ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» વલસાડની હુમૈરા લંડન કાઉન્સિલની ચૂંટણી જીતી, પ્રથમ ભારતીય મહિલા | valsadi humeera elected as Landon councilor

    લંડન કાઉન્સિલમાં મૂળ ગુજરાતી હુમૈરાનો વિજય, પ્રથમ ભારતીય મહિલા

    Bhaskar News, Valsad | Last Modified - May 12, 2018, 01:10 AM IST

    હુમૈરાએ આ વર્ષે જ પોલિટિક્સ વિષયમાં સ્નાતક ડિગ્રી મેળવી
    • લંડન કાઉન્સિલમાં મૂળ ગુજરાતી હુમૈરાનો વિજય, પ્રથમ ભારતીય મહિલા
      લંડન કાઉન્સિલમાં મૂળ ગુજરાતી હુમૈરાનો વિજય, પ્રથમ ભારતીય મહિલા

      વલસાડ: મૂળ વલસાડના ગરાસિયા પરિવારની 21 વર્ષીય યુવતી હુમૈરા લંડન કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બની છે. લંડનમાં પ્રથમવાર અેક ભારતીય મુસ્લિમ મહિલા કાઉન્સિલર બની હુમૈરાએ દેશનું નામ રોશન કર્યું છે.
      વલસાડના નાનાતાઇવાડમાં રહેતા અને ભાગડાવડા ગ્રીનપાર્ક-2માં નિવાસસ્થાન ધરાવતા રફીક ગરાસિયા લાંબા સમયથી તેમની ચાર દીકરી અને એક દીકરા સાથે લંડનમાં સ્થાયી થયેલા છે. જેમાંની એક દિકરી હુમૈરા ગરાસિયાએ આ વર્ષે જ પોલિટિક્સ ‌‌વિષયમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે.

      નાનાતાઈવાડનો ગરાસિયા પરિવાર વર્ષોથી લંડનમાં સ્થાયી થયો છે

      લંડનમાં જન્મેલી આ આશાસ્પદ યુવતીએ રાજકારણમાં ઝંપલાવવાના પ્રથમ પગલાંરૂપે લંડન કાઉન્સિલની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.જેમાં હુમૈરા ચૂંટાઇ આવતા લંડનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલાનો માનમરતબો પ્રાપ્ત કર્યો છે. હુમૈરા ગરાસિયા હેકની યુથ પાર્લામેન્ટ અને બ્રિટન યુથ પાર્લામેન્ટની ભૂતપૂર્વ સભ્ય હતી. હાલમાં તે હેકની બોરોગ ઓફ લંડનના યુવા કાઉન્સિલર બની છે. હુમૈરાના દાદા મુસ્તફા ગરાસિયા વલસાડ ખાતે રેલવેના ટીસી હતા.હુમૈરા ગત વર્ષે જ વલસાડ આવી હતી.

      રાજકારણમાં જ કારકિર્દી બનાવી લોકોની સેવા કરવા માગું છું

      મેં પોલિટિક્સમાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું છે એટલે આ જ ક્ષેત્રમાં ફુલ ટાઇમ કેરિયર બનાવવા માગું છું. મને શરૂઆતથી જ રાજકારણમાં રસ હતો.જેથી આ ક્ષેત્ર પસંદ કર્યું છે. જેના દ્વારા લોકોની સેવા કરવાની તક મળી શકશે. હવે આગળ અભ્યાસ કરવાનો ઇરાદો નથી,પણ રાજકારણમાં આગળ ધપવાનો નિશ્ચય કર્યો છે. લંડનમાં આ ક્ષેત્રેમાં પણ ઘણા સ્કોપ દેખાઈ રહ્યા છે. હુમૈરા ગરાસિયા, કાઉન્સિલર, લંડન

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વલસાડની હુમૈરા લંડન કાઉન્સિલની ચૂંટણી જીતી, પ્રથમ ભારતીય મહિલા | valsadi humeera elected as Landon councilor
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top