લંડનમાં 3 યુવકોને કચડી નાંખવાના કેસમાં ભારતીય કાર ચાલકની ધરપકડ

જયેશ ચુડાસમાની લંડનમાં 3 કિશોરોને કાર નીચે કચડી નાંખવાના કેસમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલિસે ધરપકડ કરી

divyabhaskar.com | Updated - Jan 29, 2018, 06:08 PM
Indian-origin man charged for 3 London deaths

લંડનમાં 3 યુવકોને કચડી નાંખવાના કેસમાં ભારતીય કાર ચાલકની ધરપકડ.

લંડનઃ ભારતીય મૂળના જયેશ ચુડાસમાની લંડનમાં એક બર્થડે પાર્ટીમાં જતા 3 કિશોરોને કાર નીચે કચડી નાંખવાના કેસમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલિસે ધરપકડ કરી છે.


પોલીસે જણાવ્યું કે જયેશની કારમાં અન્ય એક 34 વર્ષના વ્યક્તિની કે જેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ચુડાસમાએ બેફામ રીતે કાર હંકારીને 3 કિશોરોને કચડી નાંખ્યા હતા. જયેશ ચુડાસમાની ઉંમર 28 વર્ષ છે. અને તે વેસ્ટ લંડનનો રહેવાસી છે. સોમવારે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.


આ અકસ્માતમાં જે કિશોરોના મોત નિપજ્યા છે તેમાં હેરી લુઇ રાઇસ, 17 અને 16 વર્ષના જેર્યોજ ટોબી વિલ્કિન્સનનો સમાવેશ થાય છે. જોશ મેકગુનિસ નામના એક 16 વર્ષીય કિશોરનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતના સ્થળે ધસી જઇને સ્થાનિક લોકોએ ફૂલો અને શોક વ્યક્ત કરતા કાર્ડ પ્રદર્શિત કર્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં આઘાત અને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.

X
Indian-origin man charged for 3 London deaths
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App