ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Ramniklal Jogiya: sixth arrest over jeweller death

  લંડનમાં ગુજરાતી મૂળના સોનીની હત્યા કેસમાં પોલીસે કરી છઠ્ઠા આરોપીની ધરપકડ

  divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 04:16 PM IST

  સોની રમણીકલાલ જોગિયાના અપહરણ અને હત્યાના સબંધમાં બ્રિટિશ પોલીસે છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરી છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   લંડનઃ લેસ્ટરમાં ગયા સપ્તાહે મૃતક હાલતમાં મળી આવેલા ગુજરાતી મૂળના સોની રમણીકલાલ જોગિયાના અપહરણ અને હત્યાના સબંધમાં બ્રિટિશ પોલીસે છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરી છે.

   74 વર્ષના સોની કામ પરથી નીકળીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરી એક વાહનમાં તેમને ઉઠાવી લેવામાં આવ્યા હતા. '20 વર્ષના એક યુવાનને શંકાના આધારે પકડી લેવામાં આવ્યો હતો જે હાલમાં અમારી કસ્ટડીમાં છે જ્યાં જાસુસો દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવશે'એમ લેસ્ટરશાયર પોલીસે કહ્યું હતું.

   લેસ્ટરના ૧૮ અને ૨૨ વર્ષના બે યુવાનોને અપહરણ અને હત્યાની શંકાના આધારે સોમવારે પકડી લેવામાં આવ્યા હતા અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. અગાઉ લેસ્ટરના ત્રણ જણાને જોગિયાની હત્યા અને અપહરણ તેમજ લૂંટના આરોપસર પકડવામાં આવ્યા હતા.

   તેને ગુરૂવારે લેસ્ટર મેજીસ્ટ્રેર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો અને ૨૮ ફેબુ્રઆરીએ લેસ્ટર ક્રાઉન કોર્ટમાં રજૂ થાય ત્યાં સુધી રીમાંડ પર મોકલવામાં આવ્યા હતા.

   ત્રણ પુત્રોના પિતા એવા રમણીકલાલ છેલ્લે તેમના પરિવારની દુકાન બંધ કરીને તાળા મારતા જોવા મળ્યા હતા. ભારતીય મૂળના લોકોની જ્યાં મોટાભાગે સોનીની દુકાનો આવેલી છે તે ગોલ્ડન મિલ તરીકે ઓળખતા બેલગ્રેવ રોડ વિસ્તારમાં તેમનો શો રૃમ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Ramniklal Jogiya: sixth arrest over jeweller death
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top