ઓવરસિઝ ફ્રેન્ડ્સ ઓફ BJP દ્વારા ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠની ઉજવણી

ઑફબીજેપી ન્યૂ ઝીલૅન્ડ ની શરૂઆત 2014માં કરવામાં આવી હતી

divyabhaskar.com | Updated - May 30, 2018, 08:22 PM
Overseas Friends of BJP celebrates 4 year of BJP government

ધાર્મિક દેસાઈ દ્વારા (ઓકલેન્ડ) : નવી દિલ્હીમાં ભાજપ સરકારના 4 વર્ષ પૂર્ણ થતા, ઓવરસિઝ ફ્રેન્ડ્સ ઓફ ભાજપ ન્યૂઝીલૅન્ડ દ્વારા ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. ગત 27 તરીકે ઓકલેન્ડ શહેરના ભારતીય મંદિરના હોલ માં ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મેહમાન તરીકે કાનવલજીત બક્ષી કે જે ન્યૂઝીલૅન્ડ નેશનલ પાર્ટી તરફથી સંસદ સભ્ય છે, ભાવ ધિલ્લોનજી જેમની નિમણુંક સન્માનીય કોન્સુલર તરીકે ભારતીય વિદેશ મંત્રાલયે કરેલ છે અને ભારતીય સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- આ કાર્યક્રમનું આયોજન ઓવરસિસ ફ્રેન્ડ્સ ઓફ ભાજપ એટલે કે ઑફબીજેપી (OFBJP ) દ્વારા કરવામાં આવ્યું હતું.
- કાર્યક્રમ ની શરૂઆત રાષ્ટ્રીય ગીતથી કરવામાં આવી હતી.
- કાર્યક્રમનો મુખ્ય હેતુ મોદી સરકારના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામો થયા છે એ દર્શાવાનો અને આ વિકાસના કામોની વિગતો વિદેશમાં રહેતા ભારતીઓ સુધી કેવી રીતે પહોંચાડવી તે હતો.
- આ ઉપરાંત 2019 લોકસભા ચૂંટણીમાં વિદેશમાં વસતા ભારતીયો કેવીરીતે ભાજપને મદદરૂપ થઇ શકે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
- ઑફબીજેપી ન્યૂ ઝીલૅન્ડ ની શરૂઆત 2014માં કરવામાં આવી હતી, ઑફબીજેપી કેટલાંક બીજાં દેશોમાં પણ કાર્યરત છે.
- ઑફબીજેપી ના મુખ્ય સભ્ય આકાશભાઈ રાવલ અને હાર્દિકભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભાજપ સરકારના 4 વર્ષના સમયમાં ભારતે જે સિદ્ધિઓ મેળવેલી છે, જે વિકાસના કામ થયા છે તે માટે અમે ન્યૂઝીલૅન્ડના અલગ અલગ શહેરમાં જઈને ભારતીયોને બીજેપી સરકારમાં થયેલ વિકાસના કામોથી માહિતગાર કરવામાં આવશે.

Overseas Friends of BJP celebrates 4 year of BJP government
Overseas Friends of BJP celebrates 4 year of BJP government
Overseas Friends of BJP celebrates 4 year of BJP government
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App