• Home
  • NRG
  • UK
  • 9 Year Old Indian Chess Prodigy Wins Visa Battle To Stay In UK

9 વર્ષના ટેણિયાને લોકો કહે છે 'વિશ્વનાથન આનંદ', પ્રતિભા જોઇ UKએ બદલ્યા વિઝાના નિયમ

શ્રેયસનો જન્મ 9 જાન્યુઆરી, 2009ના રોજ થયો હતો, તે ત્રણ વર્ષની ઉંમરથી જ યુકેમાં રહે છે.
શ્રેયસનો જન્મ 9 જાન્યુઆરી, 2009ના રોજ થયો હતો, તે ત્રણ વર્ષની ઉંમરથી જ યુકેમાં રહે છે.
શ્રેયસને આગામી વર્ષે બ્રિટન પાસપોર્ટ પણ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
શ્રેયસને આગામી વર્ષે બ્રિટન પાસપોર્ટ પણ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
ચાર વર્ષની ઉંમરે જ શ્રેયસની માતાએ તેને અન્ય એક્ટિવિટીઝની સાથે ચેસ સાથે જોડ્યો. છ મહિના બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટમાં શ્રેયસે એક ટ્રોફી પોતાના નામે કરી.
ચાર વર્ષની ઉંમરે જ શ્રેયસની માતાએ તેને અન્ય એક્ટિવિટીઝની સાથે ચેસ સાથે જોડ્યો. છ મહિના બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટમાં શ્રેયસે એક ટ્રોફી પોતાના નામે કરી.

divyabhaskar.com

Sep 11, 2018, 07:16 PM IST

એનઆરજી ડેસ્કઃ માત્ર 9 વર્ષની ઉંમરના આ બાળકની પ્રતિભા જોઇને આખું વિશ્વ અચંબામાં છે, તેને ભવિષ્યનો વિશ્વનાથન આનંદ કહેવામાં આવે છે. મૂળ ભારતીય આ બાળકે ચેસની રમતથી બ્રિટન જેવા દેશને પણ પ્રભાવિત કર્યો, ત્યાં સુધી કે આ બાળક માટે તેઓએ પોતાના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. 9 વર્ષના આ ભારતીય બાળકનું નામ છે શ્રેયસ રૉયલ, તે લંડનમાં જ રહે છે અને સ્કૂલ સ્તરની ચેસમાં તેણે અનેક પ્રતિસ્પર્ધાઓ જીતી છે. શ્રેયસ પોતાની ઉંમરના ક્લાસમાં વિશ્વમાં ચેસ મામલે ચોથા રેન્કિંગ પર છે. તેનું સપનું ગ્રાન્ડ માસ્ટર બનવાનું છે. ભારતીય હોવા છતાં શ્રેયસ સંપુર્ણ રીતે અંગ્રેજ થઇ ગયો છે, તેને હિન્દી નથી આવડતું અને મસાલેદાર ભોજન પસંદ નથી.

પેરેન્ટ્સની જોબ બ્રિટનમાં


- ભારતના બેંગ્લોરમાં જન્મેલો શ્રેયસ ત્રણ વર્ષનો હતો ત્યારથી લંડનમાં છે. તે ચેસમાં સતત આગળ વધી રહ્યો છે, તેથી જ તેના પેરેન્ટ્સ પણ જોબ અને શ્રેયસના શોખના કારણે બ્રિટનમાં જ રહેવા ઇચ્છે છે.
- શ્રેયસના પિતાના વર્ક વિઝા આ સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થઇ રહ્યા છે, તેથી વિઝા નિયમો અનુસાર, આ પરિવારે ભારત પરત જવું પડે તેમ હતું. પરંતુ શ્રેયસના કારણે બ્રિટનની ઇમિગ્રન્ટ પોલીસીએ પણ પોતાના નિયમો હળવા બનાવ્યા છે.
- બ્રિટનના ચેસ લવર્સ, મીડિયા, રાજનીતિજ્ઞો હવે શ્રેયસની પડખે ઉભા થઇ ગયા અને ગૃહ મંત્રાલયની સામે આ વાતને લઇ જોરશોરથી અવાજ ઉઠાવ્યો કે, આ અસાધારણ પ્રતિભાને બ્રિટનને ગુમાવવી ના જોઇએ.
- આખરે બ્રિટન સરકારે ઝૂકવું પડ્યું, આ પરિવાર ભારત પરત ફરવા માટે પોતાનો સામાન પેક કરી રહ્યો હતો, ત્યારે જ સમાચાર આવ્યા કે, તેઓ બ્રિટનમાં રહી શકે છે.

વર્ક વિઝા માટે કરશે આવેદન


- એક જાણીતા ન્યૂઝપેપર અનુસાર, બ્રિટનના ગૃહમંત્રી સાજિદ જાવિદે કહ્યું કે, તેઓએ વ્યક્તિગત સ્તરે આ નિર્ણય લીધો છે, કારણ કે શ્રેયસ પોતાની પેઢીના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી છે.
- શ્રેયસના પિતા જિતેન્દ્ર સિંહ હવે ટાયર-2 વર્ક વિઝા માટે આવેદન કરી શકશે, જે ચાર વર્ષ માટે માન્ય ગણાશે. જેનો અર્થ એ થયો કે આ પરિવાર આગામી ચાર વર્ષ સુધી બ્રિટનમાં રહી શકે છે.
- આ વિઝા ભારતીય સોફ્ટવેર કંપની ટીસીએસ સ્પોન્સર કરશે, જેમાં જિતેન્દ્ર સિંહ કામ કરે છે. શ્રેયસના પિતાનો આ ભરોસો હવે મજબૂત થયો કે, તેઓને આગળ બ્રિટનમાં જ સ્થાયી નિવાસ મળશે.
- શ્રેયસને આગામી વર્ષે બ્રિટન પાસપોર્ટ પણ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.


નાની ઉંમરે વધ્યો ચેસ પ્રત્યે લગાવ


- શ્રેયસનો જન્મ 9 જાન્યુઆરી, 2009ના રોજ થયો. શ્રેયસની માતાએ એક પંડિતને કુંડળી દેખાડી હતી તો તેઓએ કહ્યું કે, 9નો અંક ખૂબ જ શુભ છે અને આ બાળખ ખૂબ જ ખ્યાતિ મેળવશે.
- માત્ર ચાર વર્ષની ઉંમરે જ શ્રેયસની માતાએ તેને અન્ય એક્ટિવિટીઝની સાથે ચેસ સાથે જોડ્યો. છ મહિના બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટમાં શ્રેયસે એક ટ્રોફી પોતાના નામે કરી અને ત્યારબાદ સફર સતત આગળ વધતું ગયું.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, શ્રેયસ રોયલની વધુ તસવીરો...

X
શ્રેયસનો જન્મ 9 જાન્યુઆરી, 2009ના રોજ થયો હતો, તે ત્રણ વર્ષની ઉંમરથી જ યુકેમાં રહે છે.શ્રેયસનો જન્મ 9 જાન્યુઆરી, 2009ના રોજ થયો હતો, તે ત્રણ વર્ષની ઉંમરથી જ યુકેમાં રહે છે.
શ્રેયસને આગામી વર્ષે બ્રિટન પાસપોર્ટ પણ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.શ્રેયસને આગામી વર્ષે બ્રિટન પાસપોર્ટ પણ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
ચાર વર્ષની ઉંમરે જ શ્રેયસની માતાએ તેને અન્ય એક્ટિવિટીઝની સાથે ચેસ સાથે જોડ્યો. છ મહિના બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટમાં શ્રેયસે એક ટ્રોફી પોતાના નામે કરી.ચાર વર્ષની ઉંમરે જ શ્રેયસની માતાએ તેને અન્ય એક્ટિવિટીઝની સાથે ચેસ સાથે જોડ્યો. છ મહિના બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટમાં શ્રેયસે એક ટ્રોફી પોતાના નામે કરી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી