Divya Bhaskar

Home » NRG » UK » કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે | Husband Charged With Murder Of Indian-Origin Pharmacist In UK

ગુજરાતી મૂળની ફાર્માસિસ્ટની ઇંગ્લેન્ડમાં હત્યા, પતિની ધરપકડ બાદ કેસ ગૂંચવાયો

Divyabhaskar.com | Updated - May 21, 2018, 01:30 PM

જેસિકાની ફેમિલી તરફથી ક્લીવલેન્ડની લોકલ પોલીસે મોત પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે

  • કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે | Husband Charged With Murder Of Indian-Origin Pharmacist In UK
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    જેસિકા પટેલ (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ ઇંગ્લેન્ડમાં વસતી અને મૂળ ગુજરાતી ફાર્માસિસ્ટ જેસિકા પટેલના મોતના મામલે તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. જેસિકાની ડેડબોડી સોમવારે તેના ઘર પાસેથી મળી આવી હતી. તેના શરીર પર ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા છે. આ કપલ લોકલ કેમિસ્ટની શોપ ચલાવતું હતું. પાડોશીઓનું કહેવું છે કે, આ કપલ વચ્ચે કોઇ પ્રકારે લડાઇ-ઝગડા નહતા, બંનેમાં ખૂબ જ સારું બોન્ડિંગ હતું. એવામાં હત્યાનું સ્પષ્ટ કારણ સામે આવી શક્યું નથી.

    પતિ મિતેશ પટેલની ધરપકડ


    - 34 વર્ષીય જેસિકા સોમવારે ઇંગ્લેન્ડના મિડલ્સબોરો ટાઉનના લિન્થોર્પે સબર્બમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. તેના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન પણ જોવા મળ્યા હતા.
    - પોસ્ટમોર્ટમ બાદ 36 વર્ષીય મિતેશ પટેલની પત્ની જેસિકાની હત્યા મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેના ઘર અને ઓફિસ બંને સ્થળે સર્ચિંગ કર્યુ છે.
    - લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેસિકા આ જ ટાઉનમાં રોમન રોડ પર પોતાના પતિની સાથે કેમિસ્ટ શોપ ચલાવતી હતી. આ બંનેની મુલાકાત માનચેસ્ટરમાં અભ્યાસ દરમિયાન થઇ હતી.
    - આસપાસના રહીશોનું કહેવું છે કે, મિતેશ પત્નીના મોતથી ખૂબ જ પરેશાન છે, કારણ કે તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો.
    - પાડોશમાં રહેતા એક કપલે જણાવ્યું કે, જેસિકા અને મિતેશની વચ્ચે સારું બોન્ડિંગ હતું. તેઓ ખૂબ જ ફ્રેન્ડલી હતા અને ફાર્મસી લીધા બાદ પોતાના એરિયામાં ઘણાં પોપ્યુલર પણ હતા.
    - કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે.

    મોત બાદ ફેમિલીએ શું કહ્યું?


    - જેસિકાની ફેમિલી તરફથી ક્લીવલેન્ડની લોકલ પોલીસે મોત પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અમે દયાળુ અને સૌમ્ય વ્યક્તિ જેસિકાને ગુમાવી દીધી છે. તે સંપુર્ણ રીતે મિત્રો અને ફેમિલીને સમર્પિત હતી. તેને ગૂમાવવાનું દર્દ અસહનીય છે.
    - પરિવાર તરીકે અમે ઘણું બધુ ગુમાવ્યું છે અને અમારી તમામને પ્રાર્થના છે કે, અમારી પ્રાઇવસીનું સન્માન કરવામાં આવે અને અમને આ દુઃખમાંથી બહાર આવવાનો સમય આપો.

  • કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે | Husband Charged With Murder Of Indian-Origin Pharmacist In UK
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પતિ મિતેશ પટેલ સાથે જેસિકા પટેલ (ફાઇલ)
  • કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે | Husband Charged With Murder Of Indian-Origin Pharmacist In UK
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જેસિકા આ જ ટાઉનમાં રોમન રોડ પર પોતાના પતિની સાથે કેમિસ્ટ શોપ ચલાવતી હતી
  • કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે | Husband Charged With Murder Of Indian-Origin Pharmacist In UK
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આસપાસના રહીશોનું કહેવું છે કે, મિતેશ પત્નીના મોતથી ખૂબ જ પરેશાન છે
  • કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે | Husband Charged With Murder Of Indian-Origin Pharmacist In UK
    પોસ્ટમોર્ટમ બાદ 36 વર્ષીય મિતેશ પટેલની પત્ની જેસિકાની હત્યા મામલે ધરપકડ કરવામાં આવી છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending