ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» ભરૂચના વિમલ ચોકસી બ્રિટનની આસ્ટન કાઉ.ની ચૂંટણીમાં વિજેતા થયાં | bharuch's vimal Choksi won the British Austen Council election

  ભરૂચના વિમલ ચોકસી બ્રિટનની આસ્ટન કાઉ.ની ચૂંટણીમાં વિજેતા થયાં

  Bhaskar News, Bharuch | Last Modified - May 07, 2018, 03:09 AM IST

  આસ્ટન શહેરમાં કાઉ.ની ચૂંટણીમાં 40 વર્ષમાં પ્રથમ ભારતીય તરીકે ચુંટાવાનું બહુમાન મળ્યું
  • ભરૂચના વિમલ ચોકસી બ્રિટનની આસ્ટન કાઉ.ની ચૂંટણીમાં વિજેતા થયાં
   ભરૂચના વિમલ ચોકસી બ્રિટનની આસ્ટન કાઉ.ની ચૂંટણીમાં વિજેતા થયાં

   ભરૂચ: યુકેના માન્ચેસ્ટર પાસે આવેલ આસ્ટન શહેરની ચૂંટણીમાં મૂળ ભરૂચના વિમલ પ્રવિણભાઇ ચોકસી તેના હરીફ ઉમેદવારો સામે બેગણા મતોથી વિજેતા થયા છે. આસ્ટન શહેર કાઉન્સીલની ચૂંટણીના ૪૦ વર્ષના ઇતિહાસમાં પહેલા ભારતીય તરીકે ચૂંટાવાનું બહુમાન મેળવ્યું છે. ભારતમાં એમ.એસ.સી. આઇ.ટી.નો અભ્યાસ કરનાર વિમલ ચોકસી ૨૦૦૪માં અભ્યાસ માટે યુ.કે. ગયા હતા. જ્યાં તેમને ઇન્ટરનેશનલ બિઝનેશ મેનેજમેન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેઓ ઓલ્ડહામ કાઉન્સીલમાં ફરજ બજાવતા હતા. સાથે-સાથે તેઓ સામાજિક પ્રવૃત્તીઓમાં પણ સક્રિય હતાં.

   હરીફ ઉમેદવારને બમણા કરતાં વધુ મતોથી મહાત આપી

   આસ્ટન શહેરમાં વસતા ભારતીયોના ‘ઇન્ડીયન એસોસીએશન’માં સેક્રેટરી તરીકે ફરજ અદા કરતા હતા. યુ.કે.ની લેબર પાર્ટીમાં પણ તઓ સક્રિય હતા. તાજેતરમાંયોજાયેલ આસટન શહેરની ચૂંટણીમાં લેબર પાર્ટીના એક્ટિવ મેમ્બરોમાં મતદાન થતા કાઉન્સીલની ચૂંટણીમાં ઉભા રહેવાની તક વિમલ પ્રવિણભાઇ ચોકસીને મળી હતી. જેમાં તેમણે તેમની હરીફ એવી કંજરવેટીવ પાર્ટીના ઉમેદવારને બે ગણા મતોથી હરાવી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો.આસ્ટન શહેર કાઉન્સીલમાં છેલ્લા ૪૦ વર્ષના ઈતિહાસમાં કાઉન્સીલર તરીકે પહેલી વખત એક ભારતીય તરીકે તેઓ ચૂંટાયા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભરૂચના વિમલ ચોકસી બ્રિટનની આસ્ટન કાઉ.ની ચૂંટણીમાં વિજેતા થયાં | bharuch's vimal Choksi won the British Austen Council election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top