Divya Bhaskar

Home » NRG » UK » london indian student killed himself after getting in debt

લંડનઃ દેવામાં ડૂબેલા ભારતીય સ્ટુડન્ટે કર્યું સુસાઈડ, હ્યુમન સાયન્સનો કરતો અભ્યાસ

Divyabhaskar.com | Updated - Dec 22, 2017, 11:26 AM

મારો પુત્ર ઓછા સમય માટે વધારે વ્યાજે લોન આપતી કંપનીનો શિકાર થયોઃ પિતા

  • london indian student killed himself after getting in debt
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નસીબ ચૌહાણ

    લંડનઃ દેવામાં ડૂબેલા ભારતી મૂળના એક વિદ્યાર્થીએ ઉત્તરીય ઇંગ્લેંડના લીડ્સ શહેરમાં સ્થિત પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુની તપાસ કરી રહેલા અધિકારીઓએ આ સપ્તાહે વેકફીલ્ડ કોરોનર કોર્ટમાં જણાવ્યું કે, લીડ્સ બેકેટ યૂનિવર્સિટીમાં હ્યુમન સાયન્સનો અભ્યાસ કરતો નસીબ ચૌહાણ ગત વર્ષે 28 મેના રોજ મૃત મળ્યો હતો.

    વધારે વ્યાજે લોન આપતી કંપનીનો થયો શિકાર


    - નસીબ ચૌહાણના પિતા કુલજીત ચૌહાણે તપાસ કરી રહેલા અધિકારીઓને જણાવ્યું કે, તેના મૃત્યું પછી જ તેઓને નસીબ દેવામાં ડૂબેલો હોવાની જાણ થઈ હતી.
    - તેઓ માને છે કે, તેમનો પુત્ર ઓછા સમય માટે વધારે વ્યાજે લોન આપતી કંપનીનો શિકાર થયો છે.
    - આ કંપનીઓ વ્યક્તિની સ્ટ્રેન્થ જાણ્યા વગર લોન આપે છે.

    ગત વર્ષે મળી આવ્યો હતો મૃતદેહ


    - એક અહેવાલ પ્રમાણે, નસીબે સપ્ટેમ્બર 2015માં લીડ્સ બેકેટ યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો હતો.
    - પરંતુ જાન્યુઆરી 2016 બાદ તે ગેરહાજર રહેતો હતો.
    - તે જ વર્ષે 27 મેના રોજ તેને કાઉન્સિલર સાથે વાતચીત કરવા માટે સમય લીધો પરંતુ તે તેમની પાસે ન ગયો.
    - તેના બીજા જ દિવસે એટલે કે 28મી મેના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો.

  • london indian student killed himself after getting in debt
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ચૌહાણ બેલે વુ રોડ, હાઇડ પાર્ક, લીડ્ઝમાં મૃત મળી આવ્યો હતો
  • london indian student killed himself after getting in debt
    નસીબ ચૌહાણ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending