આતંકી હુમલો / ન્યુઝીલેન્ડ મસ્જિદ હુમલામાં નવસારી નજીકના અડદાના જુનૈદનું મોત નીપજ્યું

Divyabhaskar.com

Mar 16, 2019, 02:24 AM IST
મૃતક જુનૈદની ફાઈલ તસવીર (રેડ સર્કલ)
મૃતક જુનૈદની ફાઈલ તસવીર (રેડ સર્કલ)

  • વડોદરાના બે ગુમ, આણંદના એકનો બચાવ, ભરૂચનો એક ઘાયલ

ક્રાઈસ્ટચર્ચઃ ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં નવસારી નજીકના અડદા ગામના જુનૈદનું મૃત્યુ થયું છે. તેને પણ અંધાધૂંધ ગોળીબારમાં ઘણી ગોળી વાગી હતી અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. તે માંડવી તાલુકાના તડકેશ્વર ગામના અહમદ અફીણીના જમાઈ છે. જુનૈદ યુસુફ કારા છેલ્લા કેટલાક સમયથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા.વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

બીજીબાજુ ગુજરાતના ઘણા લોકો આ ઘટનાનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ, વડોદરા અને આણંદમાં રહેતા લોકો પણ ભોગ બન્યા છે. ન્યુઝીલેન્ડમાં હુમલામાં આણંદનો 21 વર્ષનો સિવિલ એન્જિનિયર મસ્જિદના મીમ્બર પાછળ સંતાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. તેવી જ રીતે ભરૂચના લુવારા ગામનો રહીશ હાફીઝ મુસા ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત આવી છે. વડોદરાના પિતા-પુત્ર - આરીફ અને રમીઝ પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને નમાજ પઢવા ગયા હતા.

X
મૃતક જુનૈદની ફાઈલ તસવીર (રેડ સર્કલ)મૃતક જુનૈદની ફાઈલ તસવીર (રેડ સર્કલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી