• Home
  • NRG
  • UK
  • Festival of India opened at the Kremlin State Palace in Moscow

મોસ્કોમાં રજૂ થયા ભારતીય નૃત્યો, આગામી છ મહિના સુધી થશે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા સમારંભ

રશિયન ક્લાસિકલ ડાન્સ બેરેજકા ઉપરાંત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ અને કથ્થક પણ રજૂ કરવામાં આવ્યું હતું.
રશિયન ક્લાસિકલ ડાન્સ બેરેજકા ઉપરાંત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ અને કથ્થક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

divyabhaskar.com

Sep 10, 2018, 06:15 PM IST

એનઆરજી ડેસ્કઃ રશિયાના રાજધાની મોસ્કોમાં ગુરૂવારે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું શાનદાર ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે સ્ટેટ ક્રેમલિન પેલેસ સંપુર્ણ રીતે ખીચોખીચ ભરેલો હતો અને આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મોજૂદ લોકો ખાસ્સા ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. મોસ્કો સ્થિત ભારતીય એમ્બેસીના એમ્બેસેડર ગંગાધરન બાલસુબ્રમણ્યને ઉદ્ઘાટન સમારંભને સંબોધિત કર્યો. તેઓએ કહ્યું કે, આ ઇન્ડિયા ફેસ્ટિવલ આગામી 6 મહિના સુધી ચાલશે.

- આ પ્રસંગે રશિયન ક્લાસિકલ ડાન્સ બેરેજકા ઉપરાંત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ અને કથ્થક પણ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રસંગ પર હાજર ભારતીય અને રશિયન સમુદાયના લોકોએ આ શાનદાર પર્ફોર્મન્સના વખાણ કર્યા હતા.
- ભરતનાટ્ટયમ નૃત્યની પ્રસ્તૃતિ આપનાર ગ્રુપનું નેતૃત્વ પ્રખ્યાત નૃત્યાંગના જયલક્ષ્મી ઇશ્વરે કર્યુ હતું.
- ઉલ્લેખનીય છે કે, આગામી છ મહિના સુધી રશિયાના 22 શહેરોમાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા હેઠળ વિવિધ આયોજન કરવામાં આવશે. આ દરમિયાન ભારતની સંસ્કૃતિને રજૂ કરવામાં આવશે અને ભારતની લોકકલાઓથી રશિયાની જનતાને પરિચિત કરવામાં આવશે.
- જેના માધ્યમથી ભારત અને રશિયાના સંબંધો પણ નવી ઉંચાઇ પર લઇ જવાની યોજના છે.

X
રશિયન ક્લાસિકલ ડાન્સ બેરેજકા ઉપરાંત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ અને કથ્થક પણ રજૂ કરવામાં આવ્યું હતું.રશિયન ક્લાસિકલ ડાન્સ બેરેજકા ઉપરાંત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ અને કથ્થક પણ રજૂ કરવામાં આવ્યું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી