Home » NRG » UK » Namrata Pandya and husband Bhavesh hid the fact Khushil's condition was fatal

UK: અમદાવાદી માતાને પુત્રના મોત બાદ મળી ડાયરી, લખ્યું હતું - હું મારાં મોત વિશે જાણતો હતો!

Divyabhaskar.com | Updated - Dec 10, 2018, 05:02 PM

પરિવારને જાણવા મળ્યું કે, ખુશીલને DIPG ટ્યૂમર છે જેમાં અત્યાર સુધી કોઇ બાળક બચ્યું નથી

 • Namrata Pandya and husband Bhavesh hid the fact Khushil's condition was fatal
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ખુશીલને ડિફ્યુસ ઇન્ટ્રિસિક પોન્ટીન ગ્લિઓમા (DIPG) નામની બીમારી થઇ હતી જે યુકેમાં પ્રતિ 30 બાળકોએ એકને થાય છે.

  - નમ્રતા અને તેના પતિ ભાવેશ પંડ્યાએ તેમના દીકરા ખુશીલથી એ સત્ય છૂપાવીને રાખ્યું હતું કે, તેની બીમારી જીવલેણ છે.
  - માતા-પિતાએ પુત્ર પોતાની બીમારી અંગે જાણીને 'તે ક્યારેય પોતાના સપનાં પુરાં નહીં કરી શકે' તેવું ના વિચારે તે માટે આવો નિર્ણય લીધો.
  - ખુશીલનું આ મહિનાની શરૂઆતમાં મૃત્યુ થયું છે. તેના મોત બાદ ખુશીલની એક ડાયરી મળી આવી છે.

  એનઆરજી ડેસ્કઃ કોઇ પણ માતાપિતા માટે તેના સંતાનને થયેલી જીવલેણ બીમારી વિશે જાણકારી મળે તે આઘાતજનક હોય છે. મૂળ અમદાવાદના અને હાલ યુકેના હેરો, લંડનમાં સ્થાયી થયેલા નમ્રતા પંડ્યા (39) અને તેમના પતિ ભાવેશ પંડ્યા (43)ની સ્થિતિ પણ કંઇક આવી જ છે. નમ્રતા અને ભાવેશના દીકરા ખુશીલ (14)ને બ્રેઇન ટ્યૂમર હતું. જો કે, આ બંનેએ ખુશીલનું ટ્યૂમર જીવલેણ છે તેવું છૂપાવીને રાખ્યું હતું. નમ્રતા અને ભાવેશે પુત્ર પોતાની બીમારી અંગે જાણીને 'તે ક્યારેય પોતાના સપનાં પુરાં નહીં કરી શકે' તેવું ના વિચારે તે માટે આવો નિર્ણય લીધો હતો. ખુશીલનું ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં મોત થયું છે. ખુશીલના મોત બાદ ભાવેશ અને નમ્રતાને તેની એક ડાયરી મળી આવી છે. જેમાં તેણે 2015થી થયેલા બ્રેઇન ટ્યૂમર અંગે જાણકારી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

  યુકેમાં પ્રતિ 30 બાળકોએ એક બાળકને આ બીમારી થાય છે


  - ડોક્ટરોએ ખુશીલ માત્ર 6થી 9 મહિના જ જીવશે તેવું અલ્ટિમેટમ આપી દીધું હતું. ખુશીલને ડિફ્યુસ ઇન્ટ્રિસિક પોન્ટીન ગ્લિઓમા (DIPG) નામની બીમારી થઇ હતી જે યુકેમાં પ્રતિ 30 બાળકોએ એકને થાય છે.
  - નમ્રતાએ એક ડેઇલી ન્યૂપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ખુશીલની હાલત વિશે અમે તેને જણાવવા ઇચ્છતા નહતા. નહીં તો બીમારી અંગે જાણીને શક્ય છે કે, તે દુઃખી થઇ જાય અને તેના સાયન્ટિસ્ટ કે ઝૂઓલોજિસ્ટ બનવાના સપનાને જોવાનું બંધ કરી દે.
  - કેટલાંક માતાપિતા અમારાં આ નિર્ણય સાથે અસહમત હતા. અમારી પાસે આના સિવાય કોઇ રસ્તો નહતો તેવું નથી, અમે બસ વિચારીને રાખ્યું કે, અમે તેને ટ્યૂમર વિશે નહીં જણાવીએ.


  2015માં ટ્યૂમર વિશે માહિતી મળી


  - નમ્રતા અને ભાવેશનો પરિવાર ખુશીલના આવ્યા બાદ પુર્ણ થયો. આ પરિવાર દરેક વીકેન્ડ સાથે પસાર કરતું હતું. એટલું જ નહીં, તેઓ અવાર-નવાર અમદાવાદની મુલાકાતે પણ આવતા હતા.
  - માર્ચ 2015માં તેઓના જીવનમાં આ દુઃખદ વળાંક આવ્યો જ્યારે ખુશીલે ડાબી આંખમાં ધૂંધળુ દેખાતું હોવાની ફરિયાદ કરી. ખુશીલને આઇ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યો.
  - હોસ્પિટલમાં એમઆરઆઇમાં જાણવા મળ્યું કે, ખુશીલને લાઇલાજ ટ્યૂમર છે. પરિસ્થિતિ ત્યારે વધુ ખરાબ થઇ જ્યારે પંડ્યા પરિવારને એ જાણવા મળ્યું કે, ખુશીલને DIPG ટ્યૂમર છે જેમાંથી અત્યાર સુધી કોઇ બાળક બચ્યું નથી.
  - નમ્રતા અને ભાવેશ પંડ્યાએ નક્કી કર્યુ કે, તેઓ શક્ય હોય તેટલો વધુ સમય ખુશીલ સાથે પસાર કરશે અને તેના બકેટ લિસ્ટની તમામ ઇચ્છાઓ પુર્ણ કરશે.

  પુસ્તકમાં ખુશીલના વારસાને જાળવવાની કોશિશ


  - નમ્રતાએ તેની સ્ટોરીને ધ બ્રેઇન ટ્યૂમર ચેરિટી માટે શૅર કરી છે. નમ્રતાએ તેની આખા કહાનીને તેના નવા પુસ્તકમાં પણ વર્ણવી છે.
  - ખુશીલના મોત બાદ લંડનમાં આવેલા તેના ઘરમાં ખુશીલની ડાયરી મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે - 'પહેલાં દિવસથી જ મને મારી બીમારીના પરિણામો વિશે ખબર હતી.'

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

 • Namrata Pandya and husband Bhavesh hid the fact Khushil's condition was fatal
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ડોક્ટરોએ ખુશીલ માત્ર 6થી 9 મહિના જ જીવશે તેવું અલ્ટિમેટમ આપી દીધું હતું.
 • Namrata Pandya and husband Bhavesh hid the fact Khushil's condition was fatal
  ખુશીલનું ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં મોત થયું છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ