• Home
  • NRG
  • UK
  • India born British billionaire Sanjeev Gupta has launched a 1 billion, one-gigawatt renewable energy plan

ભારતીય મૂળના બિઝનેસમેન બનાવશે દુનિયાની સૌથી મોટી બેટરી, ટેસ્લાની તુલનાએ વધુ ઊર્જા

7,000 કરોડનો ખર્ચ આવશે બેટરી પર, ક્ષમતા 120 મેગાવોટ : 96 હજાર ઘરને વીજળી પૂરી પાડશે

divyabhaskar.com | Updated - Aug 18, 2018, 12:29 PM
બ્રિટનના સ્કિલ એમ્બેસેડર છે ગુપ્તા, કંપનીનું ટર્નઓવર રૂ. 1 લાખ કરોડ
બ્રિટનના સ્કિલ એમ્બેસેડર છે ગુપ્તા, કંપનીનું ટર્નઓવર રૂ. 1 લાખ કરોડ

એનઆરજી ડેસ્કઃ મૂળ પંજાબના લુધિયાણા રાજ્યના અને બ્રિટિશ બિઝનેસમેન અબજોપતિ સંજીવ ગુપ્તાએ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં 1 અબજ ડોલર (રૂ. 7 હજાર કરોડ)ના ખર્ચે વિશ્વની સૌથી મોટી લિથિયમ આયન બેટરી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. જેની ક્ષમતા 120 મેગાવોટ હશે. આ બેટરી ઈલોન મસ્કની ટેસ્લા કંપની દ્વારા લગાવવામાં આવેલી બેટરી (100મેગાવોટ ક્ષમતા)નો રેકોર્ડ તોડશે. ટેસ્લાની આ બેટરી ડિસેમ્બર, 2017માં લગાવી હતી.


પિતાની એક શીખથી ભાવનગરના બે ભાઇઓ ઉભો કર્યો 6 હજાર કરોડનો બિઝનેસ

280 મેગાવોટ એનર્જી પેદા કરશે


- ગુપ્તાની એનર્જી કંપની સિમેક ઝેનના કલ્ટાના સ્થિત સોલર ફાર્મમાં આ બેટરી લગાવવામાં આવશે.
- આ પ્રોજેક્ટ 280 મેગાવોટ એનર્જી પેદા કરશે. જેનાથી આશરે 96,000 ઘરમાં વીજનો પુરવઠો પૂરો પાડશે. આ ફાર્મના કંસ્ટ્રક્શન માટે 350 કર્મચારીઓને રોજગાર મળશે.
- આ પ્રસંગે સંજીવ ગુપ્તાએ જણાવ્યુ કે, આ તક નવી પેઢીની એનર્જી એસેટ્સ બનાવવાની અમારી ઈચ્છાનું પ્રતિક છે. જેનાથી ઓસ્ટ્રેલિયામાં વીજ દરો કોમ્પિટિટીવ સ્તરે આવશે.
- ગુપ્તાએ કહ્યુ કે, ઓસ્ટ્રેલિયામાં અમારૂ મુખ્ય ફોકસ સોલર એનર્જી પર છે. વિન્ડ એનર્જીની પણ મદદ લેવાશે. તેમની પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોરેજ ક્ષમતા છે.
- દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ગુપ્તા ફેમિલી ગ્રુપના સોલર ફાર્મ ઉપરાંત હાઈડ્રોપ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે.


આફ્રિકામાં હસ્તરેખા વાંચી બિઝનેસ ટાયકૂન બન્યા હળવદના આ પૂજારી, 4400crના છે માલિક

વીજ ભાવોમાં ઘટાડો થશે
- ગુપ્તાએ જણાવ્યુ કે, આ તમામ પ્રોજેક્ટથી વીજના ભાવોમાં મોટાપાયે ઘટાડો નોંધાશે.
- ઈન્ડસ્ટ્રી અને કોમર્શિયલ ગ્રાહકોને વીજની જરૂરિયાતો પણ પૂરી થશે. તેનાથી કોમ્પીટીટીવ દરમાં વીજ પ્રાપ્ત થશે. બજાર પણ આ ઈનોવેટીવ એનર્જી વિકલ્પો સાથે આગળ વધશે.
- ગુપ્તા જણાવે છે કે, ઓસ્ટ્રેલિયા સહિત વૈશ્વિક સ્તરે પારંપારિક કાર્બન આધારિત પેઢીનું ભવિષ્ય ઝાઝુ નથી. દુનિયા તેને સમજી રહી છે. રિન્યુએબલ એનર્જી તરફ પ્રયાણ કરી રહી છે. ખર્ચ પણ તુલનાત્મક રૂપે ઘટ્યો છે.


ઇન્ડિયન રેસ્ટોરાંમાં ડિનર બાદ અમેરિકને FB પર લખ્યું, કદાચ અલ-કાયદાને પૈસા આપી રહ્યો છું!

બ્રિટનમાં લિબર્ટી હાઉસના ફાઉન્ડર


- બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે માર્ચમાં જ સંજીવ ગુપ્તાને સત્તાવારરૂપે બ્રિટનના સ્કીલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. તેઓ મેન્યુફેક્ચરીંગ ક્ષમતા વધારવા માટે તૈયાર ઈન્ડસ્ટ્રિયલ કેંડેટ પ્રોગ્રામના એમ્બેસેડર છે.
- મૂળ પંજાબના લુધિયાણામાંથી આવતા સંજીવ ગુપ્તા બ્રિટનમાં લિબર્ટી હાઉસ ગ્રુપના ફાઉન્ડર છે. 1992માં તેમણે કંપનીનો પાયો નાખ્યો હતો.
- બેન્કિંગ, ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટીલના કારોબારમાં બ્રિટન સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1 લાખ કરોડ છે.
- વિશ્વમાં ગુપ્તા ગ્રુપના 14 હજાર કર્મચારી છે.

X
બ્રિટનના સ્કિલ એમ્બેસેડર છે ગુપ્તા, કંપનીનું ટર્નઓવર રૂ. 1 લાખ કરોડબ્રિટનના સ્કિલ એમ્બેસેડર છે ગુપ્તા, કંપનીનું ટર્નઓવર રૂ. 1 લાખ કરોડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App