• Home
  • NRG
  • UK
  • લગભગ રૂપિયા 88000 કરોડનું કનિદૈ લાકિઅ હોઈ શકે છે | The firm was managed in Surat by Divyesh Darji and Satish Kumbhani

બીટકોઇન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લંડનમાં જલસા કરી રહ્યો હોવાનો ખુલાસો

વ્યાપારીઓની કરોડોની જૂની ચલણી નોટોને નોટબંધી વખતે તેમના તમામ પૈસાનું ક્રિપ્ટો કરન્સીમાં વર્ષ 2016થી રોકાણ કરાવ્યું હતું

divyabhaskar.com | Updated - Jun 04, 2018, 07:13 PM
જૂન 1978માં જન્મેલો દિવ્યેશ મૂળે બ્રિટિશ નાગરિક છે. (ફાઇલ)
જૂન 1978માં જન્મેલો દિવ્યેશ મૂળે બ્રિટિશ નાગરિક છે. (ફાઇલ)

એનઆરજી ડેસ્કઃ બીટ કોઇન કૌભાંડનો મુખ્‍ય સુત્રધાર મનાતો મુળ બ્રિટીશ નાગરિક દિવ્‍યેશ દરજી અને તેની પત્‍ની કંપનીના મુખ્‍ય મથક લંડનમાં મોજ માણી રહ્યા છે. તપાસ એજન્સી 'ક્રિમીનલ કનિદૈ લાકિઅ ઇન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટ' (સીઆઇડી) ભલે 2256 બીટકોઈન, 155 કરોડ રૂપિયા, શૈલેષ ભટ્ટ તેના ભત્રીજા નિકુંજ ભટ્ટ, પિયુષ સાવલિયા, સતીશ કનિદૈ લાકિઅ કુંભાણી, ધવલ અકિલા માવાણી, જીગ્નેશ મોરડીયા, મનોજ કાયદા, ઉમેશ ગોસ્વામી, દિલીપ કાનાણી, નલિન કોટડીયા, પાલડીયા કે અમરેલીના એસપી જગદીશ પટેલ અથવા કનિદૈ લાકિઅ અમુક પોલીસ કર્મચારીઓ પૂરતી માર્યાદિત રાખતી હોય.

- આ કૌભાંડના માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ રૂપિયા 88000 કરોડનું કનિદૈ લાકિઅ હોઈ શકે, જે પૈકીના 30,000 કરોડના બિટકોઈન્સ તો માત્ર શૈલેષ ભટ્ટ પાસે જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
- આ સમગ્ર બીટકોઈન કૌભાંડના મુખ્ય સૂત્રધારો કનિદૈ લાકિઅ દિવ્યેશ ધનસુખલાલ દરજી અને તેની પત્ની માલિની દરજી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
- દિવ્યેશ ધનસુખલાલ દરજીએ 10 માર્ચ, 2017ના રોજ 'બીટ કનેક્ટ ટ્રેનિંગ કનિદૈ લાકિઅ ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ' નામની કંપની પ્લોટ-02, ગણેશકૃપા સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ, સુરત ખાતે માત્ર રૂપિયા એક લાખના રોકાણથી શરૂ કરી હતી.
- કનિદૈ લાકિઅ આ કંપનીનું મુખ્ય મથક લંડનમાં બીટકનેક્ટ ઇન્ટરનેશનલ પીએલસી, 13 રુટલૉ રોડ, ફોરેસ્ટ ગેટ, લંડન ખાતે છે. આ કંપનીમા કુલ 12 ઓફિસર્સ છે, જેમાં કનિદૈ લાકિઅ દિવ્યેશ પણ એક ડિરેક્ટર છે.

મૂળ બ્રિટિશ નાગરિક છે દિવ્યેશ દરજી


- જૂન 1978માં જન્મેલો દિવ્યેશ મૂળે બ્રિટિશ નાગરિક છે. દિવ્યેશ લંડનમાં 37, પ્લૅમોથ, વહાર્ટ, પોપ્લર, લંડન ખાતે રહે છે અને ઉક્ત કંપનીમાં 18 સપ્ટેમ્બર, 2017થી ડિરેક્ટર પદે છે.
- આ કંપની સાથે ધવલ માવાણી તેના એજન્ટ તરીકે જોડાયો હતો. આ કંપની અંતર્ગત દિવ્યેશ અને તેના મળતિયાઓએ સુરતમાંથી હીરા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા સંખ્યાબંધ વ્યાપારીઓની કરોડોની જૂની ચલણી નોટોને નોટબંધી વખતે તેમના તમામ પૈસાનું ક્રિપ્ટો કરન્સીમાં વર્ષ 2016થી રોકાણ કરાવ્યું હતું.
- વાર્ષિક ધોરણે 365%નું વળતર મળશે તે ન્યાયે લોકોને બિટકોઈન્સમાં કરોડો રૂપિયા રોક્યા. પરંતુ 2017માં મંદી અને નિર્ધારિત વળતર આપી શકવામાં અસફળ રહેતા આ કંપનીના પ્રોમોટર્સમાં જ ખેંચતાણ શરુ થઇ ગઈ અને શૈલેષ ભટ્ટ નામના સુરતના મૂળે જમીન દલાલ આ સમગ્ર મામલાની એક કડી રૂપે બહાર આવ્યા.
- કહેવાય છે કે, શૈલેષ ભટ્ટ અને તેના આઠ સાગરીતોએ ધવલ માવાણી સહિતના આ ક્રિપ્ટો કરન્સીના ડેવલોપર્સ પાસેથી 2000 બિટકોઈન્સ પડાવી લીધા.
- બીટકનેક્ટની બીજી કેટલીક શાખાઓ ભારત અને બ્રિટન ઉપરાંત ઇન્ડોનેશિયા, વિયેતનામ, હોંગ કોંગ, સિંગાપોર અને અમેરિકામાં હોવાનું પણ જાણકારીમાં આવ્યું છે.
- એક અધિકારના જણાવ્યા અનુસાર, આ દેશોમાં થયેલી બિટકોઈન્સના ડિજિટલ વોલેટની ટ્રાન્સફરની જાણકારી પણ અમારા ધ્યાને આવી છે.


ફેબ્રુઆરી મહિનામાં 8 બ્રોકરો પર દરોડા


- ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં બિટકોઇનના આઠ જેટલાં બ્રોકરો પર દરોડા પાડીને ઈન્ક્મ ટેક્સના અધિકારીઓએ ડેટા બેકઅપ મેળવ્યો હતો અને તેના આધારે એનાલિસિસ શરૂ કર્યું હતુ.
- આ ઉપરાંત દરોડા દરમિયાન દસ જેટલાં મોબાઇલ પણ મળી આવ્યા હતા. અધિકારીઓએ તેના આધારે પણ કોલ ડિટેઇલ અને વોટ્સએપ, એસએમએસ સ્ટડી કરીને રોકાણકારોની યાદી બનાવવાની શરૂઆત કરી હતી.
- દરોડા દરમિયાન સંજય પટેલ, મેહુલ પચ્ચીગર, ચિરાગ ટેલર અને મિતુલ પટેલ સહિતના નામો સામે આવ્યા હતા. બીટકનેક્ટ' સાથે અમદાવાદમાં ભારતની પહેલી બીટકોઈન એક્સચેન્જ કંપની હોવાનો દાવો કરતી કંપની 'ઝેપ પે' પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું કેટલાક આધારભૂત સૂત્રો જણાવે છે.
- ભારત સરકાર એક તરફ બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપતી નથી અને બીજી તરફ 'ઝેપ પે' નામની કંપની જેનું મુખ્યાલય સિંગાપોરમાં અને કચેરી અમદાવાદમાં હોવા છતાં આટલા મોટા કૌભાંડની કોઇ વિગતવાર શોધ નથી ચાલી રહી.
- આ કંપની સાથે રાજ્યના કેટલાક રાજકારણીઓના તાર પણ જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે.

X
જૂન 1978માં જન્મેલો દિવ્યેશ મૂળે બ્રિટિશ નાગરિક છે. (ફાઇલ)જૂન 1978માં જન્મેલો દિવ્યેશ મૂળે બ્રિટિશ નાગરિક છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App