Home » NRG » UK » Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor

અમદાવાદી યુવતી લંડનમાં કરે છે હેલ્ધી કપ કેકનો બિઝનેસ, કરે છે ધૂમ કમાણી

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 05:13 PM

પુત્રીને પ્રેરણાસ્ત્રોત માનીને માતાએ પણ શહેરમાં અનુજાની હેલ્થી કપ કેક બનાવવાનું શરૂ કરી દીધું

 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  અનુજા હાલ તેના પતિ અને પુત્ર સાથે લંડનના હેરોમાં રહે છે

  લંડનઃ એક સ્ત્રી જેણે માર્કેટિંગમાં પોતાની કારકીર્દી છોડીને બેકિંગની આશાઓ સાથે 'હેલ્ધી' કેક બનાવવાની શરૂ કરી અને ડાયાબિટીસના દર્દી માટે સ્વીટ કેકનું સોલ્યુશન લાવી આપ્યું. અમદાવાદ મૂળની અને હાલ હેરો ખાતે રહેતી અનુજા વકીલને તાજેતરમાં હેરો સિટીના મેયર કલ્લર માર્ગેટ ડાવિન દ્વારા હાઇ-ટી માટે ઇન્વાઇટ આમંત્રિત કરવામાં આવી હતી, જ્યાં તેણી કેટલાંક ક્રિએશન સાથે લાવી હતી.

  ડાયાબિટીસના દર્દીઓ લોકો માટે તૈયાર કરે છે કેક

  - અમદાવાદની ૩૬ વર્ષીય યુવતી અનુજા વકીલ અમદાવાદમાં લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરતી હતી, લગ્ન બાદ તે તેના પતિ સાથે લંડન શિફ્ટ થઈ હતી.
  - અનુજા હાલ તેના પતિ અને પુત્ર સાથે લંડનના હેરોમાં રહે છે અને સાથે હેલ્ધી ડિલાઈટ્સમાં ડાયાબિટીસ ધરાવતા લોકો માટે હેલ્ધી કપ કેક્સ તૈયાર કરે છે.
  - હાલ હેલ્ધી કપ કેક્સ જાણીતું નામ બની ગયું છે.
  - પુત્રીને પ્રેરણાસ્ત્રોત માનીને માતાએ પણ શહેરમાં અનુજાની હેલ્ધી કપ કેક બનાવવાનું શરૂ કરી દીધું છે.


  અનુજાના કેક આ કારણે છે હેલ્ધી

  - હેલ્ધી કપ કેક બનાવવા અંગે અનુજાએ કહ્યું કે, આ કપ કેક બટર અને શુગર વગર તૈયાર કરવામાં આવે છે અને તેમાં એગનો સહેજ પણ ઉપયોગ કરવામાં આવતો નથી.
  - તેમજ આ કેક મેંદામાંથી નહીં પરંતુ મલ્ટી ગ્રેન લોટમાંથી બનાવવામાં આવે છે.
  - આ કપ કેકમાં ફાઉન્ટેન કેક હાલ ટ્રેન્ડમાં છે, પરંતુ તેમાં સુગરના રોટલાના બદલે હેલ્ધી વાઈટ ક્રિમનો ઉપયોગ કરવામાં આવે છે.
  - આ ક્રિમથી ફિનિશિંગ કરવાનું કામ અનુજા વેલેરિયા અને ક્રિસ્નિયા પાસેથી શીખી છે.

  આગળ વાંચોઃ અનુજાએ લંડનમાં કેવી રીતે ફેલાવ્યો કપ કેક્સનો બિઝનેસ...

 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  અનુજા વકીલ અમદાવાદમાં લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરતી હતી

  - વધુમાં અનુજાએ કહ્યું કે, મેં તૈયાર કરેલી કપ કેક્સ હેલ્ધી હોય છે અને ખાસ કરીને બાળકો આ કપ કેકને વિનાં સંકોચે ખાઈ શકે છે. 
  - મેં મલ્ટી ગ્રેન લોટમાંથી કપ કેક બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે હું મુંબઈમાં જે ફ્લેટમાં રહેતી હતી ત્યાં ફ્રિમાં આપતી હતી, પણ કોઈએ મને સાથ આપ્યો નહોતો. 
  - આ દરમિયાન મુંબઈની એક નર્સરી સ્કૂલમાં મને સ્ટોલ નાખવાની તક મળી, અહીંથી મારા જીવનમાં વળાંક આવ્યો. 
  - સ્ટોલ પર આવતી માતાઓને મેં બનાવેલી કેક હેલ્ધી લાગી અને એ પછી મને ઓર્ડર મળવાના શરૂ થયા હતા. 
  - મુંબઈની જાણીતી સ્કૂલોમાં કોઈ પણ સ્ટુડન્ટનો બર્થ ડે હોય તો કપ કેકનો ઓર્ડર મને જ મળતો હતો. 

 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  પુત્રીને પ્રેરણાસ્ત્રોત માનીને માતાએ પણ શહેરમાં અનુજાની હેલ્ધી કપ કેક બનાવવાનું શરૂ કરી દીધું છે.

  લંડનમાં આ રીતે સેટ કર્યો બિઝનેસ

   

  - અનુજાએ જણાવ્યું કે, કપ કેક્સનો બિઝનેસ માંડ સેટ થયો ત્યાં ફરી મારા જીવનમાં વળાંક આવ્યો અને મારે મારા પતિ સાથે લંડનમાં શિફ્ટ થવાનું થયું. 
  - અહીંયા મને ખબર નહોતી કે કપ કેક બનાવવાનો સામાન ક્યા મળે છે તે છતા મુંબઈથી હું જે સામાન લઈને આવી હતી.
  - આ સામાનમાંથી કપ કેક બનાવી અને પુત્રને નર્સરીમાં જે સ્કૂલમાં દાખલ કર્યો હતો ત્યાં આવતી માતાઓને કપ કેક ટેસ્ટ કરાવી.
  - બાદમાં અહીંયા પણ ઓર્ડર આવવાના શરૂ થઈ ગયા. 
  - અહીંયા થોડા સમય બાદ ઈન્ટરનેટ પર સર્ફિગ કરવાનું શરૂ કર્યું જેના દ્વારા મને આસપાસના માર્કેટ મળ્યા. 
  - મને મારા પતિનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે જેમના લીધું આજે હું આ સ્તરે પહોંચી છું.

 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  વિવિધ પ્રકાર ફ્લેવર અને ટેસ્ટ માટે તે લંડનમાં વિખ્યાત બની છે.

  આ કારણે ફેમસ બની કપ કેક્સ

   

  - લંડનના હેરોમાં પરિવાર સાથે રહેતી અનુજા છેલ્લાં સાડા પાંચ વર્ષથી લંડનમાં રહે છે અને અહીંયા અનુજા હેલ્ધી ડિલાઇટ્સ ફોર કપ કેક બનાવે છે. 
  - તે કેક બનાવવાનો સામાન અમદાવાદથી લઈ જાય છે. કેકમાં વપરાતા વિવિધ પ્રકાર ફ્લેવર અને ટેસ્ટ માટે તે લંડનમાં વિખ્યાત બની છે. 
  - લંડનમાં બેસ્ટ ક્વોલિટી ધરાવતી કપ કેક પણ તે નોર્મલ રેટમાં આપે છે. 
  - અહીંયા ફ્યુઝન કપ કેકસ તેમજ કેકનો કોન્સેપ્ટ શરૂ કરતી અનુજા કેકમાં ગુલાબ જાંબુ, બુંદીના લાડુ જેવાં કોન્સેપ્ટથી કેક તૈયાર કરે છે.

 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  આ કપ કેકને બેક કરવા માટે યોર્ગટ પણ ઉપયોગમાં લીધું હતું.

  હેરોના મેયર તથા બોલિવૂડ અભિનેત્રીને ચખાડ્યો છે સ્વાદ

   

  - લંડનની હેરો સિટીનાં મેયર કલ્લર માર્ગેટ ડાવિનને પણ ડાયાબિટીસ ટાઇપ -૨ની બીમારી છે. 
  - જ્યારે હેરોનાં મેયર એક ફંકશનમાં આવ્યા હતાં ત્યારે કપ કેક ખાવાનો ઇન્કાર કર્યો હતો. 
  - જેને લઈને અનુજાએ સ્પેશિયલ મેયર માટે સુગર ફ્રી કપ કેક તૈયાર કરી. આ કપ કેકને બેક કરવા માટે યોર્ગટ પણ ઉપયોગમાં લીધું હતું. 
  - જ્યારે મેયરે તેમને હાઇ-ટી માટે ઇન્વાઇટ કર્યા ત્યારે  તેમને સુગર ફ્રી કપ કેક પસંદ આવી હતી. 

 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  અનુજાએ તૈયાર કરેલી હેલ્ધી કપ કેક્સ
 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અનુજાએ કહ્યું કે, મેં તૈયાર કરેલી કપ કેક્સ હેલ્ધી હોય છે અને ખાસ કરીને બાળકો આ કપ કેકને વિનાં સંકોચે ખાઈ શકે છે.
 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આ કપ કેકમાં ફાઉન્ટેન કેક હાલ ટ્રેન્ડમાં છે,
 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન જ્યારે હેરોમાં એક ઇવેન્ટની મુલાકાતે આવી હતી ત્યારે તેને પણ આ કપ કેક ટેસ્ટ કરી વખાણ કર્યા હતા.
 • Anuja, originally from Ahmedabad, India, previously worked as a life insurance advisor
  અનુજાએ તૈયાર કરેલી હેલ્ધી કપ કેક્સ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ