• Home
  • NRG
  • UK
  • The Hari Krishna murtis were with the temple since its opening in 1975

UK: દિવાળીની રાત્રે લંડનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ મૂર્તિઓની ચોરી

divyabhaskar.com

Nov 11, 2018, 06:55 PM IST
પ્રાથમિક તપાસ અનુસાર, મંદિરમાંથી કૅશ અને અન્ય કિમતી વસ્તુઓની પણ ચોરી કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ અનુસાર, મંદિરમાંથી કૅશ અને અન્ય કિમતી વસ્તુઓની પણ ચોરી કરવામાં આવી છે.

એનઆરજી ડેસ્કઃ નોર્થ લંડનમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાંથી શ્રીહરિની ત્રણ મૂર્તિઓની ચોરી થઇ છે. આ વિલ્સડેન લેન, લંડનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવારે પોલીસ ઘટનાસ્થળે કાર્યવાહી માટે પહોંચી હતી. આ મંદિરના પ્રેસિડન્ટ કુરજીભાઇ કેરાઇના જણાવ્યા અનુસાર, હરિ કૃષ્ણની ત્રણ મૂર્તિઓ આ મંદિરમાં 1975થી હતી. ચોરીનો આ બનાવ શુક્રવારે દિવાળીના સેલિબ્રેશન બાદ બન્યો હતો. શુક્રવારે દિવાળી નિમિત્તે અહીં આયોજિત પૂજા-કિર્તનમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.


મૂર્તિઓ સહિત કૅશ અને અન્ય ચીજવસ્તુઓની પણ ચોરી


- મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે 1.50 વાગ્યે પોલીસને વિલ્સડેન લેન ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થઇ હોવાનો ફોન આવ્યો હતો.
- ઘટનાની જાણ થતાં જ પોલીસ અહીં તપાસ માટે પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસ અનુસાર, મંદિરમાંથી કૅશ અને અન્ય કિમતી વસ્તુઓની પણ ચોરી કરવામાં આવી છે.
- આ મૂર્તિઓ પિત્તળમાંથી બનેલી હતી. મંદિર ઓથોરિટીને શંકા છે કે, ચોરે આ મૂર્તિઓને સોનાની બનેલી હોવાનું સમજીને ચોરી કરી હશે.
- મંદિરના કમિટી મેમ્બર ઉમંગ જેશાનીના જણાવ્યા અનુસાર, ચોરને મૂર્તિને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ધાતુ અંગે જાણ થયા બાદ તે કદાચ પરત કરી જશે તેવી અમને આશા છે. કારણ કે, ભક્તો માટે મૂર્તિની કિંમત કરતાં તેની અંદર રહેલી આસ્થા વધુ મૂલ્યવાન છે.
- જેશાનીના જણાવ્યા અનુસાર, લોકલ કોમ્યુનિટીના હજારો ભક્તો આ મંદિર જે વર્ષથી ખૂલ્યું ત્યારથી અહીં દર્શન માટે આવે છે.

લંડનનું જાણીતું સ્વામિનારાયણ મંદિર


- વિલ્સડેન લેન પર આવેલું આ સ્વામિનારાયણ મંદિર લંડનમાં અન્ય સ્થળોએ આવેલા જાણીતા સ્વામિનારાયણ મંદિરમાંથી એક છે.
- યુએસમાં વસતા યુનિવર્સિલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના પ્રેસિડન્ટ રાજન ઝેડ દ્વારા લંડન મેયર સાદિક ખાનને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે. લોકલ ઓથોરિટીએ આ મુદ્દાને વધુ ગંભીરતાથી લેવામાં આવે તેવી પોલીસને અપીલ કરી હતી.

X
પ્રાથમિક તપાસ અનુસાર, મંદિરમાંથી કૅશ અને અન્ય કિમતી વસ્તુઓની પણ ચોરી કરવામાં આવી છે.પ્રાથમિક તપાસ અનુસાર, મંદિરમાંથી કૅશ અને અન્ય કિમતી વસ્તુઓની પણ ચોરી કરવામાં આવી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી