• Home
  • NRG
  • UK
  • businessman's wife Anni was killed in a robbery in shortly after their wedding in 2010

UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; 'પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત'

2010માં એન્ની અને શ્રિયાન દેવાણીના લગ્ન થયા હતા, સાઉથ આફ્રિકામાં હનીમૂનથી પાછા ફરતા પહેલાં મળી હતી એન્નીની લાશ

divyabhaskar.com | Updated - Aug 06, 2018, 05:27 PM
(ડાબે) લગ્ન સમયે શ્રિયાન અને એન્ની દેવાની (જમણે) શ્રિયાન દેવાની અને તેનો બ્રાઝિલિયન બોયફ્રેન્ડ ફોટોગ્રાફર ગ્લેડિસન લોપેઝ માર્ટિન
(ડાબે) લગ્ન સમયે શ્રિયાન અને એન્ની દેવાની (જમણે) શ્રિયાન દેવાની અને તેનો બ્રાઝિલિયન બોયફ્રેન્ડ ફોટોગ્રાફર ગ્લેડિસન લોપેઝ માર્ટિન

એનઆરજી ડેસ્કઃ બ્રિટન, સાઉથ આફ્રિકા અને સ્વિડનમાં ભારે ચર્ચા જગાવનાર મૂળ ગુજરાતી અને બ્રિટનના જાણીતા લોહાણા પરિવારની એન્ની દેવાની મર્ડર કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. નવેમ્બર, 2010માં એન્ની દેવાણી અને યુરોપના અબજોપતિ એનઆરઆઇ શ્રિયાન દેવાની સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ હનીમૂન માટે સાઉથ આફ્રિકા ગયા હતા. જ્યાં આ પતિ-પત્નીનું કાર સહિત અપહરણ કરવામાં આવ્યું હતું. ડ્રાઇવરે ચાલુ કારમાંથી શ્રિયાનને બહાર ફેંકી દીધો હતો, ત્યારબાદ 14 નવેમ્બરના રોજ એન્નીની લાશ કારમાંથી મળી આવી હતી. એન્નીની હત્યાનો આરોપ તેના પતિ શ્રિયાન ઉપર છે. એન્ની પરિવારે દાવો કર્યો હતો કે, શ્રિયાન હોમોસેક્સ્યુઅલ છે અને તેને આ વાત છૂપાવવા માટે એન્નીની હત્યા કરી હતી.

શ્રિયાને બોયફ્રેન્ડ સાથે કર્યા ફોટોગ્રાફ્સ પોસ્ટ


- એન્નીના પિતા વિનોદ હિંડોચાએ શ્રિયાનના ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથેના ફોટોગ્રાફ્સ જોઇ દુઃખ વ્યક્ત કર્યુ હતું. એનીના પિતા વિનોદ હિંડોચા પણ સ્વીડનની પ્રખ્યાત હસ્તી છે.
- બ્રિટિશ બિઝનેસમેન શ્રિયાન દેવાનીએ તેના બ્રાઝિલિયન બોયફ્રેન્ડ અને ફોટોગ્રાફર ગ્લેડિસન લોપેઝ માર્ટિન સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. આ કપલ હાલ વેસ્ટ લંડનમાં લીવ-ઇનમાં રહેતું હોવાનું સામે આવ્યું છે.
- એન્નીના પિતા વિનોદ હિંડોચાએ જણાવ્યું કે, અમને જાણકારી મળી હતી કે, શ્રિયાન અને તેના બોયફ્રેન્ડે મુંબઇની પણ મુલાકાત લીધી હતી. આ ખૂબ જ દુઃખદ બાબત છે કારણ કે, આ જ શહેરમાં તેણે એન્ની સાથે લગ્ન કર્યા હતા.
- દેવાની અને માર્ટિન 18 મહિનાથી એકબીજાં સાથે રિલેશનશિપમાં છે અને તેઓ હાલમાં જ ઇબિત્ઝામાં હોલિડે મનાવવા ગયા હતા.

શું છે ઘટના?


- અબજોપતિ એનઆરઆઈ ભારતીય શ્રિયાન દેવાનીના લગ્ન નવેમ્બરના શરૂઆતમાં સ્વીડન નિવાસી એન્ની હિંડોચા સાથે થયા હતાં.
- એનીના પિતા વિનોદ હિંડોચા પણ સ્વીડનની પ્રખ્યાત હસ્તી છે. 30 વર્ષીય શિરીન અને 28 વર્ષીય એની લગ્ન પછી હનિમૂન મનાવવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતાં.
- 13 નવેમ્બરના રોજ બંને કેપ-ટાઉન પરત ફરી રહ્યા હતાં ત્યારે શ્રિયાન અને એન્નીનું કાર સહિત અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ડ્રાઈવરે ચાલુ કારમાંથી શ્રિયાનને નીચે ફેંકી દીધો હતો. 14 નવેમ્બરના રોજ એન્ની લાશ કારમાંથી મળી આવી હતી.

આવી રીતે થયો ભાંડાફોડ

- કાર ડ્રાઈવર ટોંગોએ પોલીસ પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે એન્નીની હત્યા માટે તેના પતિ દ્વારા જ 1300 પાઉન્ડ જેટલી રકમ આપવામાં આવી હતી.
- ટોંગોએ જણાવ્યું હતું કે શિરીને તેની પત્નીની હત્યા કરવા માટે બે ભાડૂતી વ્યક્તિઓની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.
- ટોંગોએ પુરાવા માટે હત્યાના થોડા સમય પહેલા શિરીનને મોકલાવેલા એક એસએમએસનો પણ હવાલો આપ્યો હતો, તેમજ પૈસા આપવાની વાત પણ કહી હતી.
- એન્નીના પરિવાર અને પોલીસ દ્વારા શ્રિયાન દેવાની સજાતિય હોવાનું તથા પોતાની હોમોસેક્સ્યુઆલિટી છૂપાવવા તેણે એન્નીની હત્યા કરાવી હોવાનું માનવામાં આવતું હતું.

આગળની સ્લાઇડ્સમાં જાણો, શ્રિયાન દેવાણીને તેની સાથે સેક્સ સંબંધો હોવાનો પુરુષ એસ્કોર્ટે કર્યો હતો દાવો...

દેવાની અને માર્ટિન 18 મહિનાથી એકબીજાં સાથે રિલેશનશિપમાં છે અને તેઓ હાલમાં જ ઇબિત્ઝામાં હોલિડે મનાવવા ગયા હતા.
દેવાની અને માર્ટિન 18 મહિનાથી એકબીજાં સાથે રિલેશનશિપમાં છે અને તેઓ હાલમાં જ ઇબિત્ઝામાં હોલિડે મનાવવા ગયા હતા.

શ્રિયાનની સાથે સેક્સ સંબંધો હોવાનો પુરુષ એસ્કોર્ટે કર્યો હતો દાવો


- ડિસેમ્બર 2010માં એન્નીના પતિ શ્રિયાન દેવાનીની તેની પત્નીની હત્યા સંબંધે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ શ્રિયાન દેવાની સમલૈંગિક હોવાનો ખુલાસો થયો હતો. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે આ અંગે શ્રિયાનના સંબંધોની તપાસ કરી હતી. 
- તપાસ દરમિયાન 39 વર્ષીય પુરૂષ એક્સકોર્ટે એવો દાવો કર્યો હતો કે, તેણે શ્રિયાન સાથે ત્રણ વખત શારિરીક સંબંધો બાંધ્યા છે. 
- જર્મન એસ્કોર્ટે સ્કોટલેન્ડ પોલીસને જણાવ્યું હતું કે તે બ્રિટનના કરોડપતિ શ્રિયાન દેવાનીની સાથે ત્રણ વખત બેડમાં સમય પસાર કરી ચુક્યો છે. 
- જો કે, દેવાનીના વકીલે તેના ક્લાયન્ટ પર કરવામાં આવેલા આરોપોને વાહિયાત અને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા. 
- અંતે 2014માં દેવાનીએ પોતે ગે હોવાનો અને ઓનલાઇન કે ગે કલ્બમાં મળેલા અન્ય એસ્કોર્ટ સાથે સંબંધો બાંધ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. શ્રિયાને જ્યારે પોતાના સજાતિયપણા અંગે સ્વીકાર કર્યો ત્યારે એનીના માતાપિતા પણ કોર્ટમાં હાજર હતાં. 
- શ્રિયાને  સ્વીકાર કર્યો હતો કે, એન્નીને મળ્યા બાદ તેણે ટેસ્ટોસ્ટેરન રિપ્લેસમેન્ટ થેરાપી કરાવી હતી. તેનું હાર્મોન લેવલ ઓછું હતું અને તેના પિતા બનવાની શક્યા ધૂંધળી હતી. જેને કારણે તેને આ સારવાર લેવી પડી હતી. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, એન્નીના પરિવારે કહ્યું દીકરી સામે ગે હોવાની વાત છૂપાવ્યાનું દુઃખ... 

(ડાબે) વિનોદ હિંડોચા એન્નીના પિતા (જમણે) એન્ની બહેન અમી ડેનબોર્ગ અને ભાઇ અનિશ હિંડોચા
(ડાબે) વિનોદ હિંડોચા એન્નીના પિતા (જમણે) એન્ની બહેન અમી ડેનબોર્ગ અને ભાઇ અનિશ હિંડોચા

શ્રિયાન ગે હોવાના કારણે મારી દીકરીને મળ્યું મોતઃ પિતા 


- એન્નીના પિતા વિનોદે કહ્યું કે, લગ્ન નક્કી થયાં તેના પહેલા દિવસથી જ શ્રિયાને ગે હોવાની વાત એન્નીથી છૂપાવી હતી. હવે અમારી સામે સત્ય આવ્યું કે, તે એક પુરૂષને ડેટ કરી રહ્યો છે. 
- વિનોદ હિંડોચાએ કહ્યું કે, કોર્ટની ટ્રાયલ દરમિયાન પણ શ્રિયાનના માતા-પિતાએ કહ્યું હતું કે, આ આરોપો સાચા સાબિત થાય તો તેમના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ છીએ. 
- કોર્ટમાં એવું પુરવાર થયું કે, શ્રિયાન 70 ટકા બાયસેક્સ્યુઅલ છે. હવે આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે, તે 'ગે' છે. તેણે આ અંગે અમારાં પરિવારને માહિતગાર કરવાનું હતું. 
- 'જો શ્રિયાને અમને કહી દીધું હોત તો અને એન્નીના લગ્ન તેની સાથે ના કરાવ્યા હોત અથવા એન્નીને તેની સાથે સાઉથ આફ્રિકા ના મોકલી હોત. આજે એન્ની જીવતી તો હોત!'

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, કોર્ટે પુરાવાના અભાવે શ્રિયાનને નિર્દોષ જાહેર કર્યો... 

30 વર્ષીય શિરીન અને 28 વર્ષીય એન્ની લગ્ન પછી હનિમૂન મનાવવા માટે સાઉથ આફ્રિકા ગયા હતાં. 14 નવેમ્બરના રોજ એન્ની લાશ કારમાંથી મળી આવી હતી.
30 વર્ષીય શિરીન અને 28 વર્ષીય એન્ની લગ્ન પછી હનિમૂન મનાવવા માટે સાઉથ આફ્રિકા ગયા હતાં. 14 નવેમ્બરના રોજ એન્ની લાશ કારમાંથી મળી આવી હતી.

ત્રણની ધરપકડ અને શ્રિયાનનો છૂટકારો 


- એન્નીની હત્યા મામલે ડ્રાઇવર ઝોલા ટોન્ગો, મેઝિવામાડો ક્વાબે અને ઝોલિલ નેગેનીને 25 વર્ષ જેલની સજા થઇ હતી. આ ત્રણેય આરોપીઓએ શ્રિયાને જ તેની પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાના આરોપ લગાવ્યા હતા. 
- પરંતુ દેવાનીની વિરૂદ્ધમાં કોઇ પુરાવા મળે તે પહેલાં જ કેપ ટાઉન જજે આ કેસ ક્લોઝ કરી દીધો હતો અને શ્રિયાન નિર્દોષ છૂટી ગયો હતો. 

X
(ડાબે) લગ્ન સમયે શ્રિયાન અને એન્ની દેવાની (જમણે) શ્રિયાન દેવાની અને તેનો બ્રાઝિલિયન બોયફ્રેન્ડ ફોટોગ્રાફર ગ્લેડિસન લોપેઝ માર્ટિન(ડાબે) લગ્ન સમયે શ્રિયાન અને એન્ની દેવાની (જમણે) શ્રિયાન દેવાની અને તેનો બ્રાઝિલિયન બોયફ્રેન્ડ ફોટોગ્રાફર ગ્લેડિસન લોપેઝ માર્ટિન
દેવાની અને માર્ટિન 18 મહિનાથી એકબીજાં સાથે રિલેશનશિપમાં છે અને તેઓ હાલમાં જ ઇબિત્ઝામાં હોલિડે મનાવવા ગયા હતા.દેવાની અને માર્ટિન 18 મહિનાથી એકબીજાં સાથે રિલેશનશિપમાં છે અને તેઓ હાલમાં જ ઇબિત્ઝામાં હોલિડે મનાવવા ગયા હતા.
(ડાબે) વિનોદ હિંડોચા એન્નીના પિતા (જમણે) એન્ની બહેન અમી ડેનબોર્ગ અને ભાઇ અનિશ હિંડોચા(ડાબે) વિનોદ હિંડોચા એન્નીના પિતા (જમણે) એન્ની બહેન અમી ડેનબોર્ગ અને ભાઇ અનિશ હિંડોચા
30 વર્ષીય શિરીન અને 28 વર્ષીય એન્ની લગ્ન પછી હનિમૂન મનાવવા માટે સાઉથ આફ્રિકા ગયા હતાં. 14 નવેમ્બરના રોજ એન્ની લાશ કારમાંથી મળી આવી હતી.30 વર્ષીય શિરીન અને 28 વર્ષીય એન્ની લગ્ન પછી હનિમૂન મનાવવા માટે સાઉથ આફ્રિકા ગયા હતાં. 14 નવેમ્બરના રોજ એન્ની લાશ કારમાંથી મળી આવી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App