Home » NRG » UK » લંડનમાં ભણતા યુવાનનો પેટ્રોલ છાંટી આપઘાત, પત્નીના ત્રાસથી ભર્યું પગલું । NRI taken self immolates for harassment of wife in antarsuba of kapadvanj

લંડનમાં ભણતા કપડવંજના યુવાનનું પત્નીના ત્રાસથી આત્મવિલોપન

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 12:17 AM

કપજવંજ: આંતરસુબા ગામના યુવકે આજે પેટ્રોલથી જાત જલાવીને જિંદગીનો અંત આણ્યો હતો

 • લંડનમાં ભણતા યુવાનનો પેટ્રોલ છાંટી આપઘાત, પત્નીના ત્રાસથી ભર્યું પગલું । NRI taken self immolates for harassment of wife in antarsuba of kapadvanj
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  બર્થ-ડેની પૂર્વ રાત્રે યુવકનું સ્યુસાઇડ, પૈસે ટકે લૂંટી લઇ દહેજ ઉત્પીડનનાે કેસ કર્યો

  કપજવંજ: આંતરસુબામાં રહેતાં બ્રિટન રિટર્ન યુવકે મોડી રાત્રે પોતાની જાતને જલાવી હતી. જોકે, આ પગલું ભરતાં પહેલાં તેણે રૂા.20ના સ્ટેમ્પ પેપર પર સ્યુસાઇડ નોટ લખી છે. આશરે દસેક પાનાની આ નોટમાં તેણે તેની પત્ની, સાળા સહિત સાસરીયાં અને અન્ય યુવક પર આક્ષેપ કર્યો હતાં. તેની સ્યુસાઇટ નોટનો સારાંશ આ પ્રમાણે છે... અલબત્ત, આ નોટમાં કરાયેલા આક્ષેપો અને તે કોણે લખી છે, તે બાબતે પોલીસે હેન્ડરાઇટર્સ એક્સપર્ટ, એફએસએલની મદદ લેશે.


  પત્ની-ભાઇઓ-પ્રેમીનું કારસ્તાન : સ્યુસાઇડ નોટમાં આક્ષેપો

  હું જાતે શૈલેષકુમાર પટેલ મારા હોશમાં રહીને જે લખાણ કરું છું તે કે મારું આત્મહત્યા કરવાનું કારણ નીચે જણાવેલ વ્યક્તિઓ છે. કેમ કે, તે લોકોએ અને તેમના ફેમિલીવાળાઓએ ખોટું ખોટું અમને દહેજના કેસમાં ફસાવ્યાં છે.
  પ્રશાંત જોષી (મારો સાળો)
  સંજય જોષી (મારો સાળો)
  જનક શર્મા
  ભુમિકા જોષી (મારી પત્ની)

  ગુજરાત પોલીસ અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે,કાલે મારો બર્થ ડે છે. તો મારી બર્થ ડે ગીફ્ટ તરીકે ગુજરાત પોલીસ અને સરકારને નમ્ર વિનંતી છે કે મને ન્યાય અપાવે. મારું બલીદાન વ્યર્થ ન જવું જોઈએ. તો જ મારી આત્માને શાંતિ મળશે. મારી પત્ની ભુમિકા જોડે મારી ઓળખાણ ઓનલાઇન શાદી ડોટ કોમ પર થઇ હતી. આજથી બે વર્ષ પહેલાં જાન્યુઆરી,2016માં. એપ્રિલ મહિનામાં અમારી સગાઇ થઇ ત્યારે પણ હું લંડન હતો. સગાઇનો બધો ખર્ચા પણ અમારી જોડે કરાવ્યો. મેં તો તેને પ્રેમ કર્યો. તેના પ્રેમમાં છેક લંડનથી ઇન્ડીયા આવ્યો. પણ તેણે મારા પૈસાને પ્રેમ કર્યો અને પરિવારજનો સાથે મળી મને દહેજના કેસમાંફસાવ્યો.


  દિવાળી પછી મને હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે આવી પણ રજા આપી તે સાથે પિયર જતી રહી. ત્યાર બાદ અમે સીધા 02 ફેબ્રુઆરી, 2017ના રોજ મળ્યાં. ચાર મહિના પછી તે પણ નરેન્દ્રનો ફોન આવ્યો તો જતી રહી. ભૂમિકા મારા કરતાં નરેન્દ્ર પટેલ જોડે વધારે વાતો કરે છે. મોબાઇલનું સીમ પણ તેનું વાપરે છે. જૂનની 23/06/16ના રોજ હું ઇન્ડિયા આવ્યો. 06/07/2016ના રોજ અમારા લગ્ન થયા પછી બસ તેણે તો તેનું રૂપ બતાવવાનું શરું કરી દીધું. હું અહીં નહીં રહું મને મારા ઘરે મુકી આવ. મને ફાવતું નથી. સાહેબ છ વર્ષે લંડનથી આવ્યો આતરસુંબા પિતા સાથે રહેવાની ઇચ્છા હતી તે બાબતે પણ ઝઘડો કર્યો. તેને સ્કૂટર અને પછી ગાડી મારા ખર્ચે લાવી આપી. ગાડી લીધા પછી કહે, ગાડી ગામડે નહી લઇ જવાની.નવ મહિનામાં બધા દિવસ થઇને 15થી 20 દિવસ જ ગામડે રહી હશે.

  હવે નવું મકાન રાખવાની વાત આવી. વડોદરા શોધવાનું કહ્યું. ત્યાર બાદ નરોડા મકાન રાખ્યું. તેને મકાન નરેન્દ્રના નામે લેવું હતું. એટલે કે તેના થ્રુ લોન પાસ કરાવવી હતી. આ બાબતે ઝઘડો થતા મારા પરિવાર વાળા અને ભુમિના પરિવારવાળા તેના ઘરે મળ્યાં અને ભાડે મકાન રાખવાનું કહીને નક્કી કર્યું. ત્યાર બાદ ભુમિકાએ તેને જાતે બાલાજી એન્કલાવમાં તેના ફ્રેન્ડ થ્રુ મકાન સોંપ્યું. 02-04-2017ના રોજ અમે ઘડોમુક્યો અને 04-04-2017ના રોજ બપોરે 2થી 3 વાગ્યાની વચ્ચે મારા પર દહેજનો આરોપો લગાવીને મને મારા પર કેસ કરી દીધાં. હું બ્રિટન છોડીને અહીં આવ્યો તો શું દહેજ લેવા માટે આવ્યો હોઇશ. લગ્નથી માંડીને સગાઇ સુધીનો બધો ખર્ચો મેં કર્યો છે.


  સાહેબ, તે તો મને નરેન્દ્રની ઓફિસ એમ કહીને લઇ ગઇ હતી કે આપણે સીએના ત્યાં જવાનું છે. ભુમિ ઇન્ડસ્ટ્રીઝની પાર્ટનરશીપના કાગળ અને લોન પેપર લેવા જેવાનું છે. પરંતુ મને પછી ખબર પડી કે તે તો નરેન્દ્ર હતો. કેસ થયા પછી જો તેને ત્રણ વાર પર પુરૂષ સાથે પકડી. કારણ કે તેના માટે હું લંડનથી આઈફોન લાવ્યો છું. તેના ફાઇન્ડ આઈફોનના
  નામથી એપ્સથી તેના લોકેશન ટ્રેસ કરીને મેં તેને પકડેલ છે. 80 હજારનો ફોન પત્નીને આપનાર દહેજ માંગે ?


  સાહેબ આ તો મારી પત્ની ભુમિકા 2010ની સાલથી ઓનલાઇન છોકરાવો જોડે ફ્રેન્ડશીપ કરે છે. આતો બધુ કેસ થયા પછી મેં ઇન્કવાયરી કરી અને બધું મારા ફોનમાં સ્ક્રીન શોટ પાડેલા છે. સાહેબ તેના કેટલા નામ છે ? ખબર છે ? રેખા જોષી, આર.જે. રાધા, એંઝલ આટલા બધા તો તેના નામ છે. રેખા જોષીનું નામથી વધારે ફેમસ છે. સાહેબ, બસ હવે તમે અમને પુરો ન્યાય અપાવશો. મારું બલીદાન વ્યર્થ ન જવું જોઈએ. સાહેબ અમે કોઇ દહેજ માંગેલ નથી.


  સાહેબ, 04/04/2017ના રોજ મારા પર કેસ કરતા પહેલા મને ફ્લેટમાં અને કમ્પાઉન્ડમાં બહુ માર મારેલ હતો. મારી પત્નીના દેખતા તેના ભાઈઓએ મને માર મારેલ હતો. આખી સોસાયટી જોઇ રહી હતી. સાહેબ પછી ત્યાંથી ભાગીને મેં મારા ભાઇ બળદેવને ફોન કરી દીધો. એટલે પછી આ લોકોએ પોલીસને બોલાવીને જુદા જુદા કેસ કરી લીધાં.
  મારી પાસે મારા શોપીંગ રૂપિયા બધા પતિ ગયાં અને ધંધો કરવા ના બહાને બિમારીના બહાને, એમ કરી કરીને મારા પૈસા પડાવી લીધાં. હું ખાલી થઇ ગયો એટલે કેસ કરી દીધો. બસ મારા બધા રૂપિયા પતિ ગયા બસ એ જ જયશ્રી રામ. જય હિન્દ. - આપનો વિશ્વાસુ પટેલ શૈલેષકુમાર


  આગળની સ્લાઈડ્સ આપઘાત કરનાર લંડન ભણતા યુવકની અન્ય તસવીરો...

 • લંડનમાં ભણતા યુવાનનો પેટ્રોલ છાંટી આપઘાત, પત્નીના ત્રાસથી ભર્યું પગલું । NRI taken self immolates for harassment of wife in antarsuba of kapadvanj
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  દારૂ પીવા રાજસ્થાન બોર્ડર પર લઇ જતી હતી

  દારૂ પીવા  રાજસ્થાન બોર્ડર પર લઇ જતી હતી

   

  હું તેને અઢળકપ્રેમ કરતો હતો. તેને જોડે બેસીને દારૂનો પેગ બનાવી આપતો હતો. તેને દારૂ પીવો હોય તો રાજસ્થાન બોર્ડર પર જતાં હતાં. તેના પગ દબાવી આપતો હતો. પરંતુ આટલું કરવા છતાં બી તેને કદી મને પત્ની સુખ નથી આપ્યું. બસ મારો એટીએમ તરીકે ઉપયોગ જ કર્યો છે.

 • લંડનમાં ભણતા યુવાનનો પેટ્રોલ છાંટી આપઘાત, પત્નીના ત્રાસથી ભર્યું પગલું । NRI taken self immolates for harassment of wife in antarsuba of kapadvanj
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૂમિકાએ રૂ. 40 લાખ પડાવ્યા, રૂ.25 લાખ છૂટું કરવા માગ્યા

  ભૂમિકાએ રૂ. 40 લાખ પડાવ્યા, રૂ.25 લાખ છૂટું કરવા માગ્યા

   

  ભાસ્કર ન્યૂઝ | નડિયાદ, કપડવંજ  |  ભૂમિકા અને તેના પરિવારે ટુકડે ટુકડે શૈલેષ પાસેથી 40 લાખથી વધુ પડાવી લીધા. જોકે સંબંધો વણસ્યા બાદ જ્યારે છુટા થવાની વાત આવી ત્યારે ભૂમિકાએ રૂ.25,00,000ની ખાધાખોરાકી માંગણી કરી હોવાનો આક્ષેપ શૈલેષના પરિવારે કર્યો હતો. 

   

  અગાઉ દહેગામના બ્રાહ્મણ યુવકને પણ ફસાવ્યો’તો

   

  શૈલેષના પરિવારજનોના જણાવ્યાનુસાર, મૂળ ઉત્તરાખંડની ભૂમિકા અને તેના પરિવારજનો દ્વારા આ રીતે લગ્ન કરી, 180 દિવસનો સમય જેમ તેમ પસાર કરી, છોકરાને ફસાવી, લાખો રૂપિયા પડાવી લેવાનો જ ધંધો જાણે કરવામાં આવતો હતો. શૈલેષની પહેલા તેણે દહેગામમાં રહેતા એક બ્રાહ્મણ યુવકને પણ આ જ રીતે ફસાવી તેની પાસેથી પણ લાખો રૂપિયા પડાવી લીધા હતાં. નરેન્દ્ર પટેલે ભૂમિકાના નામે ભૂમિ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ ખોલી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તે અન્ય કેટલાક યુવકો સાથે પણ સંપર્કમાં હતી.

 • લંડનમાં ભણતા યુવાનનો પેટ્રોલ છાંટી આપઘાત, પત્નીના ત્રાસથી ભર્યું પગલું । NRI taken self immolates for harassment of wife in antarsuba of kapadvanj
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોન ઉપર વાત કર્યા બાદ તેને સળગતો બૂમાબૂમ કરતો જોયો

  ફોન ઉપર વાત કર્યા બાદ તેને સળગતો બૂમાબૂમ કરતો જોયો

   

  ‘શૈલેષ ઘરના ઉપલા માળે ફોન ઉપર વાત કરતો હતો, જોકે થોડા સમય બાદ તે સળગતો અને ચીસો પાડતો દેખાતા મેં લોકોને જાણ કરી, ઘરમાં પણ આગ લાગી હતી, જે અમે બુઝાવવાના પ્રયાસ કર્યા. તેને મદદ માટે બૂમો પાડતો નજરે મેં જોયો’ -  ભીખીબેન ત્રિવેદી, પ્રત્યક્ષદર્શી

   

 • લંડનમાં ભણતા યુવાનનો પેટ્રોલ છાંટી આપઘાત, પત્નીના ત્રાસથી ભર્યું પગલું । NRI taken self immolates for harassment of wife in antarsuba of kapadvanj
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શૈલેષને સાસરિયાઓએ ટુકડે-ટુકડે ખંખેર્યો

  શૈલેષને સાસરિયાઓએ ટુકડે-ટુકડે ખંખેર્યો

   

  -સાસુને સોનાની બે બંગડી અને એક ભાભી લતાને સોનાની બુટ્ટી તેમજ બીજી ભાભીને 21 હજાર રોકડા આપ્યા હતા
  -જનકના મોબાઇલ માટે રોકડાં આપ્યાં  
  -પત્ની ભૂમિકાને આઈફોન અને સાત હજાર પાઉન્ડ આપ્યાં  
  -પ્રશાંતને ઘરનો હપ્તો ભરવા 1600 પાઉન્ડ આપ્યાં  
  -સંજયને LIC માટે 60, 000 આપ્યાં  
  -જનકની ટ્યુશન ફીના 20,000
  -શેખર (કાલુ)ને પત્નીને સાસરીમાંથી લાવવા 70 હજાર આપ્યાં  
  -નોટબંધી વખતે બે લાખ આપ્યાં.
  -શેખરને ધંધો કરવા માટે દસ લાખ સીતેર હજાર રૂપિયા આપેલાં.
  -બીજા ઘણાં એવા રૂપિયા આપ્યા છે, જે લંડનથી મોકલ્યાં છે.  

   

 • લંડનમાં ભણતા યુવાનનો પેટ્રોલ છાંટી આપઘાત, પત્નીના ત્રાસથી ભર્યું પગલું । NRI taken self immolates for harassment of wife in antarsuba of kapadvanj
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ