તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુઝીલેન્ડમાં બહાર આવ્યું વિઝા કૌભાંડ, 150થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડવાનો આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(ન્યુઝીલેન્ડથી ધાર્મિક દેસાઈ દ્વારા): 150થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને હાંકી કાઢવાનો ન્યુઝીલેન્ડની સરકારે નિર્ણય લેતા ભારતીય સમુદાયમાં ખળભળાટ સાથે ચિંતા વ્યાપી ગઈ છે. વિઝા મેળવવા માટે ભારતીય એન્જટો દ્વારા નકલી ફાઈનાન્સ ડોક્યુમેન્ટના ઉપયોગનું કૌભાંડ બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના ઈમિગ્રેશન વિભાગે આ કૌભાંડ પકડી પાડ્યું હતું. જે વિદ્યાર્થીઓએ નકલી ડોક્યુમેન્ટના ઉપયોગથી વિઝા મેળવ્યા હોય તેમને ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા દેશ છોડી દેવાની નોટીસ ફટકારવામાં આવી છે. બીજી તરફ ભારતીય સુમદાયે આ પગલા વિરૂદ્ધ દેખાવો કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું હતું.
ન્યુઝીલેન્ડના વડાપ્રધાને કર્યા હાથ અધ્ધર:

આ સમગ્ર મામલો ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જ્હોન કી સુધી પહોંચ્યો હતો. તેમણે આ અંગે એક રેડિયો ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "વિઝા એપ્લિકેશન માટે ડોક્યુમેન્ટ અને વિઝા ફોર્મની જે માહિતી પૂરી પાડવામાં આવે છે, તે સાચી છે કે નહીં તેની તમામ જવાબદારી વિઝા એપ્લાય કરનારા વિદ્યાર્થીઓની હોય છે. વિઝા એપ્લાય કરતા પહેલાં બધા ડોક્યુમેન્ટ સાચા છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અમે આમાં કોઈ મદદ કરી શકીએ નહીં."
ભારતીય સમુદાયનો વિરોધ:

આ નિર્ણયની વિરોધમાં ભારતીય સમુદાયે ઑકલેન્ડ ખાતે નેશનલ પાર્ટીના એમપી પરમજીત પરમારની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારતીય સમુદાય આ મુદ્દે એમપી પરમજીત પરમારને દખલ કરવાની રજૂઆત કરી હતી.
દરેક વિદ્યાર્થી સ્ટડી માટે કરી ચૂક્યા છે 14 લાખથી વધુનો ખર્ચઃ

ભારતીય વિદ્યાર્થીઓનો કેસ લડી રહેલા ઈમિગ્રેશન વકીલ અલાસ્ટેઈર મસાકલ્યમોન્ટે જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડની સરકારે વિદ્યાર્થીઓને અહીં રહેવા માટે પરવાનગી આપવી જોઇએ. એક વિદ્યાર્થીએ સરેરાશ અંદાજે રૂપિયા 14 લાખ (30,000 ન્યુઝીલેન્ડ ડૉલર)નો ખર્ચ કર્યો છે અને તેમનું ભણતર પણ પૂરું થવા આવ્યું છે. આ કૌભાંડમાં વિદ્યાર્થીઓનો કોઈ વાંક નથી. કૌભાંડનો શિકાર બનનાર વિદ્યાર્થીઓ લોન લઈને અહીં સ્ટડી માટે આવ્યા છે. હું આ નિર્ણય સામે ઈમિગ્રેશન મિનિસ્ટરને અરજી કરવાનો છું.
ભારતીય વિદ્યાર્થીઓને સલાહ:

ભારતીય સમુદાયના કહેવા મુજબ જે વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડમાં સ્ટડી કરવા માંગતા હોય તેમણે અમુક બાબતો ખાસ ધ્યાન રાખવી જોઇએ. વિઝા એપ્લિકેશનમાં આપેલી માહિતી અને ડોક્યુમેન્ટની ખરાઈ કરી લેવી જોઇએ. આ ઉપરાંત ઈમિગ્રેશન એજન્ટ સિલેક્ટ કરવામાં પણ કાળજી લેવી જોઇએ. એજન્ટ પાસે ન્યુઝીલેન્ડના ઈમિગ્રેશન વિભાગે ઈશ્યૂ કરેલું લાઈસન્સ છે કે નહીં તે જોવું જોઇએ.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો