આતંકી હુમલો / ન્યુઝીલેન્ડના આતંકી હુમલામાં ગુજરાતની પાંચ વ્યક્તિનાં મોત

Divyabhaskar.com

Mar 17, 2019, 01:11 AM IST
ગુજરાત ઈલેક્ટ્રિસીટી બોર્ડ (GEB)ના નિવૃત અધિકારી મહેબૂબ ખોખરને ગોળી વાગી હતી (ફાઈલ)
ગુજરાત ઈલેક્ટ્રિસીટી બોર્ડ (GEB)ના નિવૃત અધિકારી મહેબૂબ ખોખરને ગોળી વાગી હતી (ફાઈલ)

  • કુલ 9 ભારતીયો ગુમ હતા, 7નાં મોતની આશંકા
  • મૃતકોમાં વડોદરાની 2, અમદાવાદ-ભરૂચ-નવસારીની 1-1 વ્યક્તિનો સમાવેશ, 2 વ્યક્તિ ઘાયલ

અમદાવાદ / વડોદરા / સુરત: ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ ખાતે મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 9 ભારતીયો લાપતા થયાના અહેવાલ બાદ તેમાંથી 5નાં મોત થયા હોવાનું બહાર આવ્યું છે. આ પાંચે વ્યક્તિ ગુજરાતની છે. વડોદરાના 2, અમદાવાદ-ભરૂચ-નવસારીના 1-1 વ્યકિતનું મૃતકમાં સમાવેશ થાય છે. 2 વ્યક્તિ ઘાયલ છે.

મૃતકોના સ્વજનો ન્યૂઝીલેન્ડ જવા રવાના: વડોદરાના પાણીગેટ બહાર ધનાની પાર્કમાં રહેતા આરીફભાઇ અને ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા તેમના પુત્ર રમીઝનો પણ સમાવેશ થાય છે. રમીઝના ઘરે સાત વર્ષ બાદ પુત્રીનો જન્મ થતાં આરીફભાઇ ગયા હતા. ભરૂચ તાલુકાના લુવારા ગામના મુળ વતની હાફેઝ વલી પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે. તેઓ તેમની પાછળ પત્ની, અમદાવાદના જુહાપુરાના નિવાસી અને જીઈબીના નિવૃત્ત કર્મચારી ખોખરનો પણ સમાવેશ થાય છે. તેઓ તેમના પુત્રને મળવા માટે ગયા હતા. ત્યાં શુક્રવારે નમાજ પઢવા ગયા હતા ત્યારે આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા. તેવી જ રીતે નવસારીના અડદા ગામનો યુવાન જુનૈદ પણ ભોગ બન્યો છે. મૃતકોના સ્વજનો ન્યુઝીલેન્ડ જવા રવાના થયા છે.

શ્રદ્ધાંજલિ માટે તમામ ધર્મના લોકો ઉમટ્યાં: શુક્રવારે થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અલ નૂર મસ્જિદમાં તમામ ધર્મના લોકો આવ્યા હતા. ફ્રાન્સના એફિલ ટાવર, ઓસી.ના ઓપેરા હાઉસમાં વીજળી બંધ રખાઈ હતી.

X
ગુજરાત ઈલેક્ટ્રિસીટી બોર્ડ (GEB)ના નિવૃત અધિકારી મહેબૂબ ખોખરને ગોળી વાગી હતી (ફાઈલ)ગુજરાત ઈલેક્ટ્રિસીટી બોર્ડ (GEB)ના નિવૃત અધિકારી મહેબૂબ ખોખરને ગોળી વાગી હતી (ફાઈલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી