• Home
  • NRG
  • UK
  • Paresh Patel, had been last seen walking along Belgrave Road in the heart of Leicester

બ્રિટનઃ 21 દિવસથી ગુમ ગુજરાતી પરેશ પટેલનું શબ કેનાલમાંથી મળી આવ્યું

પરેશની પત્ની કલ્પનાએ પરેશ પરત આવે તે માટે એક ભાવુક વીડિયો મેસેજ પણ શૅર કર્યો હતો

divyabhaskar.com | Updated - Dec 03, 2018, 12:01 PM
પરેશ પટેલ અને તેમની પત્ની કલ્પના પટેલ (ફાઇલ)
પરેશ પટેલ અને તેમની પત્ની કલ્પના પટેલ (ફાઇલ)

- 10 નવેમ્બરની સાંજે પરેશ પટેલ ઘરેથી ફરવા નિકળ્યા હતા અને ત્યારથી ગુમ હતા.
- પરેશના બાળકોએ 'ડેડી પાછા આવો' તેવા પોસ્ટર લઇને રેલી કાઢી હતી, જેમાં 500 લોકો સામેલ થયા હતા.
- પોલીસે કહ્યું, મોતને સંદિગ્ધ ગણીને તપાસ કરવામાં આવી રહી છે.


એનઆરજી ડેસ્કઃ યુકેના લીસેસ્ટર શહેરમાં રહેતા મૂળ ગુજરાતી પરેશ પટેલનું શબ શનિવારે શહેરની એક કેનાલમાંથી મળી આવ્યું છે. પરેશ 10 નવેમ્બરથી ગુમ હતા. આ દિવસે પરેશ બેલગ્રેવ રોડ પર ચાલવા નિકળ્યા હતા, ત્યારબાદથી તેઓના કોઇ સમાચાર નહતા.

10 નવેમ્બરથી ગુમ થયા પરેશ પટેલ


- પરેશની પત્ની કલ્પનાએ પરેશ પરત આવે તે માટે એક ભાવુક વીડિયો મેસેજ પણ શૅર કર્યો હતો.
- પોલીસે કહ્યું કે, મૃતકની ઓળખ 48 વર્ષીય પરેશ પટેલ તરીકે થઇ છે.
- તેઓ 10 નવેમ્બરના રોજ સાંજે ઘરેથી નિકળ્યા હતા, તે સમયે તેઓને અંતિમ વખત જોવામાં આવ્યા. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે અને અન્ય ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
- પોલીસ આ મોતને સંદિગ્ધ સંજોગોમાં થઇ હોવાનું માની તપાસ શરૂ કરી દીધી છે.

પરેશાન હતો પરિવાર


- પરેશ અને કલ્પનાના બે દીકરા કિયાન (12) અને હર્ષલ (9) છે. બંને બાળકોએ 'ડેડી પાછા આવી જાવ' (Come Home Daddy) લખીને એક પોસ્ટર રેલી પણ કાઢી હતી.
- જેમાં સ્થાનિક અંદાજિત 500 લોકો સામેલ થયા હતા.
- પરેશનું શબ મળ્યા બાદ પરિવારે કહ્યું કે, આખો પટેલ પરિવાર મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. પોલીસે આ સમયમાં સાથ આપ્યો તે બદલ તેઓનો ધન્યવાદ.
- પોલીસ અને અન્ય સંબંધીઓ દરેક સમયે અમારી સાથે રહ્યા. તમારાં પ્રયત્નોથી જ પરેશ અંગે જાણકારી મળી શકી.
- પરેશને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આખા વિસ્તારમાં તેઓના પોસ્ટર લગાવ્યા હતા.

પરેશને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આખા વિસ્તારમાં તેઓના પોસ્ટર લગાવ્યા હતા.
પરેશને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આખા વિસ્તારમાં તેઓના પોસ્ટર લગાવ્યા હતા.
પરેશ અને કલ્પનાના બે દીકરા કિયાન (12) અને હર્ષલ (9) છે. (ફાઇલ)
પરેશ અને કલ્પનાના બે દીકરા કિયાન (12) અને હર્ષલ (9) છે. (ફાઇલ)
પરેશ પટેલ તેમના પરિવાર સાથે (ફાઇલ)
પરેશ પટેલ તેમના પરિવાર સાથે (ફાઇલ)
X
પરેશ પટેલ અને તેમની પત્ની કલ્પના પટેલ (ફાઇલ)પરેશ પટેલ અને તેમની પત્ની કલ્પના પટેલ (ફાઇલ)
પરેશને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આખા વિસ્તારમાં તેઓના પોસ્ટર લગાવ્યા હતા.પરેશને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આખા વિસ્તારમાં તેઓના પોસ્ટર લગાવ્યા હતા.
પરેશ અને કલ્પનાના બે દીકરા કિયાન (12) અને હર્ષલ (9) છે. (ફાઇલ)પરેશ અને કલ્પનાના બે દીકરા કિયાન (12) અને હર્ષલ (9) છે. (ફાઇલ)
પરેશ પટેલ તેમના પરિવાર સાથે (ફાઇલ)પરેશ પટેલ તેમના પરિવાર સાથે (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App