Home » NRG » UK » eBay પરથી ક્રિકેટ બેટની ઓનલાઇન શોપિંગ કરી | Alex Lovens first job was at a builders merchant

Made in Indiaના લેબલે યુવકને બનાવ્યો કરોડપતિ, 502cr.ની છે સંપત્તિ

Divyabhaskar.com | Updated - May 13, 2018, 06:12 PM

ભારતમાંથી ડાયરેક્ટ ઇમ્પોર્ટનો આ આઇડિયા કામ કરી ગયો અને મેં 2009માં મારી પોતાની જ લિમિટેડ કંપનીની સ્થાપના કરી

 • eBay પરથી ક્રિકેટ બેટની ઓનલાઇન શોપિંગ કરી | Alex Lovens first job was at a builders merchant
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નેટ વર્લ્ડ સ્પોર્ટ્સના સ્થાપક એલેક્સ લોવેનની સંપત્તિમાં ગયા વર્ષે 2.46 કરોડનો વધારો થયો હતો.

  એનઆરજી ડેસ્કઃ યુકેમાં સૌથી ધનિક યંગ આન્ત્રપ્રિન્યોરના નામની જાહેરાત થઇ ગઇ છે. 30 વર્ષીય આ યંગસ્ટર્સે માત્ર 5400 રૂપિયામાં ઇબે (eBay) પરથી બેટ ખરીદ્યું હતું અને તેના પરથી જ પ્રેરણા મેળવીને આજે તે 502 કરોડની સંપત્તિનો માલિક છે. નેટ વર્લ્ડ સ્પોર્ટ્સના સ્થાપક એલેક્સ લોવેનની સંપત્તિમાં ગયા વર્ષે 2.46 કરોડનો વધારો થયો હતો. જેના કારણે તેને સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

  Made in India વાંચીને મળી પ્રેરણા


  - સન્ડે ટાઇમ્સના રિચ લિસ્ટમાં સૌથી યંગ આન્ત્રપ્રિન્યોરમાં સ્થાન મેળવ્યા બાદ એલેક્સે ગત અઠવાડિયે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સફળતા વિશે ઇન્ટરવ્યુ આપ્યું હતું.
  - એલેક્સે જણાવ્યું કે, કેવી રીતે તેણે સ્કૂલ દરમિયાન ક્રિકેટ બેટ મંગાવ્યું અને તેના પેકેટ પરની ફૂટી નેટ્સ (પેકેજિંગ નેટ્સ) જોઇને પ્રેરણા મળી.
  - એલેક્સ લોવેનના શબ્દોમાં: 'મેં સ્કૂલ દરમિયાન eBay પરથી ક્રિકેટ બેટની ઓનલાઇન શોપિંગ કરી. આ બેટ માટે મેં 54,00 રૂપિયા ચૂકવ્યા હતા. પેકેટ ખોલતાં તેની પેકેજિંગ નેટ પર ‘Made in India’ લખેલું હતું. મેં કંપનીને ઇમેલ મોકલાવ્યો કે, આ બેટ અને તેની પેકેજિંગ નેટને બનાવવાની મૂળ કિંમત કેટલી થાય છે? કંપનીએ જવાબ આપ્યો 547 રૂપિયા.'
  - આ ઇમેલના જવાબ પરથી જ મને આઇડિયા આવ્યો અને ભારતની આ કંપની પાસેથી જ 10 બેટ ડાયરેક્ટ મંગાવ્યા. આ બેટને મેં સ્કૂલમાં 54,00 રૂપિયા પ્રતિ બેટની કિંમતે વેચ્યા. ભારતમાંથી ડાયરેક્ટ ઇમ્પોર્ટનો આ આઇડિયા કામ કરી ગયો અને મેં 2009માં મારી પોતાની જ લિમિટેડ કંપનીની સ્થાપના કરી.


  કંપની પાસેથી ડાયરેક્ટ ઓર્ડર કરવા કરી જોબ


  - એલેક્સે પોતાની કંપની શરૂ કરવા માટે અને ભારતથી જ માલ ઇમ્પોર્ટ કરવા માટે પૈસાની જરૂર હતી. તેથી તેણે બિલ્ડર્સને ત્યાં પહેલી જોબ કરી. એલેક્સે પરિવારથી આ પગાર છૂપાવીને રાખ્યો.
  - થોડાં જ સમયમાં જ તેણે 11 લાખ રૂપિયા બચાવ્યા, જેનો ઉપયોગ તેણે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ ભરેલા કન્ટેનર ખરીદવામાં કર્યો. એલેક્સે પોતાના બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટને પરફેક્ટ બનાવવા માટે કોઇ કસર છોડી નહતી.
  - એલેક્સે કહ્યું કે, હું બારક્લેય્સ (સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટની કંપની) પાસે ઓવરડ્રાફ્ટ લઇને પહોંચી ગયો. તેઓને મારો બિઝનેસ પ્લાન સમજાવ્યો પરંતુ તેઓએ મને કોઇ પણ પ્રકારની મદદ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.


  માતાએ લોન લીધી અને શરૂ કર્યો બિઝનેસ


  - મને બિઝનેસ શરૂ કરવામાં પડતી તકલીફને ધ્યાનમાં રાખીને મારી માતાએ 1.82 લાખ રૂપિયાની લોન લીધી. કારણ કે, મારી ઉંમરના કારણે બેંક મને આટલી મોટી લોન આપવા માટે તૈયાર નહતી.
  - મારું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પેલું કન્ટેનર હતું - જેણે મારું જીવન ધરમૂળથી બદલી નાખ્યું.
  - એલેક્સે આજે તેના પિતાની મદદથી પોતાનો બિઝનેસ ઉભો કર્યો છે. આજે તે 1 લાખથી વધુ ગોલ નેટ્સ (goal nets)નું વૈશ્વિક વેચાણ કરે છે. જેના ઉપર મેડ ઇન ઇન્ડિયાના બદલે તેની કંપનીનું નામ લખેલું હોય છે.
  - એલેક્સે કહ્યું કે, આજે વિશ્વની મોટાંભાગના સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ પરની પેકેજિંગ નેટ્સ પર મારી કંપનીનું નામ છે અને અન્ય કોઇ પણ કંપની કરતાં મારી કંપનીનું વેચાણ વધારે છે.

 • eBay પરથી ક્રિકેટ બેટની ઓનલાઇન શોપિંગ કરી | Alex Lovens first job was at a builders merchant
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારતમાંથી ડાયરેક્ટ ઇમ્પોર્ટનો આ આઇડિયા કામ કરી ગયો અને એલેક્સે 2009માં પોતાની જ લિમિટેડ કંપનીની સ્થાપના કરી
 • eBay પરથી ક્રિકેટ બેટની ઓનલાઇન શોપિંગ કરી | Alex Lovens first job was at a builders merchant
  આજે તે 1 લાખથી વધુ ગોલ નેટ્સ (goal nets)નું વૈશ્વિક વેચાણ કરે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ