Divya Bhaskar

Home » NRG » UK » Priti Patel was forced to quit her role as International Development Secretary

UKમાં મિનિસ્ટર રહી ચૂકી છે ગુજરાતી પટેલ યુવતી, એક ભૂલના લીધે થયો 15 લાખનો દંડ

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 06:15 PM

પ્રીતિએ સીનિયર ઇઝરાયલ મંત્રીઓ સાથે સિક્રેટ મીટિંગ કરી હોવાનું બહાર આવ્યું હતું

  • Priti Patel was forced to quit her role as International Development Secretary
    પ્રીતિએ ઇઝરાયલમાં વેકેશન દરમિયાન યોગ્ય ફોરમ અને પ્રોટોકોલનું પાલન કર્યા વગર અહીંના વડાપ્રધાન અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ બ્રિટનમાં ગુજરાતી મૂળની વરિષ્ઠ મંત્રી પ્રીતિ પટેલને સરકારને 15 લાખ 35 હજાર રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. હકીકતમાં, કેબિનેટમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટરના પદે રહેવા દરમિયાન પ્રીતિએ ઇઝરાયલ સાથે મુલાકાત કરી હતી. જે બદલ તેને આટલી મોટી રકમ દંડ તરીકે ચૂકવવાની છે. બ્રિટનના નિયમો અનુસાર, જે મંત્રીઓને પદભ્રષ્ટ કરવામાં આવે કે જેઓ રાજીનામું આપે તેઓના પગારની માહિતી બહાર પાડવામાં આવતી નથી. હાલમાં જ બ્રેક્ઝિટ મામલે રાજીનામું આપનાર વિદેશ મંત્રી બોરિસ જ્હોનસનને પેમેન્ટ કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગેની માહિતી પણ બહાર પાડવામાં આવી નથી.


    UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; 'પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત'


    વર્ષ 2017-18ના ખાતા અનુસાર દંડ ભરવાનો રહેશે


    - પ્રીતિ પટેલને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટસના એન્યુઅલ એકાઉન્ટ વર્ષ 2017-18ના ડિપાર્ટમેન્ટ તરફથી આ દંડની રકમની વિગતો છે.
    - ડોક્યુમેન્ટ અનુસાર, પ્રીતિ પટેલે નવેમ્બરમાં આફ્રિકાની મુલાકાતથી તાત્કાલિક પરત બોલાવવામાં આવ્યા હતા. પ્રીતિએ અહીં સીનિયર ઇઝરાયલ મંત્રીઓ સાથે સિક્રેટ મીટિંગ કરી હોવાનું બહાર આવ્યું હતું.
    - પ્રીતિએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ ઓગસ્ટ મહિનાની રજા દરમિયાન સિક્રેટ મીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે.


    પિતાની એક શીખથી ભાવનગરના બે ભાઇઓ ઉભો કર્યો 6 હજાર કરોડનો બિઝનેસ

    શું છે ઘટના?


    - બ્રિટિશ પાર્લામેન્ટમાં વરિષ્ઠ મંત્રી પદે રહી ચૂકેલી પ્રીતિ પટેલને બળજબરીપૂર્વક રાજીનામું આપવું પડ્યું હતું. તેણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વેકેશન ગાળવા માટે ઇઝરાયલની મુલાકાત દરમિયાન અહીંના વડાપ્રધાન અને અધિકારીઓ સાથે સિક્રેટ મીટિંગ કરી હતી.
    - પ્રીતિની મુશ્કેલીઓ એવા સમયે વધી જ્યારે ઇઝરાયલમાં વેકેશન દરમિયાન યોગ્ય ફોરમ અને પ્રોટોકોલનું પાલન કર્યા વગર અહીંના વડાપ્રધાન અને અધિકારીઓ સાથે મુલાકાત કરી.
    - યુગાન્ડા અને ઇથિયોપિયાની ઓફિશિયલ મુલાકાતે આફ્રિકા ગયેલી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટરને બ્રિટિશ પીએમ થેરેસા મેએ તાત્કાલિક પરત બોલાવી લીધી હતી.
    - આ મામલે ડાઉનિંગ સ્ટ્રીટે કોઇ પણ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો. આ પહેલાં ડાઉનિંગ સ્ટ્રીટને કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાને ઓગસ્ટમાં ફોરેન ઓફિસને જાણકારી આપ્યા વગર ઇઝરાયલમાં વેકેશન દરમિયાન સિક્રેટ મુલાકાત કરી ચૂકેલી પ્રીતિ પટેલ તરફથી માંગવામાં આવેલી માફીનો સ્વીકાર કરી લીધો હતો.


    US: લૂંટારૂઓના સોફ્ટ ટાર્ગેટ ગુજરાતીઓ; સ્ટોર માલિક લૂંટાયો, મહિલા પર હુમલો

    કોણ છે પ્રીતિ પટેલ?

    - મૂળ ગુજરાતી અને લંડનમાં જન્મેલી પ્રીતિ પટેલ બ્રિટિશ પોલિટિક્સમાં પાર્લામેન્ટ મેમ્બર છે.
    - પ્રીતિના પિતા સુશીલ પટેલ અને માતા અંજના પટેલ ગુજરાતથી યુગાન્ડા સ્થાયી થયા હતા. વર્ષ 1960માં સરમુખત્યાર ઇદી અમીને કરેલા નરસંહાર બાદ તેમનો પરિવાર યુકેના હાર્ટફોર્ડશાયરમાં શિફ્ટ થયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending