Home » NRG » UK » થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai

એક સમયે 350 રૂ. કમાણી કરતો આ ભારતીય, આજે ઇંગ્લેન્ડમાં 18 કરોડની કંપનીનો છે માલિક

Divyabhaskar.com | Updated - Apr 23, 2018, 06:00 PM

એક સમયે 350 રૂપિયા કમાનાર રૂપેશ થોમસ આજે ઇંગ્લેન્ડમાં સાડા 18 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે

  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇંગ્લેન્ડમાં રહે છે ભારતીય બિઝનેસમેન રૂપેશ થોમસ

    એનઆરજી ડેસ્કઃ આ વાત એવા ભારતીય છે કે, જે થોડાં રૂપિયા લઇને વિદેશમાં પોતાના સપનાની જિંદગી જીવવા માટે ગયો અને તેને પુરાં પણ કર્યા. એક સમયે 350 રૂપિયા કમાનાર રૂપેશ થોમસ આજે ઇંગ્લેન્ડમાં સાડા 18 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. ચાય ટીના બિઝનેસે તેને મિલિયોનર બનાવી દીધો. તેના પ્રોડક્ટ ઇંગ્લેન્ડના પ્રખ્યાત સ્ટોર હાર્વે નિકોલ્સમાં સપ્લાય થઇ રહ્યા છે.


    લંડનમાં રહે છે 9 કરોડના બંગલામાં


    - 39 વર્ષીય રૂપેશ સાઉથ વેસ્ટ લંડનના વિમ્બલ્ડનમાં 9 કરોડના બંગલામાં રહે છે. વળી, તેઓનું સેકન્ડ હોમ સાઉથ લંડનના ક્રોડનમાં છે, જેની કિંમત 3 કરોડ રૂપિયા છે.
    - તેઓનો બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયાને પાર થઇ ગયું છે. તેઓની ચાય ટીની સપ્લાય દેશના લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર હાર્વે નિકોલ્સમાં થઇ રહી છે.
    - કેરળમાં જન્મેલા રૂપેશને હંમેશાથી ઇંગ્લેન્ડને લઇને એક અલગ જ લગાવ રહ્યો છે. તેઓએ અહીં જઇને પોતાનું કરિયર બનાવવા અને જીવન પસાર કરવાનો નિર્ણય કર્યો હતો.
    - તેઓએ જણાવ્યું કે, મારાં પિતા કામ અર્થે ટ્રાવેલ કરતા હતા. તેઓની પાસે લંડનનો એક ફોટોગ્રાફ હતો, હું અહીં જવા માટે આતુર હતો. મારાં શ્રેષ્ઠ જીવનના સપનાં જોતો હતો, જે માત્ર ઇંગ્લેન્ડમાં જ પુર્ણ થઇ શકે તેમ હતા.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, તેઓ કેવી રીતે પહોંચ્યા સપનાનાં દેશ ઇંગ્લેન્ડ...

  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાના બિઝનેસે તેને મિલિયોનર બનાવી દીધો

    આવી રીતે પહોંચ્યા સપનાના દેશ ઇંગ્લેન્ડ 


    - 23 વર્ષની ઉંમરે રૂપેશે 28 હજાર રૂપિયામાં પોતાના યામાહા મોટરસાઇકલ વેચી દીધી. ત્યારબાદ તેઓએ પિતા પાસેથી અમુક રકમ લીધી અને 2002માં લંડન પહોંચી ગયા. 
    - તેઓ ઇસ્ટ લંડનના સ્ટ્રેટફોર્ડ પહોંચ્યા અને તે જ દિવસથી તેઓએ મેકડોનાલ્ડમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું. અહીં તેઓને એક કલાકના 350 રૂપિયા મળતા હતા. 
    - તેઓએ કહ્યું કે, આ ખૂબ જ મહેનતનું કામ હતું, પણ હું હંમેશા હસતો રહેતો હતો. હું બિઝનેસમેનને જોતો અને અનુભવ કરતો કે હું ખરેખર શું કરવા ઇચ્છું છું. 
    - રૂપેશે જણાવ્યું કે, મેકડોનાલ્ડમાં જોબના થોડાં અઠવાડિયા બાદ મને કેરિયરની જોબ મળી. ત્યારબાદ 2003માં તેઓએ ડોર-ટૂ-ડોર સેલ્સમેનનું કામ કર્યુ. 
    - થોડાં મહિનાઓ બાદ તેઓ કંપનીના વેસ્ટ સેલર બન્યા અને ટીમ લીડર તરીકે તેઓનું પ્રમોશન થયું. કામ દરમિયાન જ તેમની મુલાકાત ફ્યૂચર વાઇફ એલેક્ઝાન્ડ્રા સાથે થઇ. 
    - આ બંનેએ અનેક મુલાકાતો બાદ 2007માં લગ્ન કરી લીધા. લગ્નનું સેલિબ્રેશન ફ્રાન્સ અને ભારતના કેરળ બંને સ્થળો પર થયું. 
    - 2009માં તેઓએ વિબલ્ડન ટેનિસ ગ્રાઉન્ડની પાસે એક મિડ ટેરેસ ઘર લીધું, તેઓનો સાત વર્ષનો એક દિકરો કિયાન પણ છે. 

     

    આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે આવ્યો બિઝનેસનો આઇડિયા... 

  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    તેઓનો બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયાને પાર થઇ ગયું છે

    આવી રીતે આવ્યો બિઝનેસનો આઇડિયા


    - રૂપેશ જણાવે છે કે, સેલ્સમેન તરીકે કામ કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું. લાંબા-લાંબા કલાકો સુધી કામ કરવું પડતું હતું, પરંતુ મને પૈસાની સખત જરૂર હતી. તેથી આ કામ કરવું ખૂબ જ જરૂરી હતું. 
    - તેઓને પોતાની સેલ્સ કેપેસિટીના કારણે મોબાઇલ ફોન કંપનીમાં જોબ મળી ગઇ. રૂપેશને અહીં પણ ખૂબ જ મહેતનથી કામ કર્યુ. 
    - રૂપેશે જણાવ્યું કે, તેઓને પોતાના બિઝનેસનો આઇડિયા 2007માં એ સમયે આવ્યો, જ્યારે તેણે વાઇફને ભારતીય ચાને લઇને અલગ જ નશો જોયો. 
    - રૂપેશના જણાવ્યા અનુસાર, એલેક્ઝાન્ડ્રાને ચા ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે પણ આ બંને ભારતમાં હોય છે તે એક દિવસમાં અંદાજિત 10 ચા સુદ્ધાં પી જતી હતી. 
    - તેઓએ જણાવ્યું કે, આ ઘટનાક્રમ યુકેમાં પણ યથાવત રહ્યો. પરંતુ ચામાં વધારે ખાંડ હતી અને તે ચાની પત્તીઓમાંથી બનેલી નહતો. આ જોઇને જ રૂપેશને ચાના પ્રોડક્શનનો વિચાર આવ્યો. 

  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    કામ દરમિયાન જ તેમની મુલાકાત ફ્યૂચર વાઇફ એલેક્ઝાન્ડ્રા સાથે થઇ

    સેવિંગ્સના સહારે ખોલ્યો બિઝનેસ

     
    - 2015માં તેઓએ બેંક બચતમાં રાખેલા દોઢ લાખ રૂપિયા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી તેઓને ફાયદો પણ મળ્યો. 
    - રૂપેશે જણાવ્યું કે, હું એક જુગાર રમી રહ્યો હતો. મને લાગ્યું કે, અહીં ચા માટે સૌથી મોટું માર્કેટ છે. મારો જુગાર કામમાં પણ આવી ગયો. 
    - તેઓએ જણાવ્યું કે, ગયા વર્ષે માર્ચમાં ઇંગ્લેન્ડનો જાણીતો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હાર્વે નિકોલ્સ પણ આ પ્રોડક્ટની ક્વોલિટીથી ઇમ્પ્રેસ થયો. મેં મારાં સાત સ્ટોરમાં આ સ્ટોક રાખવાનું શરૂ કરી દીધું. 
    - આ પ્રોડક્ટની પહોંચ તે સમયે પણ મોટાંપાયે થઇ ગઇ, જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં સેન્સબરીએ આ પ્રોડક્ટનું સ્ટોકિંગ શરૂ કરી દીધું. 
    - પોતાની સફળતાને લઇને રૂપેશે જણાવ્યું કે, મેં એ સાબિત કરી દીધું છે કે, મહેનત તમને સફળ બનાવી શકે છે. હું હકીકતમાં રિયલ લાઇફ સ્લમડોગ મિલિયોનર છું. 

     

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, રૂપેશ અને તેની ફેમિલીના PHOTOS... 

  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    23 વર્ષની ઉંમરે રૂપેશે 28 હજાર રૂપિયામાં પોતાના યામાહા મોટરસાઇકલ વેચી દીધી
  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    કેરળમાં જન્મેલા રૂપેશને હંમેશાથી ઇંગ્લેન્ડને લઇને એક અલગ જ લગાવ હતો
  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આ બંનેએ અનેક મુલાકાતો બાદ 2007માં લગ્ન કરી લીધા
  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તેઓને સાત વર્ષનો એક દિકરો કિયાન પણ છે
  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રૂપેશ થોમસનો બાળપણનો ફોટોગ્રાફ
  • થોમસના બિઝનેસ ટુક ટુક ચાયનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે| Rupesh Thomas supplies luxurious Harvey Nicholas with his Tuk Tuk Chai
    મમ્મી સાથે રૂપેશ થોમસનો બાળપણનો ફોટોગ્રાફ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending