરાઓ લગાવે છે લાઈન

પુત્રીને પ્રેરણાસ્ત્રોત માનીને માતાએ પણ શહેરમાં અનુજાની હેલ્થી કપ કેક બનાવવાનું શરૂ કરી દીધું

divyabhaskar.com | Updated - Nov 04, 2017, 12:31 PM
amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
લંડનઃ એક સ્ત્રી જેણે માર્કેટિંગમાં પોતાની કારકીર્દી છોડીને બેકિંગની આશાઓ સાથે 'હેલ્થી' કેક બનાવવાની શરૂ કરી અને ડાયાબિટીસના દર્દી માટે સ્વીટ કેકનું સોલ્યુશન લાવી આપ્યું. અમદાવાદ મૂળની અને હાલ હેરો ખાતે રહેતી અનુજા વકીલને તાજેતરમાં હેરો સિટીનાં મેયર કલ્લર માર્ગેટ ડાવિન દ્વારા હાઇ-ટી માટે ઇન્વાઇટ આમંત્રિત કરવામાં આવી હતી, જ્યાં તેણી કેટલાક ક્રિએશન સાથે લાવી હતી.
ડાયાબિટીસના દર્દીઓ લોકો માટે તૈયાર કરે છે કેક

- અમદાવાદની ૩૬ વર્ષીય યુવતી અનુજા વકીલ અમદાવાદમાં લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરતી હતી, લગ્ન બાદ તે તેના પતિ સાથે લંડન શિફ્ટ થઈ હતી.
- અનુજા હાલ તેના પતિ અને પુત્ર સાથે લંડનના હેરોમાં રહે છે અને સાથે હેલ્થી ડિલાઈટ્સમાં ડાયાબિટીસ ધરાવતા લોકો માટે હેલ્થી કપ કેક્સ તૈયાર કરે છે.
- હાલ હેલ્થી કપ કેક્સ જાણીતું નામ બની ગયું છે.
- પુત્રીને પ્રેરણાસ્ત્રોત માનીને માતાએ પણ શહેરમાં અનુજાની હેલ્થી કપ કેક બનાવવાનું શરૂ કરી દીધું છે.
અનુજાના કેક આ કારણે છે હેલ્થી

- હેલ્થી કપ કેક બનાવવા અંગે અનુજાએ કહ્યું કે, આ કપ કેક બટર અને શુગર વગર તૈયાર કરવામાં આવે છે અને તેમાં એગનો સહેજ પણ ઉપયોગ કરવામાં આવતો નથી.
- તેમજ આ કેક મેંદામાંથી નહીં પરંતુ મલ્ટી ગ્રેન લોટમાંથી બનાવવામાં આવે છે.
- આ કપ કેકમાં ફાઉન્ટેન કેક હાલ ટ્રેન્ડમાં છે, પરંતુ તેમાં સુગરના રોટલાના બદલે હેલ્થી વાઈટ ક્રિમનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ ક્રિમથી ફિનિશિંગ કરવાનું કામ અનુજા વેલેરિયા અને ક્રિસ્નિયા પાસેથી શીખી છે.
આગળ વાંચોઃ અનુજાએ લંડનમાં કેવી રીતે ફેલાવ્યો કપ કેક્સનો બિઝનેસ...

amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
આ રીતે મુંબઈમાં શરૂ કર્યો હતો બિઝનેસ

- વધુમાં અનુજાએ કહ્યું કે, મેં તૈયાર કરેલી કપ કેક્સ હેલ્થી હોય છે અને ખાસ કરીને બાળકો આ કપ કેકને વિનાં સંકોચે ખાઈ શકે છે. 
- મેં મલ્ટી ગ્રેન લોટમાંથી કપ કેક બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે હું મુંબઈમાં જે ફ્લેટમાં રહેતી હતી ત્યાં ફ્રિમાં આપતી હતી, પણ કોઈએ મને સાથ આપ્યો નહોતો. 
- આ દરમિયાન મુંબઈની એક નર્સરી સ્કૂલમાં મને સ્ટોલ નાખવાની તક મળી, અહીંથી મારા જીવનમાં વળાંક આવ્યો. 
- સ્ટોલ પર આવતી માતાઓને મેં બનાવેલી કેક હેલ્થી લાગી અને એ પછી મને ઓર્ડર મળવાના શરૂ થયા હતા. 
- મુંબઈની જાણીતી સ્કૂલોમાં કોઈ પણ સ્ટુડન્ટનો બર્થ ડે હોય તો કપ કેકનો ઓર્ડર મને જ મળતો હતો. 
amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
લંડનમાં આ રીતે સેટ કર્યો બિઝનેસ

- અનુજાએ જણાવ્યું કે, કપ કેક્સનો બિઝનેસ માંડ સેટ થયો ત્યાં ફરી મારા જીવનમાં વળાંક આવ્યો અને મારે મારા પતિ સાથે લંડનમાં શિફ્ટ થવાનું થયું. 
- અહીંયા મને ખબર નહોતી કે કપ કેક બનાવવાનો સામાન ક્યા મળે છે તે છતા મુંબઈથી હું જે સામાન લઈને આવી હતી.
- આ સામાનમાંથી કપ કેક બનાવી અને પુત્રને નર્સરીમાં જે સ્કૂલમાં દાખલ કર્યો હતો ત્યાં આવતી માતાઓને કપ કેક ટેસ્ટ કરાવી.
- બાદમાં અહીંયા પણ ઓર્ડર આવવાના શરૂ થઈ ગયા. 
- અહીંયા થોડા સમય બાદ ઈન્ટરનેટ પર સર્ફિગ કરવાનું શરૂ કર્યું જેના દ્વારા મને આસપાસના માર્કેટ મળ્યા. 
- મને મારા પતિનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે જેમના લીધું આજે હું આ સ્તરે પહોંચી છું.
amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
આ કારણે ફેમસ બની કપ કેક્સ

- લંડનના હેરોમાં પરિવાર સાથે રહેતી અનુજા છેલ્લાં સાડા પાંચ વર્ષથી લંડનમાં રહે છે અને અહીંયા અનુજા હેલ્થી ડિલાઇટ્સ ફોર કપ કેક બનાવે છે. 
- તે કેક બનાવવાનો સામાન અમદાવાદથી લઈ જાય છે. કેકમાં વપરાતા વિવિધ પ્રકાર ફ્લેવર અને ટેસ્ટ માટે તે લંડનમાં વિખ્યાત બની છે. 
- લંડનમાં બેસ્ટ ક્વોલિટી ધરાવતી કપ કેક પણ તે નોર્મલ રેટમાં આપે છે. 
- અહીંયા ફ્યુઝન કપ કેકસ તેમજ કેકનો કોન્સેપ્ટ શરૂ કરતી અનુજા કેકમાં ગુલાબ જાંબુ, બુંદીના લાડુ જેવાં કોન્સેપ્ટથી કેક તૈયાર કરે છે.
amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
હેરોના મેયર તથા બોલિવૂડન અભિનેત્રીને ચખાડ્યો છે સ્વાદ

- લંડનની હેરો સિટીનાં મેયર કલ્લર માર્ગેટ ડાવિનને પણ ડાયાબિટીસ ટાઇપ -૨ની બીમારી છે. 
- જ્યારે હેરોનાં મેયર એક ફંકશનમાં આવ્યા હતાં ત્યારે કપ કેક ખાવાનો ઇન્કાર કર્યો હતો. 
- જેને લઈને અનુજાએ સ્પેશિયલ મેયર માટે સુગર ફ્રી કપ કેક તૈયાર કરી. આ કપ કેકને બેક કરવા માટે યોર્ગટ પણ ઉપયોગમાં લીધું હતું. 
- જ્યારે મેયરે તેમને હાઇ-ટી માટે ઇન્વાઇટ કર્યા ત્યારે  તેમને સુગર ફ્રી કપ કેક પસંદ આવી હતી. 
- આ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન જ્યારે હેરોમાં એક ઇવેન્ટની મુલાકાતે આવી હતી ત્યારે તેને પણ આ કપ કેક ટેસ્ટ કરી વખાણ કર્યા હતા.
amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
amdawadi girl and her Healthy Delights a hit in london Harrow
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App