Pix: બોલિવૂડના 100 વર્ષોનું awesome સેલિબ્રેશન કરતાં વેલિંગ્ટનના ગુજ્જુઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝીલેન્ડના પાટનગર વેલિંગ્ટનમાં મોટી સંખ્યામાં ભારતીયો અને સવિશેષ કરીને ગુજરાતીઓ રહે છે. વેલિંગ્ટનમાં વસતા ભારતીયો માટે વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન દ્વારા વિવિધ તહેવારના સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવતું હોય છે. તે સિવાય દર વર્ષે દિવાળી દરમિયાન એન્યુઅલ દિવાળી ફેસ્ટિવલનું સેલિબ્રેશન કરવામાં આવે છે.
આ વર્ષે બોલિવૂડના 100 વર્ષોની થીમ પર એન્યુઅલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી નવેમ્બરે ભારત ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 100થી વધુ પર્ફોર્મર્સે 100 યર્સ ઓફ ઇન્ડિયન સિનેમા થીમ પર વિવિધ પર્ફોર્મન્સ રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા.
વેલિંગ્ટનના ગુજ્જુઓના awesome ડાન્સ પર્ફોર્મન્સની તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો...
(તસવીરો સૌજન્યઃ facebook)