Divya Bhaskar

Home » NRG » UK » Britain’s poshest student is hiring 12 staff to help her through university

બ્રિટનમાં અભ્યાસ કરતી ભારતીય અબજોપતિની દીકરીના એશો-આરામ માટે 12 નોકર, શાહી ખર્ચ બન્યો ચર્ચાનો વિષય

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 05:28 PM

4 વર્ષના અભ્યાસ માટે અબજોપતિ પરિવારે પેલેસ સહિત 12 પર્સનલ સ્ટાફની વ્યવસ્થા કરી છે.

  • Britain’s poshest student is hiring 12 staff to help her through university
    સ્ટાફમાં શૅફ, બટલર, માળી ઉપરાંત દરવાજો ખોલવા અને શોપિંગ માટે પણ રાખ્યા નોકર

    એનઆરજી ડેસ્કઃ બ્રિટનમાં એક ભારતીય સ્ટુડન્ટ મીડિયામાં છવાયેલી છે. તેની પાછળનું કારણ તેના શાનદાર એકેડમિક રેકોર્ડ અથવા મોટાં પદ નથી પરંતુ શાહી એશો-આરામનું જીવન છે. અંગ્રેજી અખબાર 'ધ સન'માં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, એક ભારતીય અબજોપતિની દીકરી હાલના દિવસોમાં સ્કોટલેન્ડના સેન્ટ એન્ડ્રૂઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. દીકરીના અભ્યાસ માટે પેરેન્ટ્સે આલિશાન મહેલની સાથે 12 સ્ટાફની વ્યવસ્થા કરી છે. સ્ટાફમાં ખાસ પ્રકારે બટલર, શૅફ, મેઇડ, હાઉસકિપર, માળી અને શૉફર સામેલ છે.


    માત્ર નિષ્ણાત સ્પેશિયલ ટીમને આપી નોકરી


    - મીડિયા રિપોર્ટ અનુસાર, 4 વર્ષના અભ્યાસ માટે પેલેસની સાથે જ ખાસ પ્રકારે પોતાના કામમાં નિષ્ણાત સ્પેશિયલ સ્ટાફની નિયુક્તિનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
    - આ પરિવાર અત્યંત ધનાઢ્ય છે, તેથી માત્ર અનુભવી અને કુશળ સ્ટાફની નિયુક્તિ પર ભાર મુકવામાં આવ્યો છે. બટલરનું કામ ખાસ પ્રકારે મેન્યુ જોવાનું હશે અને ટીમ કેવી રીતે ભોજન બનાવી રહી છે, તેના પર ધ્યાન આપવાનું છે.
    - ફૂટમેનનું કામ ભોજન સર્વ કરવું અને ટેબલની સાફ-સફાઇ છે.


    ભારતીય સ્ટુડન્ટના અભ્યાસ માટે આટલો ખર્ચ પ્રથમ ઉદાહરણ


    - પરિવારે નોકર માટે આપેલી જાહેરાતમાં ખુશમિજાજ, ઉર્જાથી ભરપૂર અને આત્મવિશ્વાસથી ભરેલા વ્યક્તિઓની જરૂર હોવાનું લખ્યું છે.
    - એવું માનવામાં આવી રહ્યું છે કે, કોઇ ભારતીય સ્ટુડન્ટના અભ્યાસ માટે આટલી ખર્ચાળ લાઇફસ્ટાઇલ અત્યાર સુધીનું પ્રથમ ઉદાહરણ છે.
    - તેની સાથે જ પર્સનલ સ્ટાફ માટે જે કામની યાદી છે, તેમાં જરૂરિયાતના સમયે દરવાજો ખોલવો, બીજાં સ્ટાફની સાથે રૂટિન શિડ્યુલ બનાવવું, વોર્ડરોબ મેનેજમેન્ટ અને પર્સનલ શોપિંગ પણ સામેલ છે.
    - મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જરૂરિયાતના સમયે હંમેશા દરવાજો ખોલવા માટે તૈયાર સ્ટાફની સેલેરી અંદાજિત 30,000 પાઉન્ડ (2 લાખ 81 હજાર રૂપિયા) પ્રતિવર્ષ છે.
    - પરિવાર આ શાહી ખર્ચને લઇને લોકો એવું માને છે કે, તેઓ અત્યંત એલિટ ક્લાસમાંથી આવતા હોવાના કારણે તેઓ દીકરીના અભ્યાસમાં કોઇ પ્રકારની મુશ્કેલી નથી આવવા દેવા ઇચ્છતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending