Home » NRG » UK » Ravi Ruparelia lost control of his McLaren 540C Coupé in Park Lane

લંડનમાં પૂર્વ સૈનિક પર કાર ચઢાવી ભાગી જનાર ગુજરાતી વેપારીને 22 મહિનાની જેલ

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 07:50 PM

પીડિત ગ્રીન સિગ્નલ થાય તેની રાહ જોતાં ઉભા હતા ત્યારે રવિએ તેમની ઉપર કાર ચઢાવી દીધી હતી

  • Ravi Ruparelia lost control of his McLaren 540C Coupé in Park Lane
    22 મહિનાની જેલ ઉપરાંત રુપારેલિયા પર 18 મહિના સુધી ડ્રાઇવિંગ પ્રતિબંદ લાદવામાં આવ્યો હતો (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ લંડનમાં ગયા વર્ષે નવેમ્બરમાં રસ્તા પર ઉભેલા 68 વર્ષના પીઢ ભૂતપૂર્વ સૈનિક પર કાર ચઢાવીને ભાગી જનાર એક ધનાઢ્ય ગુજરાતી મૂળના વેપારીને કોર્ટે 22 મહિનાની જેલની સજા ફટકારી છે. લંડનમાં સફળતાપૂર્વક એન્ટરટેઇનમેન્ટ અને હોટલ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી ગણાતા 30 વર્ષના રવિ રુપારેલિયાએ સ્ટોપ સિગ્નલ કુદાવી પાર્ક લેનમાં કાર પર કાબુ ગુમાવ્યો હતો અને જંક્શન પર રસ્તો ક્રોસ કરવા ઉભેલા એન્થોની ડેવિસ પર કાર ચઢાવી દીધી હતી.

    એન્થોનીને ડાબા પગમાં થઇ ગંભીર ઇજા


    - અકસ્માતના પગલે એન્થોની ત્યાં પડી ગયા હતા અને તેમના ડાબા પગમાં ઇજા થઇ હતી.
    - દુર્ઘટના પછી ત્યાં રોકાવા અને જોખમી ડ્રાઇવિંગ કરી એન્થોનીને ઇજા પહોંચાડવા બદલ રવિ રુપારેલિયાએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
    - લંડનની સાઉથવાર્ક કોર્ટ ખાતે કેસની સુનવણી કરી રહેલા જજ માર્ટિન બોડેડે કહ્યું કે, રુપારેલિયાનો ઘટનાસ્થળેથી ભાગી જવાનો નિર્ણય ખરાબ હતો.
    - અકસ્માત પછી રુપારેલિયાએ સૈનિકની માફી માગવાની અને પોતાને દુઃખ છે તેવું કહેવાથી કોણ રોકી શકતું હતું.

    રિમેમ્બરમ પરેડમાં ભાગ લેવા જઇ રહ્યા હતા સૈનિક


    - પ્રાપ્ત માહિતી અનુસાર, એન્થોની ડેવિસ 12 નવેમ્બર, 2017ના રોજ રિમેમ્બરમ ડેની પરેડમાં ભાગ લેવા વ્હાઇટ હોલ જઇ રહ્યા હતા.
    - દર વર્ષે આ દિવસ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં મનાવવામાં આવે છે.
    - એન્થોનીને કેટલાંક દિવસો સુધી વ્હિલચેરમાં જ રહેવું પડ્યું હતું.

    18 મહિના સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ


    - 22 મહિનાની જેલ ઉપરાંત રુપારેલિયા પર 18 મહિના સુધી ડ્રાઇવિંગ પ્રતિબંદ લાદવામાં આવ્યો હતો, તેમ જ ભોગ બનેલા સૈનિકને વળતર તરીકે 5000 પાઉન્ડ આપવાનો હુકમ કર્યો હતો.
    - ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે, પીડિત ગ્રીન સિગ્નલ થાય તેની રાહ જોતાં ઉભા હતા ત્યારે રવિએ તેમની ઉપર કાર ચઢાવી દીધી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ