Home » NRG » UK » પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note

પત્ની FB પર અન્ય યુવકો સાથે ફ્રેન્ડશિપ કરતી હતી, પતિનું આત્મવિલોપન

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 06:25 PM

આ તો બધુ કેસ થયા પછી મેં ઇન્કવાયરી કરી અને બધું મારા ફોનમાં સ્ક્રીન શોટ પાડેલા છે

 • પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્નીએ તેના પ્રેમી અને પરિવાર સાથે મળીને યુવક સામે કર્યો દહેજનો કેસ (તસવીરઃ શૈલેષકુમાર પટેલ)

  એનઆરજી ડેસ્કઃ કપડવંજ આંતરસુબામાં રહેતાં બ્રિટન રિટર્ન યુવકે મોડી રાત્રે પોતાની જાતને જલાવી હતી. જોકે, આ પગલું ભરતાં પહેલાં તેણે રૂા.20ના સ્ટેમ્પ પેપર પર સ્યુસાઇડ નોટ લખી છે. આશરે દસેક પાનાની આ નોટમાં તેણે તેની પત્ની, સાળા સહિત સાસરીયાં અને અન્ય યુવક પર આક્ષેપ કર્યા હતાં. તેની સ્યુસાઇટ નોટનો સારાંશ આ પ્રમાણે છે. અલબત્ત, આ નોટમાં કરાયેલા આક્ષેપો અને તે કોણે લખી છે, તે બાબતે પોલીસે હેન્ડરાઇટર્સ એક્સપર્ટ, એફએસએલની મદદ લેશે.

  પત્ની-ભાઇઓ-પ્રેમીનું કારસ્તાન : સ્યુસાઇડ નોટમાં આક્ષેપો

  - હું જાતે શૈલેષકુમાર પટેલ મારા હોશમાં રહીને જે લખાણ કરું છું તે કે મારું આત્મહત્યા કરવાનું કારણ નીચે જણાવેલ વ્યક્તિઓ છે. કેમ કે, તે લોકોએ અને તેમના ફેમિલીવાળાઓએ ખોટું ખોટું અમને દહેજના કેસમાં ફસાવ્યાં છે.
  - પ્રશાંત જોષી (મારો સાળો), સંજય જોષી (મારો સાળો), જનક શર્મા, ભુમિકા જોષી (મારી પત્ની) ગુજરાત પોલીસ અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે, કાલે મારો બર્થ ડે છે. તો મારી બર્થ ડે ગિફ્ટ મને ન્યાય અપાવે. મારું બલીદાન વ્યર્થ ન જવું જોઈએ. તો જ મારી આત્માને શાંતિ મળશે.
  - મારી પત્ની ભુમિકા જોડે મારી ઓળખાણ ઓનલાઇન શાદી ડોટ કોમ પર થઇ હતી. આજથી બે વર્ષ પહેલાં જાન્યુઆરી, 2016માં એપ્રિલ મહિનામાં અમારી સગાઇ થઇ ત્યારે પણ હું લંડન હતો.
  - સગાઇનો બધો ખર્ચા પણ અમારી જોડે કરાવ્યો. મેં તો તેને પ્રેમ કર્યો. તેના પ્રેમમાં છેક લંડનથી ઇન્ડિયા આવ્યો. પણ તેણે મારા પૈસાને પ્રેમ કર્યો અને પરિવારજનો સાથે મળી મને દહેજના કેસમાં ફસાવ્યો.
  - દિવાળી પછી મને હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે આવી પણ રજા આપી તે સાથે પિયર જતી રહી. ત્યાર બાદ અમે સીધા 02 ફેબ્રુઆરી, 2017ના રોજ મળ્યાં.
  - ચાર મહિના પછી તે પણ નરેન્દ્રનો ફોન આવ્યો તો જતી રહી. ભૂમિકા મારા કરતાં નરેન્દ્ર પટેલ જોડે વધારે વાતો કરે છે. મોબાઇલનું સીમ પણ તેનું વાપરે છે.
  - જૂનની 23/06/16ના રોજ હું ઇન્ડિયા આવ્યો. 06/07/2016ના રોજ અમારા લગ્ન થયા પછી બસ તેણે તો તેનું રૂપ બતાવવાનું શરું કરી દીધું.
  - હું અહીં નહીં રહું મને મારા ઘરે મુકી આવ. મને ફાવતું નથી. સાહેબ છ વર્ષે લંડનથી આવ્યો, આતરસુંબા પિતા સાથે રહેવાની ઇચ્છા હતી તે બાબતે પણ ઝઘડો કર્યો. તેને સ્કૂટર અને પછી ગાડી મારા ખર્ચે લાવી આપી.
  - ગાડી લીધા પછી કહે, ગાડી ગામડે નહી લઇ જવાની. નવ મહિનામાં બધા દિવસ થઇને 15થી 20 દિવસ જ ગામડે રહી હશે. હવે નવું મકાન રાખવાની વાત આવી. વડોદરા શોધવાનું કહ્યું. ત્યાર બાદ નરોડા મકાન રાખ્યું. તેને મકાન નરેન્દ્રના નામે લેવું હતું એટલે કે તેના થ્રુ લોન પાસ કરાવવી હતી.
  - આ બાબતે ઝઘડો થતા મારા પરિવારવાળા અને ભુમિના પરિવારવાળા તેના ઘરે મળ્યાં અને ભાડે મકાન રાખવાનું કહીને નક્કી કર્યું. ત્યારબાદ ભુમિકાએ તેને જાતે બાલાજી એનક્લેવમાં તેના ફ્રેન્ડ થ્રુ મકાન સોંપ્યું. 02-04-2017ના રોજ અમે ઘડો મુક્યો અને 04-04-2017ના રોજ બપોરે 2થી 3 વાગ્યાની વચ્ચે મારા પર દહેજનો આરોપો લગાવીને મને મારા પર કેસ કરી દીધાં.
  - હું બ્રિટન છોડીને અહીં આવ્યો તો શું દહેજ લેવા માટે આવ્યો હોઇશ. લગ્નથી માંડીને સગાઇ સુધીનો બધો ખર્ચો મેં કર્યો છે. સાહેબ, તે તો મને નરેન્દ્રની ઓફિસ એમ કહીને લઇ ગઇ હતી કે આપણે સીએના ત્યાં જવાનું છે.
  - ભુમિ ઇન્ડસ્ટ્રીઝની પાર્ટનરશીપના કાગળ અને લોન પેપર લેવા જેવાનું છે. પરંતુ મને પછી ખબર પડી કે તે તો નરેન્દ્ર હતો. કેસ થયા પછી જો તેને ત્રણ વાર પર પુરૂષ સાથે પકડી. કારણ કે તેના માટે હું લંડનથી આઈફોન લાવ્યો છું. તેના ફાઇન્ડ આઈફોનના નામથી એપ્સથી તેના લોકેશન ટ્રેસ કરીને મેં તેને પકડેલ છે. 80 હજારનો ફોન પત્નીને આપનાર દહેજ માંગે ?
  - સાહેબ આ તો મારી પત્ની ભુમિકા 2010ની સાલથી ઓનલાઇન છોકરાઓ જોડે ફ્રેન્ડશીપ કરે છે. આ તો બધુ કેસ થયા પછી મેં ઇન્કવાયરી કરી અને બધું મારા ફોનમાં સ્ક્રીન શોટ પાડેલા છે. સાહેબ તેના કેટલા નામ છે ? ખબર છે ? રેખા જોષી, આર.જે. રાધા, એંજલ આટલા બધા તો તેના નામ છે.
  - રેખા જોષીનું નામથી વધારે ફેમસ છે. સાહેબ, બસ હવે તમે અમને પુરો ન્યાય અપાવશો. મારું બલીદાન વ્યર્થ ન જવું જોઈએ. સાહેબ અમે કોઇ દહેજ માંગેલ નથી.
  - સાહેબ, 04/04/2017ના રોજ મારા પર કેસ કરતા પહેલા મને ફ્લેટમાં અને કમ્પાઉન્ડમાં બહુ માર મારેલ હતો. મારી પત્નીના દેખતા તેના ભાઈઓએ મને માર મારેલ હતો. આખી સોસાયટી જોઇ રહી હતી. સાહેબ પછી ત્યાંથી ભાગીને મેં મારા ભાઇ બળદેવને ફોન કરી દીધો. એટલે પછી આ લોકોએ પોલીસને બોલાવીને જુદા જુદા કેસ કરી લીધાં.
  - મારી પાસે મારા શોપીંગ રૂપિયા બધા પતિ ગયાં અને ધંધો કરવા ના બહાને, બીમારીના બહાને, એમ કરી કરીને મારા પૈસા પડાવી લીધાં.
  - હું ખાલી થઇ ગયો એટલે કેસ કરી દીધો. બસ મારા બધા રૂપિયા પતિ ગયા બસ એ જ જયશ્રી રામ. જય હિન્દ.

  આપનો વિશ્વાસુ, પટેલ શૈલેષકુમાર

  આગળની સ્લાઇડ્સમાં જાણો, પિતરાઇ ભાઇ દોડી આવ્યો...

 • પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમે આગ બુઝાવી, પણ તેને ન બચાવી શક્યા - પ્રત્યક્ષદર્શી

  પિતરાઇ ભાઈ ગાંધીનગરથી ચાલુ ફોને દોડતો આવ્યો


  - સુસાઇડ પહેલા શૈલેષે ગાંધીનગર ખાતે તેના પિતરાઇને ફોન કર્યો હતો. જેમાં તેણે પત્નીના ત્રાસથી કંટાળી આત્મદાહ કરવા જઇ રહ્યો હોવાની વાત કરી હતી. 
  - આથી, તેના પિતરાઇ બળવંતભાઈ ચાલુ ફોને તેને વાતોમાં રાખી આંતરસુબા આવવા નીકળ્યાં હતાં. પરંતુ તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં શૈલેષનું મોત થઇ ચૂક્યું હતું.

   

  મારી સામે જ શૈલેષ સળગતો અંદરની રૂમમાંથી બહાર આવ્યો


  - 'ઘરની નીચેનો દરવાજો ખુલ્લો હતો અને ધુમાડો ઉપલા માળે દેખાતા હું ઉપર તરફ દોડ્યો અને મારી સામે જ શૈલેષ સળગતો અંદરની રૂમમાંથી બહાર આવ્યો, હજી હું કાંઇ કરૂં કે સમજું તે પહેલા જ તે ઢગલો થઇને જમીન ઉપર પટકાયો, અમે આગ બુઝાવી, પણ તેને ન બચાવી શક્યા.' - મુકેશભાઇ

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, જન્મદિવસની રાત્રે જ કર્યો આત્મદાહ, પત્ની કરતી એટીએમ તરીકે ઉપયોગ... 

 • પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  હું બ્રિટન છોડીને અહીં આવ્યો તો શું દહેજ લેવા માટે આવ્યો હોઇશ? - શૈલેષ પટેલ (તસવીરઃ ભુમિકા જોષી, શૈલેષ પટેલ)

  જન્મદિવસની રાત્રે જ મૃત્યુ વ્હાલું કર્યું


  - 19 એપ્રિલે શૈલેષનો જન્મદિવસ હતો, માતા-પિતા પુત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે તેના કહેવાથીર ગાંધીનગર ગયા હતા અને જન્મદિવસની ગણતરીની મિનિટો પહેલા જ શૈલેષે અગનપિછોડી ઓઢી મોત વ્હાલું કર્યું. 
  - માતા-પિતા, પિતરાઇ ભાઇની આંખો વારંવાર શૈલેષને યાદ કરીને ભિંજાતી હતી. 

   

  દારૂ પીવા રાજસ્થાન બોર્ડર પર લઇ જતી હતી


  - હું તેને અઢળકપ્રેમ કરતો હતો. તેને જોડે બેસીને દારૂનો પેગ બનાવી આપતો હતો. તેને દારૂ પીવો હોય તો રાજસ્થાન બોર્ડર પર જતાં હતાં. 
  - તેના પગ દબાવી આપતો હતો. પરંતુ આટલું કરવા છતાં બી તેને કદી મને પત્ની સુખ નથી આપ્યું. બસ મારો એટીએમ તરીકે ઉપયોગ જ કર્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ