Home » NRG » UK » Kick-off of Gujarat Charity Bike Ride 2018 in uk

યુકેઃ ગુજરાત ચેરીટી બાઇક 2018ને બ્રેન્ટના મેયરે કરાવ્યું ફ્લેગ ઓફ

Divyabhaskar.com | Updated - Jan 01, 2018, 11:13 AM

યુકેના બ્રેન્ટ અને હેરોના રહેવાસી પુરૂષ અને મહિલા સહિત 25 વ્યક્તિઓનું એક ગ્રુપ જુનાગઢથી ભૂજ સુધીની સાઇકલ યાત્રા કરશે

  • Kick-off of Gujarat Charity Bike Ride 2018 in uk
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    લંડનઃ ગુજરાત ચેરિટી બાઇક 2018ને બ્રેન્ટના મેયરે પ્રસ્થાન કરાવ્યું છે. બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં આ ચેરિટી સાથે સંકળાયેલા કુલ 25 વ્યકિતઓના એક ગ્રુપ જેમાં પુરૂષ અને મહિલાઓનો સમાવેશ થાય છે, બ્રેન્ટના મેયર અને કાઉન્સિલર ભગવાનજી ચૌહાણે ફ્લેગ ઓફ કરાવ્યું હતુ. આ પ્રસંગે બ્રેન્ટ કાઉન્સિલના લીડર મોહમ્મદ બટ્ટ અને કાઉન્સિલર પરવેઝ અહેમદ હાજર રહ્યા હતા.


    જુનાગઢથી ભૂજની સાઇકલ રાઇડ


    ચેરીટ અન્વયે યુકેના બ્રેન્ટ અને હેરોના (મેટટુડે ડોટ કોમ) રહેવાસી પુરૂષ અને મહિલા સહિત 25 વ્યક્તિઓનું એક ગ્રુપ જુનાગઢથી ભૂજ સુધીની સાઇકલ યાત્રા કરશે અને યુકેમાં રજિસ્ટર્ડ www.innerjoyfoundation.org માટે લગભગ 1 લાખ પાઉન્ડ (અંદાજે 86 લાખ રૂપિયા) એકત્ર કરશે. જુનાગઢનું ઇનરજોય ફાઉન્ડેશન અનાથ અને વંચિત છોકરીઓ માટે શિક્ષણ અને બોર્ડિંગ (નિવાસી શાળા) ની સુવિધા પૂરી પાડે છે. ઉપરાંત, ફાઉન્ડેશન વૃદ્ધ, બિમાર અને અંધ લોકો માટે પણ સેવા-પ્રવૃતિ કરે છે.


    માર્ચ 2017માં પણ આ જ ગ્રુપના સાઇકલસવારોએ ભૂજથી અમદાવાદ વચ્ચે સાઇકલ યાત્રા કાઢી અને 1 કરોડ જેટલી માતબર રકમ મુંબઇના ઉર્જા ટ્રસ્ટ અને AAWC માટે ઉઘરાવી હતી.

  • Kick-off of Gujarat Charity Bike Ride 2018 in uk
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Kick-off of Gujarat Charity Bike Ride 2018 in uk
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Kick-off of Gujarat Charity Bike Ride 2018 in uk
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Kick-off of Gujarat Charity Bike Ride 2018 in uk
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending