ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Indian-origin schoolgirl cracks Maths Hall of Fame in UK

  બ્રિટનમાં 8 વર્ષની ભારતીય વિદ્યાર્થીનીએ પ્રાપ્ત કરી આ મોટી ઉપલબ્ધિ, થશે ગર્વ

  divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 03:39 PM IST

  ભારતીય મૂળની 8 વર્ષીય છાત્રાએ બ્રિટનના મેથેમેટિક્સ હોલ ઓફ ફેમમાં જગ્યા બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
  • બ્રિટનમાં 8 વર્ષની ભારતીય વિદ્યાર્થીનીએ પ્રાપ્ત કરી આ મોટી ઉપલબ્ધિ, થશે ગર્વ
   બ્રિટનમાં 8 વર્ષની ભારતીય વિદ્યાર્થીનીએ પ્રાપ્ત કરી આ મોટી ઉપલબ્ધિ, થશે ગર્વ

   લંડનઃ ભારતીય મૂળની 8 વર્ષીય છાત્રાએ બ્રિટનના મેથેમેટિક્સ હોલ ઓફ ફેમમાં જગ્યા બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઇએ કે હોલ ઓફ ફેમ પ્રાથમિક વિદ્યાલયના સ્ટુડન્ટ્સ માટે ગણિત પર આધારિત એક ઓનલાઇન સ્પર્ધાત્કમ પરીક્ષા છે.


   સ્ટુડન્ટ સોહિની રોય ચૌધરીએ બ્રિટન અને અન્ય દેશોના છાત્રો સાથે મળીને આ સ્પર્ધાત્મક પરિક્ષામાં ભાગ લીધો હતો. ગણિતના કોયડા ઝડપથી અને સટીકતાની સાથે હલ કર્યા બાદ ટોચના સો વર્લ્ડ હોલ ઓફ ફેમમાં સ્થાન જમાવ્યું.

   પોતાની પુત્રીની ઉપલબ્ધિ પર માણિક રોય ચૌધરી કહે છે કે, ઓનલાઇન લર્નિગમાં ગણિતના સવાલોને ઉકેલવામાં તે પોતાને ઉત્સાહિત મહેસૂસ કરી રહી છે.

   માણિક વ્યવસાયે એમબીએ (ફાઇનાન્સ) છે. તેમણે કહ્યું કે, સોહિનીના પરદાદા ડીએન રોય સ્કોટલેન્ડના યોગ્ય લોકોમોટિવ એન્જિનિયર હતા. હુ કહેવા માંગુ છું કે ગણિતમાં રૂચિ સોહિનીને વારસામાં મળી છે. જો કે સોહિનીની રૂચિ ભલે જ ગણિતમાં વધુ હોય પરંતુ તે મોટી થઇને ડોક્ટર બનવા માંગે છે.

   સોહિનીનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેણે બર્મિંહમમાં નેલ્સન પ્રાઇમરી સ્કૂલની વિદ્યાર્થીની તરીકે આ વર્ષે સ્પર્ધામાં ભાગ લીધો હતો. સોહિનીની સ્કૂલ ટિચરે જણાવ્યું કે તેણે ગણિતની કેટલીક ઉચ્ચ સ્તરિય સ્પર્ધાઓમાં પોતાની સમજને પ્રદર્શિત કરી છે.

  No Comment
  Add Your Comments
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian-origin schoolgirl cracks Maths Hall of Fame in UK
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top