તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુઝીલેન્ડમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી, ગુજરાતીઓ બન્યા કૃષ્ણમય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(હેમિલ્ટન-ન્યુઝીલેન્ડથી ધાર્મિક દેસાઈ દ્વારા): ન્યુઝીલેન્ડના હેમિલ્ટન શહેરમાં નંદ મોહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ડાન્સ, ગરબા અને મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં અંદાજે 200થી વધુ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી જનરેશન પોતાની સંસ્કૃતિ અને ધર્મથી જોડાયેલી રહે એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નોંધનીય છે કે એક સમય હતો જ્યારે જન્માષ્ટમી ફક્ત ભારતમાં જ ઉજવવામાં આવતી હતી, પણ હવે વિશ્વના અન્ય દેશોમાં ભારતીય કે ગુજરાતી સમાજ દ્વારા તેનું ભાવભીની રીતે ઉજવણી કરવામાં આવે છે.
(અહેવાલ અને તસવીરો: ધાર્મિક દેસાઈ, હેમિલ્ટન-ન્યુઝીલેન્ડ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો